SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૨ જું પણ એને ખાત્રી હતી. એણે જ્યારે જોયું કે બેગમસાહેબાને વિશ્વાસ અને ભરોસો એણે ગુમાવ્યા. નથી અને પાછા નિઝામશાહીમાં જવું શ્રેયસ્કર છે ત્યારે સિંહાએ નિઝામશાહીમાં પાછા પગ પેસારે કર્યો. તે જમાનામાં તે મનસબદારો અને સરદારો ઉપરાઉપરી પિતાના દરબાર, માલીકે બદલતા. તે વખતે વારંવાર દરબારે બદલવામાં હલકાઈ મનાતી ન હતી. આ વખતે જાધવરાવ નિઝામશાહીમાં ન હતો. તેણે નિઝામશાહી છોડીને બિજાપુર બાદશાહતમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાંથી એ મુગલ દરબારમાં દાખલ થઈ ગયો હતો. આ વખતે જાધવરાવ મુગલાઈમાં ૨૪૦૦૦ લશ્કરને મનસબદાર હતા. ઇ. સ. ૧૬૨૬ માં ઘરડે મલિબર પિતાની ૮૦ વરસની વૃદ્ધ ઉંમરે મરણ પામ્યો. મલિકબરના મરણની વાત મુગલેએ જાણી એટલે એમણે નિઝામશાહીને સતાવવાને ફરી પાછો વિચાર કર્યો. મુગલે અને બિજાપુરની બાદશાહતને લેઢાના ચણા ચવડાવનાર તરીકે મલિકંબર ગણુયો, પણ એ તે ફક્ત નામને હતો. ખરું બળ, બૂહરચના, અક્કલ, સમરકૌશલ્ય, અને ચાલાકી તે સિંહા રાજા ભેસલેની હતી. મુગલે આ વાત સમજ્યા ન હતા. તેથી જ એમણે અનુમાન કર્યું કે મલિકંબરના મરણથી નિઝામશાહીનું ખરું બળ તૂટી પડયું અને નિઝામશાહી તદ્દન નિર્બળ બની ગઈ. આ વખતે પણ મુગલેએ નિઝામશાહીને નમાવવા માટે ભારે તૈયારી કરી હતી. આ વખતે મુગલેની સેાડમાં સિહાજીના સસરા સિધખેડવાળા લખુજી જાધવરાવ ભરાયા હતા. જૂનાં વેર યાદ લાવી નિઝામશાહી નમાવવાનું કામ જાધવરાવ બહુ ઉલટથી હાથમાં લીધું હતું. લખુજી જાધવરાવ તથા મુગલે ચડાઈ કરીને અહમદનગર તરફ આવે છે, એ જ્યારે સિહાજીએ જાણ્યું ત્યારે તેણે રાજ્યની શક્તિને તેલ કર્યો અને મુરતુઝા નિઝામશાહ તથા બેગમ સાહેબને સાથે લઈ કલ્યાણની નજીકના માહુલીના કિલ્લામાં રક્ષણ લીધું. મુગલનું લશ્કર વધારે બળવાન છે તેથી આંધળિયાં કરી લશ્કરની ખરાબી કરવી તેના કરતાં કિલ્લામાં રક્ષણ લઈ દુશ્મનને ચકવવાનું સિંહાજીએ આ સંજોગોમાં ગ્ય ધાર્યું. કિલ્લે બહુ મજબૂત હતો અને જોઈતા બંબસ્ત પણ સિંહાએ કરાવ્યું હતું. બુરજ, કેટ, તથા દીવાલ વગેરેની મરામત પણ થઈ હતી. મુરતુઝા નિઝામશાહ અને બેગમ સાહેબાને લઈને સિંહાજી મહુલીને કિલ્લામાં ભરાયો છે એની ખબર જાસુસેએ જાધવરાવને પહોંચાડી એટલે જાધવરાવ મુગલ સૈન્ય સાથે મજલ દડમજલ કરતો આવ્યો અને એણે માહલીના કિલ્લાને ઘેરે ઘાલ્યો. કિલ્લાની જેવી મજબૂતી હતી તે જ ઘેરો પણ મજબૂત હતું. યુદ્ધની ગોઠવણ અને વ્યવસ્થાની બાબતમાં સસરા જમાઈ એક બીજાને ટપે તેવા હતા. ઘેરાયલાઓને ગભરાવવાની કળામાં જાધવરાવ કુશળ હતા ત્યારે સિહાજી કિલ્લામાં રહી બહારનાં સૂત્ર હલાવી બહારના દુશ્મનને બેહાલ કરવાની યુક્તિમાં પાવરધો હતો. આ ઘેરે છ માસ સુધી ચાલ્યો. સિંહાએ કિલ્લામાં રહે હૈ મુગલેને ખૂબ સતાવ્યા. નિઝામશાહી લશ્કર મુગલેની રસદ લૂંટી લેતા. અકસ્માત ઉપરા ઉપરી અણધારી બાજુએથી નાના નાના હલ્લા અને છમકલાં કરી મુગલા લશ્કરમાં અવ્યવસ્થા ઊભી કરતા. સિંહાજી કા ન હતા ત્યારે જાધવરાવ પણ પહોંચેલી માયાને હતો. જાધવરાવે જોયું કે જ્યાં સુધી સિંહાઇ કિલ્લામાં છે ત્યાં સુધી એ લાગ આવવા દે એમ નથી. સંખ્યાબળ કે શરીરશક્તિથી આ ઘેરામાં વિજય મળે એમ નથી એની જાધવરાવને ખાત્રી થઈ એટલે એણે યુક્તિઓ શરૂ કરી. સિંહાને બેગમ સાહેબથી દૂર કર્યા સિવાય બીજી પેશ જાય એમ નથી એવી પૂરેપુરી ખાત્રી જાધવરાવને થઈ અને એણે બેગમ સાહેબા સાથે સદેશ કાર્યા. જાધવરાવે અનેક પ્રકારે બેગમ સાહેબાને ભેળવવાનો પ્રયત્ન કર્યો. સિંહાને લીધે જ નિશાહીને નુકસાન થઈ રહ્યું છે, એ પ્રકારની વાતે બેગમ સાહેબને કાને જાધવરાવે યુક્તિથી પહોંચાડી. બેગમ સાહેબ એક સ્ત્રીની જાત. જાધવરાવે મુત્સદ્દીપણે પાથરેલી જાળમાં બેગમ સપડાઈ. સિંહાજીને લીધે જ નિઝામશાહી ઉપર આફત આવેલી છે. આ બધી લડાઈઓ, સંગ્રામ અને ઘેરા, જાનમાલની ખુવારી અને વૈયતની નુકસાની એ બધાં સિંહાજીના વેર અને વિરોધનાં જ પરિણામ છે. સિંહાજીને સંબંધ ન હેત તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy