SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણુ ૧૧ મું ] છે. શિવાજી ચરિત્ર પદ્મ લીધે એ પ્રાન્તના કેટલાક જમીનદારા અને જાગીરદારા મરણિયા થઈ ગયા અને એમણે યુસુફ્ખાનના જીલમમાંથી છૂટવા માટે શિવાજી મહારાજનેા આશ્રય લેવાને નિશ્ચય કર્યાં. એ જમીનદારાએ હિંમતથી નીચેની મતલબને એક પત્ર શિવાજી મહારાજ ઉપર લખ્યા. · પિડાતી પ્રજાનાં દુખા દૂર કરવા માટે, રિબાતી રૈયત ઉપરના જુલમા ટાળવા માટે, અબળાઓનાં લૂંટાતાં શિયળા સાચવવા માટે, ગરીબ ગાયની રૅસાતી ગરદને બચાવવાને માટે અને કચડાઈ રહેલી પ્રજા ઉપરના સત્તાના અત્યાચારી! નષ્ટ કરવા માટે આપતા અવતાર છે. પુણ્યાત્મા પ્રજાતી રક્ષા માટે પૈદા થાય છે. પ્રભુએ આપ જેવા પવિત્ર પુરુષને પિલાતી અને પિડાતી પ્રશ્નને જીવાડવા માટે આ લાકમાં અવતાર આપ્યા છે. આ મુલકની પ્રજા આદિલશાહી અમલદારના ત્રાસથી પાયમાલ થઈ રહી છે. આ યુસુફખાન બહુ ભૂડા અમલદાર છે. એની નજર નેક નથી. એ બહુ જુલમી છે. એના અમલ નીચે સ્ત્રિયાનાં શિયળ ભારે જોખમમાં છે. બાળકા અતે ઘરડાંઓ પણુ પિડાય છે. બધા જીવાતે હેરાનગતિ ભાગવી રહ્યા છે. આ અમલદાર અવિચારી અને અત્યાચારી છે. એના અમલમાં અમે બહુ કંટાળી ગયા છીએ. પ્રજા હતાશ થઈ ગઈ છે. આપની જ આશાએ છૂટકારાના દમ ખેંચી રહી છે. આપ કૃપા કરી આ મુલકની પ્રજાને આ જુલમીના પજામાંથી ઉગારે. ખાટકીને ખુટેથી ગાયાને છેડાવા. એવા જુલમગાર અમલદારનું નામ પણ અમારે કાને ન પડે એવા બંદોબસ્ત કરે. આપ હિંદુધર્મના રક્ષણ કરનારા છે, મ્લેચ્છોના નાશ કરવા માટે આપને અવતાર છે એટલે રક્ષણ માટે આપ તરફ દોટ મૂકી છે. અમારા મનનું ખેંચાણ આપ તરફ છે, અમે બધા આપના વખાણનારા છીએ, અમેાએ આપને સંદેશા મોકલ્યા છે, એવા શક ઉપરથી અમારે ત્યાં સત્તાવાળાઓએ ચેકી પહેરા બેસાડી દીધા છે. અમારાં અન્નપાણી બંધ કરીને, અમને અનેક રીતે હેરાન કરીતે, અમારાં બાળબચ્ચાંઓને હાડમારીમાં મૂકીને, અમને જમીનદોસ્ત કરવાના એમના નિશ્ચય દેખાય છે. અમારો ખરી સ્થિતિને ચિતાર આપની આગળ રજૂ કર્યાં છે. પ્રજાની દુર્દશાની ફક્ત ઝાંખી જ આપને કરાવી છે. મહારાજ ! પ્રજાના પ્રાણુ ગુંગળાઈ રહ્યા છે. અમારું રક્ષણ કરવા માટે, અમને બચાવવા માટે, અમને જીવતદાન આપવા માટે તાકીદે પધારા. રાતને દિવસ અને દિવસની રાત કરીને આપ આવીને અમારું રક્ષણ કરે. ' શિવાજી મહારાજના અમલદારાએ એ ગાળામાં સાજરા ગાજરા નામના નવા કિલ્લાએ બંધાવ્યા હતા અને ત્યાં પોતાના માણસા રાખીને પોતાની સત્તાનાં મૂળ ત્યાં પશુ ઊંડાં ઘાલવાને એમને ઈરાદે હતા, તે યુસુફ્ખાનને ગમ્યું નહિ અને એણે મહારાજના કિલ્લેદારાની પાસે આ કિલ્લાએ વગેરે બાંધવા માટે જવાબ માગ્યા. મહારાજના અમલદારેાએ એને માથામાં વાગે એવા જવાબ આપ્યા. જમીનદારના પત્ર મહારાજને મળ્યા એટલે મહારાજે તરત જ એને અંદેોબસ્ત કરવા માંડયો. સરદાર હુબીરજીએ જમીનદારાના ઉપર જણાવેલા પત્રની ખરેખર ઊંડી તપાસ કરી. એમણે પત્રમાં કરેલા આક્ષેપો સાચા છે કે નહિ અને સાચા હેય તેા તે કેટલે દરજો સાચા છે અને કેટલા પ્રમાણમાં મીઠું મરચું ભભરાવીને એમાં અતિશયેાક્તિ કરેલી છે વગેરેની ખરેાબર તપાસ કરી પોતાના મનની ખાતરી કરી લીધી. દિલની ખાતરી થઈ ગયા પછી હુબીરરાવે રઘુનાથપત દ્રુમ તેને અને ધનાજી જાધવને આ પ્રકરણથી બરાબર વાકેફ્ કર્યાં. જમીનદારાના પ્રતિનિધિએ આવ્યા હતા તેમને પ્રજાનું રક્ષણ કરવાની ખાતરી આપી. લોકોને હિંમત નહિ હારવાને સંદેશા મેકલી વિદાય કર્યાં. હઁખીરરાવ પાતાના લશ્કર સાથે એ મુલકમાં ગયા અને ઠેકઠેકાણે પાતાનાં થાણાં બેસાડી દીધાં. યુસુકુ માયણ્ણાને મરાઠાઓની આ કૃત્યની ખબર પડતાં જ એ બહુ ક્રોધે ભરાયા. એણે પેાતાના લશ્કરને ભેગું કર્યું અને મરાઠાઓને આદિલશાહી સમશેરના સ્વાદ ચખાડવા માટે રણે પડયો. યુસુફ્ખાનના કબજામાં બહુ જબરું લશ્કર હતું. સખ્યા પણું બહુ મેાટી હતી. હ`ખીરરાવનું લશ્કર નાનું હતું એટલે મરાઠાઓને જોતજોતામાં જમીનદાસ્ત કરી નાંખવાની યુસુખાનને ભારે ઉમેદ હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy