SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૪ ૭. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૨ ગ્ર નાયક અગિરિને હરાવી તેને ગાદી ઉપરથી ઉઠાડી મૂકી તે ગાદી તેના ખરા હકદાર ચંગમલદાસને આપવા હુકમ કર્યાં. બિજાપુર બાદશાહના હુકમ થતાંજ વ્ય કાજી રાજા ભાંસલે પોતાનું લશ્કર લઈ ને તંજાવર ઉપર ચડાઈ કરવા નીકળ્યો. અલિગિર નાયકે આ વાત જાણી અને એણે પણ સામના માટે તૈયારી કરી. વ્ય"કાજીએ તંજાવરના નાયકની તૈયારી જોઈ એટલે તંજાવર ઉપર એકદમ ધસારા કરવાના વિચાર માંડી વાળ્યો. ધસારા માટે સદ્બેગ અનુકૂળ ન હતા એટલે વ્ય`ક્રાજીએ પેાતાની ચડાઈની રચના બદલી. ધસારા કરવાના વિચાર માંડી વાળ્યે પણુ પોતે પોતાના લશ્કર સાથે અગિરિના મુલકની સરહદ ઉપર તકની રાહ જોતા કરતા રહ્યો. વજીર વ્યકાણા બહુ છૂપી રીતે, ત ંજાવરના રાજ્યકારભારમાં મુખ્ય વજીર રહીને આ બાજી ખેલી રહ્યો હતા. એનું નસીબ ફૂટયુ' હતું. અંદર રહીને આ નિમકહરામ મંત્રીએ તંજાવર રાજ્યની ઈમારત એક ધક્કે પડી જાય એવી પેાલી કરી નાંખી હતી. અલિંગિર નાયકને જમીનદોસ્ત કરવા માટેની બધી તૈયારીએ અંદરખાનેથી વ્યંકાણાએ કરી એટલુંજ નહિં પણ છૂપું કાવત્રું રચીને વ્યકાળને તંજાવરને ધેરા ઘાલવાની છૂપી સૂચના મેાલી. વ્યાજી તા વાટ જોઈ રહ્યો હતા. વ્યંકાÇા તરફથી ઈસારા થતાંજ એણે તંજાવરને ઘેરા બ્રાહ્યા. આ ધેરાથી અલિંગિર ગભરાયા અને એણે કુમક માટે મદુરાના નાયકને વિનંતિ કરી. મદુરાના નાયક અને તજાવરના નાયક વચ્ચે વેર હતું છતાં ગઈ ગુજરી ભૂલી જઈને આ વખતે મદદ કરવા અગિરિએ વિનંતિ કરી. અલગિરિની નમ્ર વિનંતિ છતાં તંજાવરવાળા એકના બે ન થયા. તંજાવર નાયક તા અગિરિના રાયતામાં રાજી હતા. કાઈ એની કુમકે ન આવ્યું. વ્યંકાના હલ્લા એને બહુ ભારે થઈ પડયો, અનેક પ્રયત્ના કર્યાં, યુક્તિઓ ચાજી પણુ અલગિરિ હિંમત હારી ગયા. આખરે નાસી જઈ જાન બચાવવાના વિચાર કરવાના બિચારાને વખત આવી પડયો. નાસી જવાનેા નિશ્ચય કરી અલગિરિ નાયક પેાતાના કુટુંબકબીલાને અને પોતાના ખાસ વિશ્વાસના વફાદાર માણસને સાથે લઈ રાત્રિના સમય સાધી તંજાવરથી નાસી ગયા અને ડૈસુરમાં જઈ ભરાયા. તંજાવરનું આખું રાજ્ય આ રીતે બકાજીના હાથમાં આવ્યું. બિજાપુરના ખાદશાહના ફરમાન મુજબ વ્યÝાજીએ ચંગમલદાસને તંજાવરની ગાદી ઉપર .ખેસાડ્યો અને વ્યંકાણ્ણાને એ સમારંભની જવાબદારી સાંપી. જે ખાઇએ ચંગમલદાસને ઉછેરીને મેટા કર્યાં હતા તે ખાઈએ વિજયરાધવ નાયકે ક્યાં ક્યાં ધન દાટી મૂક્યું હતું તે જગ્યા બતાવી. દાટેલું ધન ખેાદી કાઢવામાં આવ્યું. ૨૬ લાખ પેગાડા અને ઝવેરાત મળ્યું. બ્યુકાજીરાજા માંસલેએ કરેલી મહેનત માટે એના ઉપકાર માનવામાં આવ્યા અને એની મદદની કદર કરવા માટે ચગમલદાસે વ્યકાળ રાજાને ખૂબ ધન અને ઝવેરાત આપી રાજી કર્યાં. આ ઉપરાંત એને કુંલાકાતમ, મજાર, કાવીલ અને પાપનાશમ જિલ્લાની મહેસુલી આવક વ્યકાળને લશ્કર રાખવા માટે બાંધી આપી. ચગમલદાસ કંઈ સારા શુકન જોઈને ગાદીનશીન થયા ન હતા. એ ગાદી ઉપર બેઠા ત્યારથી જ એના દરબારમાં ઝગડા ઉભા થયા હતા. નેગાપટ્ટમાં જે વેપારીને ત્યાં ચંગમલદાસને ઉછેરીને મેટા કર્યાં હતા તેણે, ભારે દખાણુ કર્યું. વ્યંકાણ્ડા કે જેણે બધી મહેનત લઈ આ રાજગાદી અપાવી હતી એ પેાતે પ્રધાન થવા ઈચ્છતા હતા. જેણે બિજાપુર જઈ દરબારના સૂત્રધારેને સમજાવી મનાવી ચંગમલદાસને માટે મદદ મેળવી, જેણે અલિબિરને ગાદી ઉપરથી દૂર કરવા માટે અનેક કાવત્રાં રચ્યાં, જેણે યંકાજી રાજાને છૂપો સંદેશ મોકલી તાવરને ધેરા ધણાવ્યા અને જેને ચંગમલને રાજગાદી અપાવવા માટે માજીસ જે પ્રયત્ન કરી શકે તે બધા કર્યાં અને અંતે ગાદી અપાવી તે માણસ મુખ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy