SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણુ ૯ મ સાથે રહેતી. આ સ્રી સિંહાજી રાજાની માનીતી સ્ત્રી મનાઈ છે. મહારાજના જીવનની શરૂઆતમાં શિવાજી મહારાજે સૂપા ઉપર સવારી કરી હતી તે વખતે ત્યાં શંભાજી મેાહિત કરીને સરદાર સિંદ્ધાળ તરફથી સપાના મુખ્ય અમલદાર હતા. તેણે શિવાજી મહારાજની આણુ સ્વીકારવાની ના પાડી હતી. તે શંભાજી માહિતની બહેન તુકાબાઈ શિવાજી મહારાજની સાવકી માતા થતી હતી. ઈ. સ. ૧૬૬૨માં સિદ્ધાજી રાજા અને શિવાજી મહારાજા જ્યારે મેળાપ થયા ત્યારે આ તુકાબાઈ અને તેને વ્યકાળ રાજા સિંહાજી રાજાની સાથેજ આવ્યેા હતા. આ વ્યકાજીરાજા ભોંસલે સિંહાજી રાજાના તુકાબાઈથી થયેલા પુત્ર હાઈ શિવાજી મહારાજને સાવકા ભાઈ થતા હતા. કાજીરાજા એ સિંહાજી રાજાના ત્રીજો છોકરો હતા. સૌથી મોટા શ′ભાજી અને તેનાથી નાના શિવાજી મહારાજ હતા. " ઈ. સ. ૧૬૭૪માં સિ’હાજી રાજા ભોંસલે મરણ પામ્યા. મરણુ સમયે એમણે પેાતાના નાના છોકરા વ્યકાળ રાજા ભોંસલેના કબજામાં દક્ષિણુની જાગીર મૂકી હતી. સિંહાજી રાજાએ બહુ મોટી જાગીર આદિલશાહીમાં મેળવી હતી. એક રાજાના જેટલી આવકની આ જાગીર હતી અને એક રાજ્યની માફકજ એની વ્યવસ્થા ચાલી રહી હતી. આ બગીરના મુલકની રાજધાની પહેલાં એગલેરમાં હતી અને પછી તજાવરમાં લઈ જવામાં આવી હતી. શિવાજી રાજા એ સિંહાજી રાજાના પાટવી કુંવર હતા પણ એમને પૂના તરફની બહુ નાની જાગીર આપવામાં આવી હતી. આ વ્યં કાજી રાજા ભોંસલે આદિલશાહી તરફથી શિવાજી મહારાજના લશ્કર સામે ધણી વખત લડાઈમાં ઉતર્યાં હતા. વ્યકાળ રાજા ભોંસલેના કબજામાં તંજાવર શી રીતે આવ્યું તે જાણુવા માટે ખાસ કરીને તંજાવર અને મદુરાના નાયકાના ઇતિહાસ તરફ નજર નાંખવી પડશે. એના લાંબા ઇતિહાસમાં ન ઉતરતાં ભલે ટૂંકમાં પણ જણાવીશું. તંજાવર અને વ્યકાજી રાજા ભોંસલેની કાંઈક માહિતી શ્રી. આર. સત્યનાથ આયરે (ત્રિચિનાપલ્લીની સેન્ટ જોસ કૉલેજના ઇતિહાસના પ્રેફિસર ) Nayaks of Madura નામના પુસ્તકમાં આપી છે તેના ટૂંક સાર નીચે પ્રમાણે છે:— મદુરા અને તંજાવરના નાયકાની વચ્ચે બહુ જૂના વખતથી અણુબનાવ હતા. તંજાવરના નાયકાના મૂળ પુરુષોમાંના એક શિવાપ્પા નાયકના લગ્ન સબંધ વિજયનગરના રાજકુટુંબની કન્યા જોડે થયેા હતા તેથી આ નાયક્રા પેાતાના કુળ માટે મગરૂરી બતાવતા. મદુરાના નાયકા તંજાવરના નાયકાને આ ગ સાંખી ન શક્યા. ખીજી એમ પણ વાત કહેવાય છે કે ત ંજાવરના નાયકકુટુંબની એક રાજકન્યા જે મદુરાના તીરુમલ નાયક જોડે પરણાવી હતી, તેને એ નાયકે એ બાઈના મગરૂરીભર્યાં ખેલ માટે મારી નાંખી. જ્યારે ચેાકન્નાથ નાયક મદુરાને નાયક હતા ત્યારે વિજયરાધવ નાયક તજાવરતા નાયક હતા. મદુરાના નાયકે તંજાવરની રાજકન્યા માટે માગણી કરી. વિજયરાધવે એ માગણી સ્વીકારી નહિ, કારણુ તાવરની એક રાજકન્યાની દુર્દશા મદુરાના નાયકે કરી હતી. હેસુરવાળા મદુરાના નાયકને સતાવી રહ્યા હતા, તેમાં તંજાવરના નાયકને હાથ છે એવા વહેમ મદુરાવાળાના હતા અને અંતેના હૈયામાં બળતરા ન હતી, તે વિજયરાધવે કન્યા આપવાની ના પાડ્યાથી ભડકી ઊડી. ચાકન્નાથે તંજાવર ઉપર લશ્કર માકલ્યું. અને વચ્ચે યુદ્ધ થયું. તંજાવરનું લશ્કર હાર્યું. વિજયરાધવ અને એને છેકરી રણમાં માર્યા ગયા. ચાકન્નાથે પોતાના દૂધભાઈ અલિંગિર નાયકના કબજામાં તંજાવર સોંપ્યું. અલિંગિર નાયકે રાજકારભાર બહુ સુંદર રીતે ચલાવ્યો, શાન્તિ સ્થાપી અને પોતાની સત્તાનાં મૂળ ધીમે ધીમે ખૂબ મજબૂત કર્યાં. અિિગર જખરા મહત્ત્વાકાંક્ષી હતા. એની મહત્ત્વાકાંક્ષા કઈ જેવી તેવી ન હતી. એને તેા તંજાવરના રાજા થવાની ઇચ્છા થઈ. પેાતાની મહત્વકાંક્ષા પૂરી કરવા માટેના પ્રયત્ના એણે શરૂ કર્યાં. તંજાવરની આવક ખરચ બાદ જતાં દરવરસે મદુરે મેકલવાની પદ્ધતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy