SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવાજી ચરિત્ર [પ્રકરણ ૧૧ મું બંને લશ્કરની સંખ્યા સરખાવતાં મરાઠાઓનું લશ્કર નાનું હતું, પણ જે હતું તે ચુનંદા યોદ્ધાઓની ટુકડીઓનું બનેલું હતું. દુશ્મનનું લશ્કર બહુ મોટું હતું તેથી હબીરરાવ હિંમત હાર્યો નહિ. એણે પિતાના લશ્કરને શૂર ચડાવ્યું અને બંને તરફના કસાયેલા યોદ્ધાઓએ જંગમાં ખરો રંગ જમાવ્યું. માયણું જાતે જબરે તલવાર બહાદુર હતું. એ કંઈ કેઈથી ગાંજ જાય એ ન હતો. એણે પિતાના લશ્કરને શૂર ચડાવવા માંડયું. લકર આગળ વધવા લાગ્યું એટલે હંબીરરાવ પિતાની ટકડી સાથે કેસરિયાં કરીને દુશ્મન દળ ઉપર તૂટી પડ્યો. હબીરરાવે પિતાની સમશેર ચલાવી દુશ્મનને ચકિત કર્યા. જોતજોતામાં એણે દુશ્મન દળમાં ભંગાણ પાડયું. આદિલશાહીની કતલ કરતે કરતે હંબીરરાવ આગળ વધતો જ હતો. પિતાના સરદારને મરણિયો થઈને લડત જોઈ મરાઠાઓ મરણિયા થયા. જોતજોતામાં સંખ્યાબંધ મુસલમાનો રણમાં પડ્યા. બીજાઓએ નાસવા માંડયું. પિતાનું લશ્કર આવી રીતે અવ્યવસ્થિત થતું જોઈ તેને પાછું વ્યવસ્થિત કરવાના યુસુફખાને ઘણું પ્રયત્નો કર્યા પણ એના બધા પ્રયત્નો વ્યર્થ ગયા. કોઈ એનું માને જ નહિ. મરાઠાઓનો મારો બહુ સખત હતો. એની સામે એ ટકી શકતા ન હતા. જે નાઠે તે બો એમ માની મુસલમાન લશ્કરમાંના ઘણાએ મુઠીઓ વાળીને નાસવા માંડ્યું. મરાઠાઓ નાસતા સિપાહીઓની પાછળ પડ્યા. પિતાના લશ્કરની આવી દુર્દશા જઈ ખાન પણ નાસવા લાગ્યો. મરાઠાઓ એની પાછળ પડ્યાં. આખરે મરાઠાઓએ એને પરહેજ કરીને હબીરરાવ આગળ રજૂ કર્યો. યુસુફખાન પકડાય અને આદિલશાહી લશ્કર હાર્યું અને નાડું એ ખબર બિજાપુર દરબારને મળ્યા. બિજાપુર દરબારે એક જબરું લશ્કર માયણને છોડાવવા માટે અને મરાઠાએને હરાવવા માટે રવાના કર્યું. હબીરરાવ સમશેરથી દુશ્મનનું સન્માન કરવા તૈયાર જ હતે. મરાઠાઓ સજ થઈને દુશ્મનની વાટ જોઈ રહ્યા હતા. બિજાપુરનું લશ્કર કૃષ્ણ-તુંગભદ્રાના દોઆબમાં આવ્યું એટલે મરાઠા અને મુસલમાનોની તલવાર પાછી ચાલી. હબીરરાવનું લશ્કર નાનું છે અને બિજાપુરથી તાજા દમનું લશ્કર મરાઠાઓને મહાત કરવા જાય છે એ ખબર સાંભળી અણછ રંગનાથ અને બનાળ જાધવ પિતાની ટુકડીઓ સાથે મારતે ઘોડે મરાઠાઓની મદદ માટે દોડી આવ્યા. આ વખતે પણ હબીરરાવે બિજાપુર લશ્કરને પિતાના મારાથી આશ્ચર્યચકિત કર્યું હતું. મરાઠાઓનો સામને આદિલશાહી લશ્કરે બહુ બહાદુરીથી કર્યો. એમણે પણ સખત મારો ચલાવ્યો. મરાઠાઓએ જોયું કે બિજાપુરનું લશકર આગળ વધે છે અને જે એને ત્યાં જ ન અટકાવીએ તો એ મરાઠાઓને જોતજોતામાં કરી નાંખશે. મરાઠા લશ્કરના લશ્કરી અમલદારે એ પિતાના સિપાહીઓને શૂર ચડાવ્યું અને મરાઠાઓએ બિજાપુર લશ્કર ઉપર મરણિયે હલે ચલાવ્યો. મરાઠાઓના ભાલા અને બરછીથી મુસલમાનોની મોટી સંખ્યા વિંધાઈ ગઈબિજાપુરવાળું લશ્કર નાસવા લાગ્યું એટલામાં અણુછ રંગનાથ અને ધનાજી - જાધવ પિતાના લશ્કર સાથે મદદ માટે આવી પહોંચ્યા. નાસતા લશ્કરની પૂઠ આ બંને વીરાએ પકડી. મસલમાનો તોબા તોબા પોકારવા લાગ્યા. રસ્તામાં નાસતા મુસલમાનો મરાઠાઓને સામનો કરતાં એટલે મરાઠાઓ એમની કતલ કરતા. આ બંને સરદારના કબજામાં મરાઠાઓના કસાયેલા યોદ્ધા હતા. ધનાજી જાધવે તે આ લડાઈમાં કમાલ કરી. એનું શૌર્ય અને ચપળતા જોઈ દુશ્મને પણ પહોંચી કરવા લાગ્યા. આ વખતની લડાઈમાં મુસલમાનના લશ્કરની સંખ્યા ૨૦-૨૫ હજારની હતી. આવા મેટા જબરા લશ્કરને ૬-૭ હજાર મરાઠાઓએ પરાજય કર્યો (મ. નિ.). આ લડાઈ સાવનુર નજીક થઈ તેથી તે સાવનુરનો સંગ્રામ કહેવાય છે. બિજાપુરના લશ્કરને હરાવી, જીતેલા મુલકને મરાઠાઓએ બરાબર બદબસ્ત કર્યો અને પ્રજાને જુલમ અને દુખના ત્રાસમાંથી મુક્ત કરી સુખી કરી. - આ વિજય પછી રાયગઢ દરબારમાં શિવાજી મહારાજે ધનાજી જાધવને આ વિજય માટે ભારે માન આપ્યું. અણુછ રંગનાથ અને ધનાજી જાધવને મહારાજે માન આપ્યું, તેમનાં વખાણ કર્યા અને તેમના કામની કદર કરી ઘટતું ઈનામ આપી એમને રાજી કરી ઉત્તેજ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy