SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૯ ] છે. શિવાજી ચરિત્ર પ્રધાનપદની આશા રાખે એ વાજબી હતું, પણ એ ચંબમલદાસે ન કર્યું એટલે વંકાણનો મિજાજ ગયો. જેણે ગાદી અપાવી તેને ઉપકાર ચંગમલદાસ તરત જ ભૂલી ગયો એટલે એને ઘણું લાગી આવ્યું. એ રાજા સામે ખૂબ ઉશ્કેરાયો. પિતાની ધારી બાજી પેશ ન ગઈ એટલે એણે આ રાજાને પદભ્રષ્ટ કરવાનાં કાવત્રાં રચવા માંડ્યાં. બિજાપુર સુલતાનના ફરમાન મુજબ અલગિરિને હરાવી યંગમલદાસને તંજાવરની ગાદીનો નાયક બનાવી બંકા રાજા ભેસલે પિતાના લશ્કર સાથે કુંભાનમમાં છાવણી નાંખીને પડ્યો હતો. બૅકારણ તંજાવરથી કંભાકાનમમાં ગયો અને ચંગમલદાસની સામે કડવી ફરિયાદ કરી. ચંગમલદાસે ગાદી ઉપર આવ્યા પછી એને દગો દીધો છે અને એ અપમાન એને અસહ્ય થઇ રહ્યું છે વગેરે વાતો જણાવી એણે વ્યંકાજી રાજાને તંજાવર ઉપર ચડાઈ કરી તે છતી લેવાની વિનંતિ કરી. આ આમંત્રણ બહુ લલચાવનારું હતું. પણ વ્યકજીએ ઊંડો વિચાર કરી આ પ્રશ્નને તપાસી જોયો. વ્યંજીએ બૅકારણાને કઈ પણ રીતનો જવાબ ન આપતાં એને અદ્ધર રાખે. લંકાણાની બધી વાતો સાંભળ્યા પછી તંજાવર ભારે નુકસાન વગર જીતી શકાય એમ છે એની ખાતરી થઈ પણ આ કન્ય બિજાપુરના સુલતાનને ગમશે નહિ અને એ સિંહને છેડવાની એની ઈચ્છાએ ન હતી અને શક્તિ પણ ન હતી. બિજાપુરને નારાજ નહિ કરવાના મુદ્દા ઉપર એણે તંજાવર સર કરવા જવાનો વિચાર માંડી વાળે હતો, છતાં બૅકારણનું આમંત્રણ નહિ સ્વીકારવાનું એણે એને જણાવ્યું નહિ. આ કામ ખળબે નાંખી જે કંઈ રસ્તો જડી આવે તે આ સુંદર તક ન જવા દેવી એવો લંકેજીને વિચાર હતો. કંઈક રસ્તે નીકળી આવશે એ આશાએ બેંકોજી બેઠા હતા. વંકાણા પણ એના તરફથી એ સંબંધમાં આખરી નિર્ણય જાણવા આતુરતાથી વાટ જોઈ રહ્યો હતો એવામાં બિજાપુરનાં સુલતાનના અવસાનના સમાચાર વ્યકેજીને મળ્યા એટલે રાજકીય વાતાવરણ બદલાયું. લંકાએ તંજાવર ઉપર ચડાઈ કરવાનો નિશ્ચય કર્યો. બૅકારણને આગ્રહ ચાલુજ હતા. જેમ જેમ બૅકેજીએ પ્રશ્ન તરફ બેદરકારી બતાવતો જતો તેમ તેમ બંકાણુની આતુરતા વધતી જતી હતી. ભારે આગ્રહને અંતે બૅકેજીએ તંજાવર ઉપર ચડાઈ કરવાનું કબુલ કર્યું. એણે તે બૅકેજીને વચન આપ્યું હતું કે ભારે જોખમ ખેડ્યા સિવાય અને જાનમાલનો નાશ અને ખુવારી સિવાય તંજાવર શરણ થાય એવી ગોઠવણ કરું છું. બૅકેજીએ તંજાવર ઉપર ચડાઈ કરવાનું વચન આપ્યું. બૅકારણે આ બધું નક્કી કરી કુંભાકાનમથી તંજાવર ગયે. જતી વખતે બૅકેજી સાથે ચડાઈ કરવાનો દિવસ અને તે સંબંધી બીજી અનેક મહત્વની બાબતો વિવેચન કરી નક્કી કરતો ગયો. લંકાણાએ ચંગમલદાસ, તેના પ્રધાન અને મુત્સદ્દી મંડળની શક્તિનું માપ કાઢયું હતું. એ એમની નબળાઈઓ બરોબર જાણતા હતા. એણે નાયક ચંગમલદાસને, તેના મંત્રી મંડળને, દરબારના બીજા જવાબદાર માણસને બંકા રાજાની તંજાવર ઉ૫ર ચડાઈને, તે માટેની તેની તૈયારીના, તંજાવર અને તે રાજ્યનો નાશ કરવાની યોજનાના અને તંજાવરના નાયકને મૂળમાંથી ઉખેડી તેને જમીનદોસ્ત કરવાના કાવત્રાંના અતિશયોકિત ભરેલા અને ગભરાવી નાંખે એવા સમાચાર કહ્યા. બાળરાજા, પ્રધાન તથા બીજા બધા આ સમાચાર સાંભળીને ગભરાઈ ગયા, વંકાણું જે અસર કરવા ધારતે હતા તે અસર થઈ અને એના પાસા પિબાર પડવા. કેજી આવ્યાના સમાચાર ચંગમલદાસને મળતાંજ એ ગભરાઈ ગયું અને તેના વિકાદાર અમલદાર તંજાવરથી નાસી ગયા અને અરીયાલુરના કિલ્લામાં ભરાયા. બૅકેજી રાજાએ તંજાવર ઉપર ચડાઈ કરી અને તંજાવર સર કર્યું. વ્યંકાણાએ કહ્યા પ્રમાણે ખાસ નુકસાન વગર જય મળે. તંજાવરનું રાજ્ય વ્યંજીએ કબજામાં લીધું અને વ્યંકાણની લાગવગને પૂરેપૂરો ઉપયોગ કરાવી રાજ્યમાં સર્વત્ર શાન્તિ સ્થાપી. આ બધું થયું પણ લંકાણાનું તકદીર તે ફૂટેલું જ રહ્યું. જેણે પિતાના માલીકની સાથે બેઈમાની કરી, એમને રાજગાદી ઉપરથી ખેંચી કઢાવ્યા તે નિમકહરામી કેની સાથે કઈ વખતે વિશ્વાસઘાત કરશે તે ન કહેવાય માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy