SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ ]. છે. શિવાજી ચરિત્ર ૫૧૧ ૫. નાસીકમાં મરાઠાઓની છત. જહાર અને રામનગરના રાજ છતી મરાઠાઓ ઘાટ ઓળંગીને મોરોપંત પિંગળેની સરદારી નીચે ૧૬૭૨ ના જુલાઈ માસમાં નાસીક જીલ્લામાં પેઠા. આ વખતે નાસીકમાં શિવાજી મહારાજના માતા જીજાબાઈના પિતા લખણ જાધવજીના પૌત્ર જદુરાવ જાધવ મુગલ થાણાદાર હતા. એની પાસે તે વખતે ચાર હજાર સિપાહીઓનું લશ્કર હતું. મોરોપંત પિંગળેએ લશ્કરને તૈયાર કરી નાસીક ત્રંબક ઉપર ચડાઈ કરી. મુગલ થાણદાર જદુરાવ જાધવ મુગલ તરફથી મરાઠાઓની સામે થયે. બન્ને વચ્ચે લડાઈ થઈ. જદુરાવ કંઈ કાચું ન હતું. એણે સખત સામનો કર્યો, પણ મોરોપંતની આગળ એ ટકી શક્યો નહિ. એના ઘણા માણસે માર્યા ગયા. એ હાર્યો અને કેદ પકડાયે. નાસીકનંબક મરાઠાઓએ લૂંટયું અને કહ્યું. પછી મરાઠાઓ આગળ વધ્યા. વણી દિડારીના મુગલ થાણદારને હરાવી એ થાણું લૂંટયું. બંને અમલદારને પકડીને મરાઠાઓએ છોડી દીધા હતા. બરાદૂરખાનને આ હારની ખબર પડી એટલે એણે આ અમલદારોને બહુ ઠપકે આપ્યો. આ બન્ને અમલદારોએ મુગલોની આબરૂ રાખવા માટે પિતાથી બનતું બધું કર્યું હતું. મરાઠાઓની સામે હાથમાં શિર લઈને ઝઝુમ્યા હતા. આ બધી વફાદારીના બદલામાં મુગલ સૂબેદારે એમનું અપમાન કર્યું એટલે એમને બહુ લાગી આવ્યું. આત્મમાનની લાગણીવાળા આ બને અમલદારોને લાગ્યું કે હવે મુગલોના અમલદાર તરીકે રહેવામાં માલ નથી તેથી એમણે મુગલપક્ષ છોડી દીધે. આ બંને અમલદારે પોતાના લશ્કર સાથે મરાઠાઓને મળ્યા અને પિતાના લશ્કર સાથે મરાઠાઓના લશ્કરમાં દાખલ થયા. આ ચેપ બીજા મુગલ અમલદારોમાં પણ ફેલાશે એવું દિલેરખાનને પણું લાગ્યું. આ બંને અમલદારોના જવાથી દિલેરખાનને પિતાની સ્થિતિ બહુ નબળી થઈ લાગી. ગુજરાત ઉપર મરાઠાઓ ચડાઈ કરવાના છે એવી વારંવાર અફવાઓ આવતી એટલે પિતાનું લશ્કર લઈને દિલેરખાન ગુજરાતના બચાવ માટે જવા તૈયાર થયો. ૬. વરાડ અને તેલંગણ ઉપર મરાઠાઓની ચડાઈ. મરાઠાઓએ અનેક લડાઈ લડીને કાળી સંસ્થાનો કબજે કર્યા અને નાસીકનંબકના ગાળામાં પણ શિવાજી મહારાજની આણ ફેરવી. મરાઠાઓ આવી રીતે ચારે તરફ વિજય મેળવી રહ્યા હતા અને પિતાની છતથી એમણે દક્ષિણમાં મુગલસત્તાને ઝાંખી પાડી દીધી હતી. નાસીક અને કલ્યાણુથી સુરત સુધીના મુલકનો બરાબર બંદોબસ્ત કરી મહારાજે પોતાની નજર વરાડ અને તૈલંગણ તરફ ફેરવી. જીત પામેલા લશ્કરને હદ કરતાં વધારે આરામ આપવામાં અને જરૂર કરતાં વધારે બેસાડી મૂકવામાં ભારે નુકસાન હોય છે એ શિવાજી મહારાજ બરોબર જાણતા હતા. એમણે પિતાના લશ્કરને અને તેના અમલદારોને તથા સરદારને જરુર જેટલે આરામ આપો અને વિજયને જુસ્સો નરમ પડે તે પહેલાં લડાઈના કામે લાગી જવાની સૂચના કરી. મહારાજની સુચના મુજબ લશ્કર તૈયાર થયું. એમણે પોતાના લશ્કરી અમલદારોને જરુરની સૂચનાઓ આપી અને એમણે વરાડ અને તૈલંગણ માટે તૈયાર કર્યા. મરાઠાઓ પોતાની તૈયારી બહુ ગુપ્ત રીતે કરતા હતા છતાં બહાદુરખાનને એની ખબર મળી. મુગલ અમલદારને મરાઠાઓના કાચા કાર્યક્રમની પાકી ખબર મળી એટલે મુગલ અમલદાર પણ કમર કસીને તૈયાર થયો. બહાદુરખાન પોતાના લશ્કર સાથે અહમદનગરથી નીકળ્યો. યુદ્ધ માટેની બધી સામગ્રી એણે પોતાની સાથે રાખી હતી. યુદ્ધને લગતો બહુ વજનદાર સામાન પણ એની સાથે હતો. મરાઠાઓ જેવા ચપળ અને ઝડપી માણસને પકડી પાડવાના હતા એટલે ભારે ઝડપ અને ચપળતાથી કુચ કરવામાં આવે તે જ ધાર્યું સધાય એમ છે એની બહાદૂરખાનને ખાતરી થઈ ગઈ હતી. આવા સંજોગોમાં લડાઈને વજનદાર સામાન હતો તે બહુ નડતરરૂપ નીવડ્યો. પૂર ઝડપથી જવાય Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy