SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ પામ તા જ મરાઠાઓને પકડી પડાય એમ હતું એટલે બહાદુરખાને પાતાની સાથેના વજનદાર સામાન ખીડ મુકામે મૂકી બનતી ઝડપે એ રામગીર હ્લિા નજીક આવો પહેોંચ્યા. મુગલાએ રસ્તા કાપવામાં ભારે ઝડપ બતાવી હતી. મરાઠા લશ્કરની ટુકડીઓ કાર્યક્રમ નક્કી કર્યાં મુજબ વરાડ પ્રાંતમાં પેઠી અને તૈલંગણુમાં પશુ મુગલ મુલક્રા લૂંટવાને સપાટ ચલાયો. રાખ્યું હતું. બહાદુરખાન મરાઠાઓની પૂરું પડયો છે એની એમને ખબર મળી હતી. મુગલા પાછળ પડયા હતા તેની ખબર પડવાથી મરાઠાઓ બહુ સાવધાનીથી પેાતાનું કામ કરી રહ્યા હતા. મુગલાને ભૂલથાપ આપીને એમણે પેાતાનું કામ જારી જ રાખ્યું હતું. જ્યારે બહાદુરખાન નજીક આવી પહોંચ્યા અને જ્યારે મરાઠાઓને લાગ્યું કે હવે સંજોગા બદલાયા છે અને બાજી પ્રતિકૂળ બનતી જાય છે ત્યારે તેઓ પાછા ફર્યા પણ મુગલાને ભૂલથાપ આપવાનું ! એમણે ચાલુ જ મુગલાને મરાઠાઓની હિલચાલની ખબર મળી એટલે એ પણ ઇંદુર ઉર્ફે નિઝામાબાદને માગે પાછા ફર્યાં. પાછા ફરતાં બહાદુરશાહે દિલેરખાનની શીખવણીથી કુતુબશાહીના કેટલોક મુલક લૂછ્યો. મરાઠાઓએ પોતાના લશ્કરના એ ભાગ કરી દીધા હતા. લશ્કરના બે ભાગ પાડી મરાઠાએ એ દિશામાં આગળ વધતા જતા હતા. આ એ ભાગમાંથી એક ભાગ ગેાવળકાંડા રાજ્યમાં ગયા અને બીજો ચાંદા તરફ ચાલો ગયા. “ ઊંટે કર્યા ઢેકા તા માણસે કર્યાં ટેકા ” એ કહેવત પ્રમાણે મુગલોએ વર્તન કર્યું. અહાદુરખાન કઈ કામેા ન હતા. એણે પણ પેાતાના લશ્કરના એ ભાગ પાડવા. એક ભાગની સરદારી બહાદુરખાને તે લીધી અને બીજો ભાગ લેરખાનની સરદારી નીચે સાંપ્યા. આવી રીતની ગાઠવણુ કરી આ એ સુગલ સરદારી મરાઠાઓની અને ટુકડીઓની પૂરું પાડ્યા. ૭ આતુર આગળ ઝપાઝપી. મરાઠાઓની જે ટાળી ગાવળકાંડા રાજ્યમાં ગઈ હતી તેની પૂરું દિલેરખાન પડયો હતો અને ચાંદા તરફ શ્યાગળ વધતી જતી મરાઠાઓની સેનાની પૂઠે બહાદુરખાન પતે પડ્યો હતા. મરાઠા અને મુગલે બન્ને ઔરંગાબાદથી આશરે ૪૦ માઈલ દૂર આવેલા અંતુર આગળ એક બીજાની નજીકમાં આવી પહુંચ્યા. મુગલ સરદાર બહાદુરખાનના લશ્કરને મેખરે સજનસિંહ બુંદેલાની ટુકડી હતી તેના ઉપર મરાઠાઓ તૂટી પડયા. બન્ને વચ્ચે ઝપાઝપી થઈ. મરાઠા આ ઝપાઝપીમાં ન ફાવ્યા. મુગલાએ મરાઠાઓને હરાવ્યા અને એમણે લૂટેલા માલમાંથી થાડા માલ મુગલા પડાવી ગયા. ૮. માંકાપુરની ખૂનખાર લડાઈ, મરાઠાઓનું શૌય અને હાર. મરાઠાઓ અંતુરથી નાઠા. મુગલા પણ અંતુરથી નીકળ્યા અને આસરે ૪ માઈલ દૂર જઈ દુર્ગાપુર પડાવ નાંખ્યા. અહીંથી મુગલા ઔરગાબાદ જવા નીકળ્યા. મુગલે ૧૦ હજાર સિપાહીની એક ટુકડી ઔરંગાબાદ જવા નીકળી તે આસરે ૬ માઈલ દુર ખાંકાપુર આગળ આવી પહેાંચી. મરાઠાએ મુગલા ઉપર અચાનક હુમલા કરવાની તક શોધી રહ્યા હતા. મુગલાની હિલચાલથી વાકેફ્ રહેવા માટેની ગાઢવણુ એમણે કરી હતી એટલે એમને મુગલેાની ઝીણામાં ઝીણી અને ગુપ્તમાં બાબતની પણ ખબર મળતી. મરાઠાઓને ખબર મળી કે મુગલાની દસહજાર સિપાહીએની એક ટુકડી શુભકરણ ખુદેલાની સરદારી નીચે ઓરંગાબાદ તરફ કુચ કરી રહી છે. મરાઠાઓ ફક્ત ૭૫૦ ની સંખ્યામાં હતા. એમણે ખૂબ હિ'મત ચલાવી અને શુભકરણ મુદ્દેલાની ૧૦ હજારની ટુકડી ઉપર છાપા માર્યાં. બન્ને વચ્ચે ભારે લડાઈ થઈ. મરાઠાઓએ આ લડાઈમાં અજબ શૌય બતાવ્યું. ૧૦ હજાર મુગલ સૈનિકા ઉપર ૭૫૦ મરાઠાઓએ હલ્લો કર્યો અને પોતાના લશ્કરમાંથી ૪૦૦ માણસે રણમાં પડયાં ત્યાં સુધી મરાઠાઓ પાછા ન ફર્યાં. આ લડાઈમાં મરાઠાએએ શુભ્રકરણના દિકરા દલપતરાયને રણક્ષેત્રમાં જખમી કર્યાં હતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy