SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ નું છે. શિવાજી ચરિત્ર ૨૭ સ્થિતિ સિંહાજીને જરા પણ ગમી નહિ. એને હવે નિઝામશાહીમાં ઠીક નથી એમ જ લાગવા માંડયું. જે સ્થળે સત્તા ભોગવી, જે દરબારમાં માન પામ્યા, જે રાજ્યમાં કદર થઈ, તેજ ઠેકાણે અન્યાય થાય તે આબરૂદાર માણસ સ્થળત્યાગનો જ વિચાર કરે તે મુજબ સિંહાએ નિઝામશાહીમાંથી પિતાને પગ કાઢવાને વિચાર કર્યો. ૭. બિજાપુરની મનસબ અને બાપ બેટીને મેળાપ. ગમે તેવાં અપમાન થાય, ગમે તેટલા પપ્પા પડે, ગમે તે પ્રકારે ઠેકડી કરવામાં આવે અને આબરૂને છે કે લાગે એવું વર્તન પિતા પ્રત્યે બાદશાહ અને તેના માનીતા દરબારી કરે તે પણ સત્તા, સમૃદ્ધિની લાલચે અપમાન સહન કરીને પણ પોતાની કરીને ચૂંટી રહે એ લાગણીશૂન્ય સિંહાજી ન હતો. એ પરાક્રમી પુરુષ હતા, એના કાંડામાં બળ હતું. લાત મારી પાણી કાઢે એવો પ્રભાવશાળી યુદ્ધો હતો. માત્ર પેટની ખાતર માન વેચીને રોટલો લેનાર નમાલાઓમાં સિંહાજીની ગણત્રી એને દુશ્મન પણ કરે એમ ન હતું. ઝીણી નજરથી ઊંડે વિચાર કર્યા પછી સિંહાએ નિઝામશાહીને છેલ્લી સલામ ભરવાનું નક્કી કર્યું અને આત્માન અખંડ રાખવા ખાતર નિઝામશાહીને નવ ગજના નમસ્કાર કરી સિંહાએ નિઝામશાહી છોડી. શક ૧૫૪૭ એટલે ઈ. સ. ૧૬૨૫ ના ચોમાસા પછી પિતાના સૈન્ય સાથે સિંહજી બિજાપુર દરબારમાં દાખલ થયા. સિંહાજની કીર્તિના ડંકા ચારે દિશામાં વાગી રહ્યા હતા. તે જમાનાના સત્તાધારી રાજા અને બાદશાહો સિંહાજીના પરાક્રમથી વાકેફ હતા. એટલે એવા પરાક્રમી અને પ્રભાવશાળી પુરુષને પિતાના દરબારમાં રાખવા સૌ કોઈ રાજી હોય. બિજાપુર દરબારે સિંહાને બહુ આનંદથી સ્વીકાર્યો અને એના મોભાને શોભે એવી મનસબદારી એને આપી અને વધારામાં અક્લકેટ વગેરે મુલાની જાગીરી પણ આપી. ' સમરાંગણમાં ઉપર સિંહજીનું શૌર્ય બિજાપુરના સરદારએ અનુભવ્યું હતું અને એની વ્યુહરચના, શક્તિ અને સમરકૌશલ્ય બિજાપુર દરબારમાં જાણીતાં હતાં. બિજાપુરના સરદારોને તે ખાત્રી જ થઈ ગઈ હતી કે મલિકંબરના તેલને આ પુરુષ છે. મલિકંબરને પાંસરો કરી શકે એવો મહારાષ્ટ્રમાં તે સિંહાજી જ છે, એવી તે જમાનામાં બિજાપુરના દરબારીઓની ખાત્રી થઈ ગઈ હતી. મલિકબરને મસળી નાંખવાનું કામ સિંહાજી જ બહુ સુંદર રીતે કરી શકશે એવી બિજાપુરના બાહશાહને ખાત્રી હતી તેથી તેણે સિંહાજીને પોતાની જાગીર પુના અને જુન્નરમાં રહીને મલિકબરને દાબી દેવાનું કામ સોંપ્યું. સિંહજીએ બહુ આનંદથી એ કામ ઉપાડી લીધું. નિઝામશાહીના કારભાર ઉપર સિંહાએ ઝીણું નજર તે રાખી હતી જ. હવે એના ગયા પછી રાજ્યમાં શું ચાલી રહ્યું છે તેની ઝીણી અને છૂપી તપાસ એણે શરૂ કરી. નિઝામશાહી દરબારની છૂપી બધી બાતમી સિંહાજીને રજે રજ મળતી. - નિઝામશાહીમાં તે મુરતુઝા નિઝામશાહ, મલિકંબર અને ખેલેજી ભોંસલે એ ત્રિપુટીને કારભાર ચાલી રહ્યો હતો. વખત આવે સંજોગ અનુકૂળ થાય અને એનો માન મરતબો સચવાય એવી સ્થિતિ થાય તો નિઝામશાહીમાં દાખલ થવાને પણ સિંહાનો વિચાર હતે. સિંહાજી બરાબર જાણતો હતો કે એ જ્યારે નિઝામશાહીમાંથી નીકળી બીજે જશે ત્યારે જ એની ખરી કિંમતની નિઝામશાહીના દરબારીઓને ખબર પડશે. એ જાણતા હતા કે એ જ્યારે વચ્ચેથી ખસી જશે ત્યારે જ મલિકબરને સાંડસે નિઝામશાહને ખૂંચવા લાગશે, એ જાણતો હતો કે એ જ્યારે ખસીને બીજે જશે ત્યારે બેગમ સાહેબાને એના કામની કિંમત થશે. સિંહાની અટકળ તદ્દન સાચી પડી. સિંહાજી નિઝામશાહીની આ ત્રિપુટીની હિલચાલ બહુ બારિકાઈથી તપાસી રહ્યું હતું. વખત આવે અને નિઝામશાહીમાં પાછા ફરવા માટે સંજોગે અનુકૂળ થાય તો આ ત્રણમાંથી મુરતુઝા નિઝામશાહને ફેડ એ સહેલું છે એની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy