SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - 3 છે. શિવાજી ચરિત્ર ૫૫૩ હતી. ઘડે કાળ તે એ પદ્ધતિ એણે ચલાવી પણ પાછળથી અલગિરિએ તંજાવર પ્રાંતની સીલીની રકમ મદરે મોકલવાનું માંડી વાળ્યું. ધીમે ધીમે એ પદ્ધતિ એણે તદ્દન બંધ કરી દીધી. આ પદ્ધતિ બંધ કરીને એ અટક્યો નહિ. મદુરાના નાયક સાથે વહેવારની પદ્ધતિમાં પણ એણે ફેરફાર કરવા માંડયો. બધા ફેરફાર બહુ ખૂબીથી અને છૂપી રીતે એણે અમલમાં આણ્યા હતા. ધીમે ધીમે મદુરાના નાયક સાથેના પત્રવહેવારમાં અલગિરિએ પોતે જાણે તંજાવરને સ્વતંત્ર રાજા હોય એવી રીતને દેખાવ કરવા માંડ્યો. ગમે તેટલી ખૂબીથી અને ચાલાકીથી મહત્ત્વને ફેરફાર કર્યો હોય તે પણ તે સામાના ધ્યાન ઉપર આવ્યા વગર રહે જ નહિ. મદરાના નાયકના દરબારના મુત્સદ્દીઓએ આ વાત તરત નાયકના ધ્યાન ઉપર આણી. મદુરાના નાયકે અલગિરિને ઠપકાને પત્ર લખ્યો પણ અલગિરિએ એને કહ્યું ન આપ્યું. મદુરાનો નાયક ચેકન્નાથ આથી બહુ ક્રોધે ભરાયો. અલગિરિ ઉપર લશ્કર મોકલવાને એણે વિચાર કર્યો પણ એના મંત્રીઓએ સ્થિતિ અને સંજોગે પ્રતિકૂળ હોવાને લીધે આ સાહસ ન ખેડવા એને સમજાવ્યો. અલગિરિએ તંજાવરના જૂના નાયક વિજયરાઘવના વખતના કેટલાક જવાબદાર અમલદારાને તેમની મહત્વની અને જવાબદારીની જગ્યાએ જ રાખ્યા હતા. લંકાણા નામને જાને અમલદાર અલગિરિને મંત્રી બની બેઠે હતે. એણે પિતાની સત્તા આ નાયકના વખતમાં ખૂબ વધારી હતી. એણે પિત્તાના મૂળ ઊંડા ઘોલવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. હાથમાં સત્તા હેવાને કારણે કેટલેક દરજે એ પિતાની સત્તા મજબૂત કરવામાં કાવ્યો પણ હતા. અલગિરિ નાયકની સરી એને ખૂંચતી હતી. તે ગમે તે પ્રકારે ગમે તેવી ખટપટા કરીને અલગિરિ નાયકની પડતી આણવા તૈયારીઓ કરી રહ્યો હતો. અલગિરિને શી રીતે પાઠવે એની એજનાઓ યોજી રહ્યો હતો. તપાસ કરતાં એને અચાનક ખબર મળી કે જના નાયક વિજયરાઘવના પુત્ર મનોરદાસને ચંગમલદાસ નામનો એક નાનો છોકરો હતો, તેને આ લડાઈ વખતે જાન બચાવવા માટે યુતિથી ખસેડી દેવામાં આવ્યો હતો અને તેને તેગાપટ્ટણમાં એક વેપારીને ત્યાં પે રાખવામાં આવ્યા હતા. ચંકારણને આ વાતની ખબર મળી. એ જબરે મુત્સદ્દી હતા.એણે પિતાની મુરાદ બર આણવા માટે આ નવી ખબરને પૂરેપુરો ઉપયોગ કરવાનો નિર્ધાર કર્યો. મુદ્દો હાથમાં આવ્યું વખત ગુમાવે એ ઢીલ બૅકારણું ન હતું. એણે વખત ગુમાવ્યો નહિ. તરતજ આ બાળકની તપાસ માટે છૂપા માણસે કામે લગાડી દીધાં. પૂરેપુરી અને સાચી હકીકત હાથમાં આવતાં જ એણે એ બાળકને તથા જે બાઈના હવાલામાં એ છોકરે તે તેને બન્નેને પિતાના કબજામાં લીધા અને એમને લઈને એ બિજાપુરના સુલતાન પાસે આ બાળકને એની ગાદી પાછી અપાવવાના કામમાં મદદ કરવાની અરજ કરવા ગયે. બિજાપુરના દરબારમાં એણે મુત્સદ્દીપણાથી પિતાની હકીક્ત રજૂ કરી અને બિજાપુર સત્તાવાળાઓનાં મન પિતા તરફ ખેંચી લીધાં. આ છોકરાની કુમક કરવામાં બિજાપુર સરકાર બહુ ન્યાયનું કામ કરશે, આ છોકરાને ગાદી અપાવવાના કામમાં આ સરકાર વચ્ચે પડવા ના પાડશે તે જગતની આંખમાં આ સત્તા અન્યાય કરી રહી છે એવું માનવામાં આવશે એની એણે દરબારના સૂત્રધારની ખાતરી કરી આપી. આ વખતે બિજાપુર દરબારમાં બંકા રાજા ભોંસલે એક નામીચા લશ્કરી અમલદાર હતા અને આદિલશાહીના મુખ્ય સરદારોની પંક્તિમાં સિંહાજી રાજાની સેવા અને કીતિને લીધે એને ગણવામાં આવતું. લંકાણાની દલીલથી દરબારનું વલણ ચંગમલદાસ તરફનું થયું અને એને મદદ કરી ગાદી અપાવવી એ ન્યાયનું કામ હતું અને તે સુલતાને કરવું જોઈએ એવું દરેકને લાગ્યું તેથી એ કામ માટે લાયક સરદાર ખાળવા માંડ્યો. દરબારના મુત્સદ્દીઓએ આ કામ માટે વ્યાજી રાજા ભોંસલેની પસંદગી કરી. સુલતાને લંકાછરાજાને બોલાવ્યો અને તંજાવર ઉ૫ર ચડાઈ કરી 70 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy