SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૧ મું] છ, શિવાજી ચરિત્ર ૫૭ સાબાશ! સાવિત્રીબાઈ, સાબાશ! કર્ણાટક પ્રાન્તના જુદા જુદા ભાગને કબજે કરી તેમાં પ્રજાને સુખદાયક નીવડે એવી વ્યવસ્થા સ્થાપવાના કામની જવાબદારી મહારાજે પોતાના વિશ્વાસપાત્ર માણસેને માથે નાંખી હતી. પ્રજાના સંતોષ અને સુખમાં રાજ્યની મજબૂતી છે એ વાત મહારાજ બરોબર સમજી ગયા હતા. એટલે મુલક જીત્યા પછી તરતજ સુવ્યવસ્થા કરવા તરફ મહારાજ વિશેષ કાળજી રાખતા. કર્ણાટકમાં જે જવાબદાર અમલદારો મહારાજે ચૂંટીને મૂક્યા હતા તેમાં મહાડના વતની દાદાજી રઘુનાથ પ્રભુ મહાડકર નામનો મહારાજનો માનીતે અને બહુ વફાદાર કર્મનિષ્ઠ સરદાર હતા. બીજા સરદારની માફક આ સરદારે ૫ણું કર્ણાટકમાં મહારાજની આણ ફેરવવા માટે પોતાથી બનતા પ્રયત્નો કરવા માંડ્યા. કર્ણાટકના જાણીતા બંડખાર માણસોને આ સરદારે ધુંટણીએ પાડ્યા અને પ્રજાને સુખી કરી. કર્ણાટકના કેટલાક કિલેદારને હરાવી આ સરદારે કિલ્લા સર કરી શિવાજી મહારાજના મુલકમાં જોડી દીધા. આ વખતે બેલવાડી (બલ્લારી) કિલ્લે બહુ નામી હતો. તે ઇતિહાસ પ્રસિદ્ધ યેસપ્રભુ નામના સરદારના તાબામાં હતું. આ કિલ્લા ઉપર દાદાજી રઘુનાથની નજર પડી. એણે એ કિલ્લો સર કરવાનો વિચાર કર્યો અને પિતાનું લશ્કર તૈયાર કરી સાધનસામગ્રી સાથે જઈ કિલ્લા ઉપર હલ્લે કર્યો. કિલ્લેદાર બહુ કાબેલ અને કિલે પણ બહુ મજબૂત એટલે દાદાજીને એણે દાદ ન દીધી. દાદાજી કસાયેલ ખંધે વીર હતો એટલે એ પાછો ફરે એવો ન હતો. એણે કિલાને ઘેરે ઘાલ્યો. યેસપ્રભુએ કિલે બહુ હિંમતથી લડાવ્યો. દાદાજીએ અનેક અખતરાઓ અજમાવ્યા વણુ યેસપ્રભુએ નમતું ન આપ્યું. દાદાજી કસાયેલું હતું ત્યારે યેસપ્રભુ કાબેલ હતા. દાદાજી હિકમતબાજ હતા ત્યારે યેસપ્રભુ હિંમતબાજ હતો. દાદાજી શક્તિ બતાવતા ત્યારે યેસપ્રભુ યુક્તિથી એને પ્રતિકાર કરતે. એવી રીતે બંને ખંધા વીરે વાદે ચડ્યા હતા. એક બીજાની ઈજજત હેડમાં મૂકાઈ હતી એટલે એ ઘેરો બહુ આકર્ષક થઈ પડ્યો. ત્રણ માસ સુધી એ ઘેરે ચાલ્યો. આખરે દાદાજીએ યુક્તિપ્રયુક્તિથી એક માણસને ફેક્યો અને તેની મારફતે કિલ્લામાંના ઘરને આગ લગાડાવી. આગે ભયંકર રૂપ લીધું. પવન ફુકાયો અને આગ વધી પડી. આગ હોલવવામાં લશ્કરના માણસો ગુંથાયા હતા. આગને લીધે કિલ્લામાંના માણસે અવ્યવસ્થિત બની ગયા હતા એટલે પ્રથમથી જ નક્કી કર્યા મુજબ દાદાજીએ કાવવું કરી પિતાનું લશ્કર કિલ્લા ઉપર ચડાવ્યું. આ કાવત્રાથી એસપ્રભુ હિંમત ન હાર્યો. એણે તરતજ પિતાનું લશ્કર વ્યવસ્થિત કર્યું અને પોતાની ધર્મપત્ની સાવિત્રીબાઈને આખરનું આલિંગન આપીને દુશ્મન ઉપર તૂટી પડવા એ મરાઠે વીર નીકળ્યો. સાવિત્રીબાઈએ પતિને શૂર ચડાવ્યું અને રણમાં રવાના કર્યો. યેસપ્રભુએ પોતાની ટકડીને ખૂબ શૂર ચડાવ્યું અને કેસરિયાં કરી સિંહગર્જના કરતો એ વીર દાદાજીના લશ્કર ઉપર તુટી પડયો. શિવાજી મહારાજનું લશ્કર પણ યે પ્રભુના શૌર્યથી ચકિત થઈ ગયું. આખરે લડાઈમાં લડતાં લડતાં યેસપ્રભુ વીરગતિને પામ્યો. યેસપ્રભુ રણમાં પડવાના સમાચાર કિલ્લા ઉપર ફરી વળ્યા. એની પત્ની સાવિત્રીબાઈને પતિના મરણના સમાચાર મળ્યા. એ વીર સ્ત્રી સિંહણની માફક ગઈ ઉઠી, પતિના મરણથી ચુડા ભાગી સાવિત્રીબાઈ ખૂણામાં ન ભરાઈ પણ તરતજ પતિની તલવાર મંગાવી વીરનો પોષાક પરિધાન કર્યો. કમરે કટાર બાંધી પિતાના મારા પતિની તલવાર હાથમાં લઈને સાવિત્રીબાઈ રણગર્જના કરતી પોતાના યોદ્ધાઓની ટુકડી સાથે રણમાં દેડી ગઈ. યેસપ્રભુના રણમાં પડવાથી એનું લશ્કર નાસવા લાગ્યું હતું. તેને સાવિત્રીબાઈ એ અટકાવ્યું અને એમની સરદારી પિતે લીધી. સાવિત્રીબાઈને સમરાંગણમાં એક વીર યોદ્ધાની માફક લડતી જોઈ એના લશ્કરના નાસતા સિપાહીઓ શરમાયા. નાસતા સૈનિકે પાછા ફર્યા અને પાછું યુદ્ધ ચાલ્યું. સાવિત્રીબાઈ ધાડા ઉપર સવાર થઈ અને શિવાજી મહારાજના લશ્કરની એણે કતલ શરૂ કરી. યુદ્ધ જોવા જેવું જામ્યું. સરદાર દાદાજી રઘુનાથ પણ બાઈનું શૌર્ય જોઈ ચકિત થઈ ગયે. સામસામી કતલ વધી પડી. આખરે લડતાં લડતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy