SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪ ૭. શિવાજી ચરિત્ર [ પ્રકરણ : કું રસ્તાઓ ઉપર અનુકુળ સ્થળે લશ્કરની ટુકડીઓ ગોઠવવાની યુક્તિ મુગલાએ શોધી કાઢી. પતા અને ડુંગરા ઉપર તાપે ચડાવી. તેને ઉપયોગ કરી મરાઠાઓને દાખી દેવાનું ખાદ્શાહે નક્કી કર્યું હતું. બહાદુરખાને આ યુક્તિ રચી પણ દિલેરખાનને આ યેાજના જરાઐ પસંદ પડી નહિ. એને તા મરાઠાઓની સાથે લડાઈ કરીને એમને દાબી દેવા હતા. ચાકણુને કિલ્લા આ સરદારે કબજે કર્યાં હતા એટલે એ વિજયગથી બહેકી ગયા હતા. મરાઠાએની સામે ચાકણુમાં એણે કરેલા પરાક્રમાને લીધે એના મગજમાં રાઈ ભરાઈ હતી. બહાદુરખાન ઉછાંછળા ન હતા, એ કુનેહબાજ હતા. એ મરાઠાઓની શક્તિ, એમનું બળ, એમની હિંમત અને એમના શૌર્યથી પૂરેપુરા વાકે હતા. જેવી રીતે દિલેરખાનને બહાદુરખાનની યુક્તિ પસંદ પડી નહિ તેવી જ રીતે દિલેરખાનના વિચાર। .બહાદુરખાનને જરાએ રુમ્યા નહિ. બહાદુરખાને પોતાની યેાજના મુજબ પતા અને ડુંગરાઓ ઉપર તે પે ચઢાવી અને ગાઠવી દીધી અને મરાઠા લશ્કરને એ ગાળામાં છૂટથી આમતેમ જતાં આવતાં અટકાવી દેવાના લાટ ક્યો. મરાઠાઓ આ વ્યૂહ સમજી ગયા અને એમણે પણ એમને કાક્રમ બદલી નાંખ્યા. મરાઠાઓ ખાનદેશ ઉપર ચડાઈ કરી ખાનદેશ સર કરી લેવાની તૈયારીઓ કરી રહ્યા હતા. ખાનદેશ સર કરી પછી મરાઠાઓ બીજો કાર્યક્રમ ધડવાના હતા પણ એમને બહાદુરખાનના વ્યૂહની ખબર પડતાં જ એમણે પેાતાનેા ખાનદેશ ઉપર ચડાઈ લઈ જવાના વિચાર માંડી વાળ્યો અને મરાઠા સેનાપતિએ પેાતાના લશ્કરની જુદી જુદી ટુકડીઓ બનાવી જુદા જુદા જવાબદાર અમલદાશને સાંપી અને એ ટુડીઓ અહમદનગર અને ઔરંગાબાદના ગાળામાં મુગલ મુલકા લૂંટવાનું અને જીતવાનું કામ કરવા લાગી. મુગલ મુલકાને હેરાન કરતી છૂટી છવાઈ મરાઠાઓની ટુકડીઓને દાબી દેવા માટે બહાદુરખાને લશ્કર મેાકલ્યું પણ તેમાં મુગલા ક્ાવ્યા નહિ. મરાઠાઓએ પછી તરતજ પૂના જીલ્લામાં દેખા દીધા. બહાદુરખાન ત્યાં જઈ પહેાંચ્યા. મરાઠાઓને પકડી પાડ્યા અને તેમની સાથે લડાઈ કરી તેમના પરાજય કર્યાં. આ જીત પછી બહાદુરખાને ભીમા નદીને ઉત્તર કિનારે ચામરગુંડાથી ૮ માઈલ દૂર આવેલા પેડગાંવ ગામે પડાવ નાંખ્યા. આ સ્થળે બહાદુરખાનના મુકામ ઘણા વર્ષો સુધી રહ્યો હતા. આ સ્થળે એણે એક કિલ્લો બાંધ્યા હતા જે બહાદુરગઢને નામે પ્રસિદ્ધ છે. બહાદુરગઢ એ બહુ મહત્ત્વને કિલ્લા હતા. શિવનેરીના કિલ્લા પણ મહત્ત્વના હતા. એ મુગલાના હાથમાં હતા. એ કિલ્લા બજે કરવાની મહારાજતી ખાસ ઈચ્છા હતી. આ કિલ્લા મુગલાના કબજામાં હાવાથી મરાઠાઓને ભારે અડચણ વેઠવી પડતી હતી. ઉત્તર કાંકણમાંથી મુગલ મુલકા ઉપર મરાઠાઓને ચડાઈ કરવી હાય તા શિવનેરીના કિલ્લે એમને નડતા હતા. આ ઉપરાંત આ કિલ્લા એ મહારાજનું જન્મસ્થાન હતું એટલે એને કાજે લેવાની મહારાજની ખાસ ઉત્કંઠા હતી. આ વખતે એટલે ઈ. સ. ૧૬૭૩માં શિવનેરીને કિલ્લેદાર અબદુલ અઝીઝખાન હતા. દક્ષિણુના મુગલ અમલદારામાં અબદુલ અઝીઝ એક બ્રાહ્મણના દિકરા હતા. આ બ્રાહ્મણ વટલાઈને મુસલમાન બન્યા હતા. આ વટલેલો અબદુલ અઝીઝ બહુ હોશિયાર અને કાવાદાવામાં પાવરધા હતા. રાજદ્વારી કુનેહમાં એ મરાઠાઓની સામે ખરેખર પાસા ખેલે એવેા હતેા. મહારાજે એને ફાડવાના પ્રયત્ન કર્યાં. એ પણુ મહારાજને આબાદ છેતરી જાય એવા કાખેલ અને કુનેહબાજ હતા. એણે અઢળક દ્રવ્ય લઈ કિલ્લો મહારાજને સોંપવાનું કબુલ કર્યું અને મહારાજ પાસેથી લેવાય તેટલું ધન લીધું અને આ બધી બાબત છૂપી રીતે બહાદુરખાનને જણાવી એને સાવધ રાખ્યા હતા. પછી મહારાજની સાથે અમુક દિવસે કિલ્લાના કબજો લેવા માટે માણસને માકલવાની ગાઢવણુ કરી અને તે દિવસની બહાદુરખાનને ખબર આપી. આ બધી બાજી એણે બહુ સાવધાનીથી ગાઠવી હતી. કાઈ તે એની શંકા આવે એવું ન હતું. મહારાજે નક્કી થયા મુજબ પેાતાના લશ્કરમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy