SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ : ૩ છે. શિવાજી ચરિત્ર આ લાઈમાં મરાઠાઓએ અસાધારણ હિંમત બતાવી હતી. દુશ્મનનું દસ હજર સિપાહીઓનું દળ હતું છતાં ૫૦ મરાઠાઓએ એમના ઉપર હલ્લો કર્યો અને પિતાના માણસોમાંથી બહુ માણસે કપાઈ ગયા છતાં પાછાં પગલાં ન ભર્યા એ મરાઠાઓની હિંમત અને શૌર્યની સાબિતી આપે છે. મરાઠાઓમાં ભારે જ પ્રગટી નીકળ્યો હતો છતાં મુસલમાનોની બહુ મોટી સંખ્યા હોવાથી મરાઠાઓ આખરે હાય. આ લડાઈમાં મરાઠાઓના ઘણા યોદ્ધાઓ રણમાં પડયા. પ્રકરણ ૬ હું ૧. બજાજ નિંબાળકરને મુગલેએ મહ. | ૪. આદિલશાહી સાથે યુદ-૫ન્ફળા મરાઠાના 'કબજામાં. ૨. શિવનેરી આગળ મરાઠાઓની હાર. ૫. હુબળની લૂંટ. છે. ગેવળતા પાસેથી મરાઠાઓએ ખંડણી | ૬. કાવા, અકેલા અને શિવેશ્વરનાં થાણાં લીપી શિવાજીએ સર કર્યા. ૭. દુશ્મને ના ઘણા કિલ્લા કબજે કર્યા. ૧. બજાજી નિ બાળકરને મુગલેએ ફેડ્યો. 104 વાજી મહારાજનું બળ તોડવા માટે મુગલે અનેક યુક્તિએ રહ્યા હતા. ઘણા અખતરા 5 અજમાવ્યા પણ મુગલો પૂરેપુરા ફળીભૂત નહોતા થયા. મહારાજના સરદારની વફાદારી અને નિમકહલાલીની ઠેકઠેકાણે પ્રશંસા થતી હતી છતાં મુગલે મહારાજના સરદારને ફડવાના પ્રયત્ન તે કર્યા જ કરતા હતા. વગવસીલાવાળા અને ભાદાર મરાઠા સરદારને શિવાજી મહારાજથી જુદા પાડવા માટે મુગલોના પ્રયત્ન ચાલુ જ હતા. લાંચ આપીને, જાગીરો અને સત્તાની લાલચો બતાવીને મહારાજના વફાદાર સરદારને ફેડવાનું કામ મુગલે બહુ કુશળતાથી કરી રહ્યા હતા. બજાજી નિંબાળકર જેના સંબંધમાં પાછલા એક પ્રકરણમાં હકીકત આવી ગઈ છે, જેના ઉપર બિજાપુર બાદશાહે અત્યાચાર કર્યો હતો અને જેને જોરજુલમથી વટલાવી મુસલમાન બનાવ્યો હતો. જેની શુદ્ધિ કરીને પાછો હિંદુ ધર્મમાં લેવા માટે મહારાજે ભારે પ્રયાસ કર્યા હતા અને જેને શુદ્ધિ કર્યો પછી એક સાચા સુધારક તરીકે શુદ્ધિની હિલચાલને ઉત્તેજન આપવા માટે મહારાજે પોતાની દિકરી બજાજી નિંબાળકરના દિકરા મહાદાજી નિંબાળકર સાથે માતા જીજાબાઈની સૂચનાથી પરણાવી હતી, તે શિવાજી મહારાજના વેવાઈ બજાજ નિબાળકરને, મુગલોએ મેટી મનસબની ભારે લાલચ આપી મહારાજથી દૂર કરી પિતામાં મેળવી લીધે. ૨. શિવનેરી આગળ મરાઠાઓની હાર મરાઠાઓ ડુંગર અને ખીણમાં ભરાઈ બેસતા અને દુશ્મન ઉપર અચાનક હુમલા કરતા. મરાઠાઓની ઉત્તરના દુશ્મનોને થકવવાની આ પદ્ધતિ હતી અને આ પદ્ધતિ એમણે અનેક ફેરા અજમાવી દુશ્મનને થકવ્યા હતા. મહારાષ્ટ્રની કુદરતી રચના પણ મરાઠાઓને એમની લડાઈમાં મદદ કરી રહી હતી. અચાનક હુમલા અને છાપાઓની પદ્ધતિથી મુગલે થાકી ગયા હતા. મરાઠાઓની આ પદ્ધતિને પહોંચી વળવા માટે શાં પગલાં લેવાં તેને બહાદુરશાહ વિચાર કરી રહ્યો હતો. આખરે મરાઠાઓને પહોંચી વળવા માટે એણે રસ્તો શોધી કાઢ્યો. મરાઠાઓને અટકાવવાને માટે મુખ્ય મુખ્ય 66 Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy