SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૨ જ જોહરખાન પહેલે કટકે એમ સહજમાં હિંમત હારે તેવા ન હતા. નાસતા લશ્કરને જોહરખાને ચેાભાવવાના પ્રયત્ન કર્યાં. ખની શકયા તેટલાને ભેગા કરી જેહરખાને નિઝામશાહી લશ્કરનેા સામના કર્યાં. જોહરખાને હિંમત બતાવી વિખરાયેલું અને વીખૂટું પડેલું લશ્કર ભેગું કર્યું, બની શકે તેટલી વ્યવસ્થા કરી અને આગળ વધ્યા પણ સિંહાજીની સિંહ ફાળ આગળ જોહરખાનના જવાહિરનું પાણી ઉતરી ગયું. આ ખૂનખાર લડાઈમાં દુશ્મનનું બળ બહુ હેાવા છતાં સિંહાજીની વ્યૂહરચના અને સમરચાતુર્યને લીધે નિઝામશાહીને જય મળ્યો. મુરતુઝા નિઝામશાહ અને તેની મા બેગમ સાહેબાને આ વિજયની વધામણીથી અને સિંહાજીના પરાક્રમ સાંભળીને ભારે આનંદ થયા. નિઝામશાહી દરબારમાં મુરતુઝા નિઝામશાહે ભાતવડીની જીત માટે સિંહા”નાં વખાણ કર્યા અને છતનું માન સિંહાને આપ્યું. સિંહાજીની નિઝામશાહી દરખારમાં ચડતી કળા જોઈ ઘરડા મલિકબરને ઈર્ષા થઈ. ભાતવડીના યુદ્ધમાં સમરભૂમિ ઉપર બતાવેલી બહાદુરીને પરિણામે મલિકંબર ઈર્ષાવશ થઈ સિંહાળતા વિરાધી બન્યા. નિઝામશાહી દરબારના રાજકારભાર બહુ બાહેાશી અને કાબેલિયતપણે ચલાવ્યા તેથી સિંહાજીના દરજ્જો વધ્યા અને નિઝામશાહ તથા તેની મા બેગમ સાહેબાની કૃપા સિંહાજી ઉપર થઈ તેથી સિંહાજીના સસરા લખુજી જાધવરાવને જમાઈ સિંહાજી માટે ઈર્ષાં ઉભી થઈ. એવી રીતે સિંહાજીના શૌર્ય અને સદ્ગુણાએ એને માથે ને વશ થયેલા મલિકંબર અને લખુજી જાધવ એવા એ દુશ્મને ઊભા કર્યાં, સિંહાજીના જીવનમાં એમજ થતું આવે છે. દીર્ઘદૃષ્ટિ અને યુદ્ધકક્ષાના પ્રવીણ સેનાપતિઓ, વિજય પામેલા લશ્કર પાસેથી વધારે કામ લેવું હાય તે, સૈન્યને વિજયમદ ઉતરતાં પહેલાં જ તે લશ્કરને આગળ તે આગળ ધપાવે છે. વિજયના જુસ્સામાં થાકેલું લશ્કર પણ ખૂબ સુંદર લડી શકે છે, એમ યુદ્ધના અનુભવીઓના અભિપ્રાય છે. લશ્કર જ્યારે વિજય પામેલું હાય છે ત્યારે તેના સિપાઈ એમાં જીતના જુસ્સો હાય છે તેને લાભ સ્થિતિ, સંજોગ, અને કાળ અનુકૂળ હોય તા કાબેલ સેનાપતિ લેવા ચૂકતા નથી. ભાતવડીની જીત પછી મલિકબરે જીતેલા લશ્કરને બિજાપુરના મુલક ઉપર લઈ જવાતા વિચાર કર્યાં અને સિંહાજી તથા તેના પિતરાઈ ભાઈ ખેલાજી ભોંસલેને પેાતાની સાથે લઈ શક ૧૫૪૭ એટલે ઈ. સ. ૧૬૨૫માં મલિકખરે બિજાપુરના મુલક ઉપર ચડાઈ કરી. ચડાઈ કરવા લશ્કર ચાલ્યું જતું હતું, તેવામાં રસ્તામાં સેાલાપુરનું ભૂપ્રકાટ નજરે પડયું તે કબજે કર્યું. ભ્રષ્ટ કાટ લીધા પછી એ જ લશ્કરે બિજાપુરના ઈબ્રાહીમ આદિલશાહે વસાવેલું નવરસપુર ખાળી નાખ્યું. આ ચડાઈમાં પણ સિંહાજીએ ખૂબ શૌર્ય બતાવ્યું. સિંહાનું વધતુ જતું તેજ મલિકબર અને તેના અગલબચ્ચાએ ખમી શકતા નહતા. એ બધા તેજોદ્વેષને વશ થયા અને તેથી સિંહાજીને નિઝામશાહની નજરમાંથી ઉતારી પાડવાના હેતુથી મુરતુઝા નિઝામશાહને એમણે વારંવાર ખેલાજી ભોંસલે એકલાના જ પરાક્રમની વાતો કરવા માંડી અને સિંહાજીનું નામ ખાદશાહને કાને પરાક્રમની બાબતમાં ન જાય એવી ગેાવણ મલિકબરના મળતિયાએએ કરી અને એમની એ ખાજીમાં એ ફ્રાવ્યા પણ ખરા. સિંહાજીની વ્યૂહરચના અને દીર્ધદષ્ટિથી મલિકબર વિજય મેળવી પાછા ફર્યાં ત્યારે મુરતુઝા નિઝામશાહે સિંહાજીના પરાક્રમની ખીલકુલ કદર ન કરી અને વિજયનું માન ખેલાજી ભોંસલેને આપ્યું. ખેલેછને માન આપ્યું તેથી નહિ પણ બાદશાહે પોતાના શૌર્યની, પરાક્રમની અને શિરસટ્ટે અજાવેલી સેવાની જરાપણ કદર આ વખતે ન કરી તેથી [સહાજીને દિલમાં લાગી આવ્યું. જાધવરાવ અને મલિકબર તેા સિંહાજીના વિરાધી બન્યા હતા અને આ વિજય પછી ખેલાજી ભોંસલે અને ખૂદ મુરતુઝા નિઝામ બાદશાહનું વલણ પણ વિરુદ્ધનું જોયું એટલે, સિંહાજીનું દિલ નિઝામશાહની નેકરી ઉપરથી ઊઠી ગયું. પેાતાના સસરાને અને ઘરડા મલિકંબરનો વિરોધ ખમી શકે એટલી શક્તિ સિંહાજી ધરાવતા હતા પણ માલીક મુરતુઝા સાથે વિધિ અને ધરમાં પિતરાઈ ભાઈ સાથે દિલ ઊંચાં થયાં એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy