SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૧ મું] ૭, શિવાજી ચત્રિ ૬૦૧ તેથી એના ઉપર તમારે જરાએ વહેમાવું નહિ. હું કોઈના ચડાવ્યા ચડું એમ નથી. ભાગ લેવા એ તા વહેવારની લેવડદેવડ છે. ઈનામ લાખનું અપાય. મરજી હૈાય તે આખી સપત્તિ બક્ષિસમાં લૂંટાવી દેવાય પણ વહેવારે હિસાબ તા થૈ પૈના ચાખ્ખા રહેવેજ જોઈ એ. ભાઈભાઈના ઝઘડાઓની પતાવટ જ્યારે જ્યારે પ્રશ્ન ઉભા થાય ત્યારે ત્યારે જ થઈ જાય તે તેમાં મિઠાશ રહે. એવા પ્રશ્નને તરતમાં નિકાલ કરવામાં સહેજ કડવાશ થાય તા તે વેઠી લેવાય. આપણા ભાગને પ્રશ્ન આજે અધુરા રહી જાય તા ભવિષ્યમાં આપણા સંતાનામાં એના જબરા ઝગડા જામે અને સહેજ કડવાશ ટાળવા માટે મોટા મોટા કુટુંબે તારાજ થઈ જાય એવા કજિયા વારસામાં મૂકી જઈએ ભાગના પ્રશ્નને પલળતા રાખી મૂકવામાં જરાએ લાભ નથી. પિતાના વખતના જૂના અનુભવી મંત્સદ્દીઓને પાસે રાખા, એમની સલાહ ઉપર નિષ્પક્ષપાતપણે વિચાર કરા, ગૂચ પડે એમની સાથે વિચાર કરા અને એવી રીતે તમે કારભાર ચલાવશે તેા મને ખાતરી છે કે તમારી કીર્તિ વધશે, મુલક વધશે, આવક વધશે, સત્તા વધશે અને તમારા જયજયકાર થશે. આ બધું થશે તે જ મને અંતઃકરણના સંતેાષ થશે. આપણા ભાગવહેંચણીને ઝગડા પતાવીને જો તમે મારી સાથે સલાહસ પથી વશો તા તમને ભારે લાભ છે. તુંગભદ્રાની પેલી ખાજીને અમારા તાબાના પહાળા પ્રાંત જેની આવક ૩ લાખ હૈાનની છે તે તમારી ઈચ્છા હાય તા તમને આપવા તૈયાર છું અથવા તમારી ઈચ્છા હાય તા કુતુબશાહીમાં તેટલી આવકના પ્રાંત આપવા તજવીજ કરીશ. કુટુંબલેશ ટાળા. કુટુંબકલથી કાઈનું ભલું નથી થયું. આપણી વચ્ચે 'ભાવ રહેવેાજ જોઈ એ. તે માટે મારાથી બનતું કરવા હું તૈયાર છું. હું તમારા મોટા ભાઈ છું. મારી શિખામણ હૈયે ધરશો તે તેમાં તમારું કલ્યાણ થશે. ઘેડું લખ્યું ધણું કરીને માનજો. ’ ઉપરની મતલબને પત્ર લખી શિવાજી મહારાજે વ્યકાળ રાજાને માકલો. આ સંબંધમાં નીચેની મતલબના પત્ર મહારાજે રઘુનાથપત હણુમતે ઉપર રવાના કર્યાં હતા:— વ્યકાળ રાજાએ આપણા લશ્કર સાથે કરેલી લડાઈની વીગતવાર હકીક્ત આપનારા તમારા પત્ર મને મળ્યો. વાંચી દિલગીરી થઈ. વિજય આપણા થયા પણ વિજયને આનંદ મને શી રીતે થાય ? એના ઉપર વિજય મળે મને આનંદ ન થાય. એ ગમે તેવું વર્તન કરે તો પણ એ મારા નાના ભાઈ છે એ હું ઘડીવાર પણ ન ભૂલી શકું. એણે ન કરવાનું કર્યું. એને માટે એને વહેલા મેાડા પશ્ચાત્તાપ તે થવાના છે જ. મેં પણ આજરાજ એને સખત ઠપકાના પત્ર લખ્યા છે. મારે તે મોટું મન રાખે જ છૂટકો. નાના ભાઈ હઠ કરીને રિસામણાં મનામણાં કરીને લાભ ખાટી જાય અને મોટા ભાઈ ને નમતું આપવું જ પડે. આ પ્રમાણે તે દુનિયામાં થતું આવ્યું છે અને થાય છે. હાથી મેટા મનાય છે ત્યારે તેને ખાવા માટે પાલા અને ઝાડની ડાળીએ હેાય છે. કીડી નાની ગણાય પણ એને ખારાક ખાંડતા હોય છે. પ્રભુએ મને મોટા બનાવ્યો એટલે મારે મોટા તરીકે મારી લાયકી બતાવવી જ જોઈ એ. એને જે જે લખવું જોઈએ અને ટપકા દેવા જોઈ એ તે બધું મેં કર્યું છે. એના સબંધમાં તમને બધાને મારી સૂચના તા એ છે કે હવે પછી કોઈપણ સોગા આવે તા પણ વ્યકાળ રાજા સાથે ઝગડવાનું કરતા નહિ. એમનું નુકસાન કરશો નહિ, અમા અને એક જ પિતાના પુત્ર છીએ એ હું કદી ભૂલીશ નહિ અને તેથીજ એમનું અપમાન મને પણ ભારે લાગશે. એમની ખેઆખરૂ કે અપમાન થાય તે મારે એના ભાગીદાર બનવાનું છે. ઘણું કહ્યું કહેવડાવ્યું, લખ્યું લખાવ્યું, છતાં પણુ હજુ એ મારા ભાગ આપવા તૈયાર નથી થતેા. તમે એ વાતને ઢીલી મૂકજો. એ સબધમાં કંઈપણ કરવા જેવું હશે તે તે હું જાતે કરીશ. સર્વ સંપત્તિના ઉપભોગ એ કરશે તે પણ અડચણુ નથી. એમનું અપમાન કે અપકીર્તિ જરાએ ન થાય અથવા એમને નીચું જોવું ન પડે એવી સરતે એમની સાથે તમે તહનામું કરજો. વ્ય કાજી રાજાએ મારા નાના ભાઈ છે. એ વાત હું નથી ભૂલતા તેમજ એ મારા ભાઇ છે એ તમે પણ કઈ ભૂલશો નહિ. ' ઉપર પ્રમાણેને પત્ર રઘુનાથપત હણુમ તેને શિવાજી મહારાજ તરથી: મળ્યો. 76 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy