SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૧ મું] છે. શિવાજી ચરિત્ર આવી પડેલી આપત્તિમાંથી બહાર નીકળવાનો રસ્તો ખોળી કાઢવાના કામમાં આવી ગમગીની, નાસીપાસી અને ઉદાસીનતા બહુ નડતર કરતા નીવડે છે. તમારી બેચેનીનું કારણ મને જણ.' પિતાની પત્નીએ પૂછેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં બેંકોજીએ કહ્યું- તને કહું. શિવાજી રાજાના લશ્કરે મારી ધૂળધાણી કરી નાંખી અને એમના કાતીલ સ્વભાવના સરદારો આપણને સુખેથી પેટ ભરીને રોટલો ખાવા દેશે નહિ અને જંપીને રહેવા દેશે પણ નહિ. અધુરામાં પુરું વળી શિવાજી રાજાને પત્ર મનને વધારે બેચેન બનાવે છે. જો કે એ પત્રમાં જણાવેલી કેટલીક ભૂલે તે મારે હાથે થઈ છે અને એમણે મને થયેલી ભૂલ સુધારવા માટે અનેક તકે આપી હતી છતાં મેં દરેક વખતે એની અવગણના કરી હતી. મેં મારી ભૂલે, અનેક વખતે એમણે શિખામણ આપ્યા છતાં ન સુધારી તેને પરિણામે આજે હું બહુ બુરી હાલતમાં આવી પડ્યો છું. આપણું સર્વસ્વ જવા બે છે. રઘુનાથપંત હણમંતે કંઈક દરજજે આવી પડેલી આફતને અટકાવી શકે એમ છે પણ મેં તે એની સાથે બગાડયું છે એટલે એ તે સામે જઈને છેલ્લે પાટલે બેઠે છે. હવે ઉગરવાને કેાઈ આરે મને જડતો નથી. તને કંઈ રસ્તો જડે તે મને બતાવ.” દિપાબાઈ બેલી “ આપને રસ્તે બતાવવાની શક્તિ તે હું નથી ધરાવતી છતાં આ વખતે આ સંબંધમાં મારા મનમાં જે કંઈ છે તે આપની આગળ કહી નાંખવાનો મેં નિશ્ચય કર્યો છે. આ વખતે જે હું મારા મનમાં છે તે આપને ન કહું તો મારા કર્તવ્યમાં ખામી ગણાય. રધુનાથપંત હમ તેની સાથે જે વર્તન થયું તે સાચું પૂછાવા તે મને તે જરાએ ગમ્યું ન હતું અને હલકી બુદ્ધિના કેટલાક સ્વાર્થીઓ પોતાનો સ્વાર્થ સાધવા માટે ખોટી ખુશામતે કરી રહ્યા હતા એ પણ મને તે ગમતું ન હતું. સસરાજીના સ્વર્ગવાસ પછી રઘુનાથપત સંપત્તિ સાચવવામાં જે મહેનત લીધી અને કેવળ વફાદારીથી પિતાના માલીકનું હિત ધ્યાનમાં રાખી બહુ કુનેહથી કામ કરીને આપણે સંસારને વ્યવસ્થિત કરવા માટે એમનાથી બનતું કર્યું, તે રઘુનાથપંતને દુષ્ટ લેકેના કહેવાથી અને ભંભેરવાથી દૂર કરવામાં આવ્યા તે દિવસે જ મને તો દિલમાં લાગ્યું હતું કે આ આપણું અવનતિનું પ્રથમ પગથિયું મંડાયું. મને મનમાં ઘણું લાગ્યું. આપને કહેવાનું મન થાય પણ હિંમત ન ચાલી અને હું આપને ન કહી શકી. એ બીન ઉપર ફરીથી આપ નજર નાંખશો અને વિચાર કરશે તે આપની ખાતરી થશે કે રઘુનાથપંતને એમાં વાંક ન હતો. આપને અને એમને વારંવાર સહેજ વાતમાં ગરમાગરમ બોલાચાલી થઈ જતી એ પણ હું જાણું છું, પણ એમના એ ગરમ શબ્દોમાં ઝેર ન હતું. આપનું અપમાન કરવાના હેતુથી એ બોલતા ન હતા એની મને તો તે વખતે પણ પૂરેપુરી ખાતરી હતી. આપની કીર્તિ અને સત્તા ચારે તરફ ફેલાય અને શિવાજી મહારાજ માફક આપ પણ પ્રભાવશાળી થાઓ એવી એમની અંતરની ઈચ્છા હતી એટલે એ આપનું જીવન ઘડવા માટે એક નિમકહલાલ જાના વફાદાર સેવક તરીકે આપની મરજી અને મહેરબાનીની દરકાર રાખ્યા સિવાય પ્રયત્ન કરતા અને આપન્ને શિખામણ આપતા. આપને એ શિખામણુ કડવી લાગતી અને પરિણામે ગરમાગરમ બોલાચાલી થઈ જતી. આપનામાં જબરી મહત્ત્વાકાંક્ષા ઉભી કરવાના એ ભારે પ્રયત્ન કરી રહ્યા હતા અને તેને પરિણામે જ આપ એમની સાથે વારંવાર ઝગડો કરતા અને પછી એ પણ ઝગડામાં ઉતરતા. નાથ ! હું મનમાં જે લાગે છે તે તે કહી દઉં છું તે માટે મને ક્ષમા કરો. આ૫ દિગ્વિજય ને મલક મેળવ, ઉત્તમ રાજ્ય ચલાવીને પ્રજાપ્રિય થાઓ. સંદર રાજ્ય વ્યવસ્થાથી દેશમાં પંકાઓ એ એમની ઈચ્છા હતી અને એ ઈચ્છા ફળીભૂત કરવાને એ વારંવાર આપના ઉપર વડીલ તરીકે અંકુશ રાખીને આપને ક્યાં જ કરતા હતા. આપને એ ન ગમ્યું અને આપ એમના ઉપર વારંવાર ગરમ થતા. પછી તે આપને એમનું બોલવું જ ગમતું નહિ અને આપની એ વૃત્તિને એમના તેજેÀષીઓએ પોષવા માંડી. રઘુનાથપંતે આપણી સંપત્તિ, ધનદોલત, ઈજજતઆબરૂ, મુલક, પ્રજા વગેરે સાચવવામાં જે મહેનત લીધી, જે અડચણો વેઠી, જે સહન કર્યું તેમાંનું કશુંએ આ ખુશામતખોરોમાં આપે જોયું ? શ્રીમંતેના અને વૈભવશાળીઓના સંતાને આવા સ્વાર્થ સાધુ, નાલાયક, ભામટાઓની જાળમાં સપડાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy