SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ પા છે. શિવાજી ચરિત્ર ( પ્રકરણ ૫ મું નામના બીજા એક રાજાનું રાજ્ય પણ મરાઠાઓએ ખાલસા કર્યું હતું. તે મરાઠાઓને દુશ્મન બન્યા હતો અને મરાઠાઓની સત્તા સામે બહારવટે નીકળ્યો હતો તેની સાથે વિક્રમહિને છોકરો પણ જોડાયે. આ બન્નેએ બહારવટાં ખેડવા માંડ્યાં. મરાઠાઓએ આ બન્નેને પકડ્યા અને ફાંસી દીધી. ૪. સુરત પાસે ચેાથની ઉઘરાણી. શિવાજી મહારાજે જ્યારે બીજીવાર સુરત લૂંટયું ત્યારે જ સુરતના શહેરી એને કહ્યું હતું કે દર વરસે અમક રકમ જે એમને સુરતના શહેરીઓ નહિ મોકલે તે એ સુરત લૂંટવા ચડાઈ કરશે. એ ધમકી પોકળ હતી એવું સુરતની પ્રજા માનતી હતી. એમને મરાઠાઓની ચડાઈની બીક તે હતી જ અને તેમાં વળી જ્યારે મરાઠાઓએ જહાર અને રામનગરના રાજ્ય જીતી લીધાં ત્યારે તે મરાઠાઓની ચડાઈને ત્રાસ સુરતના શહેરીઓની નજર સામે ખડો થઈ ગયો. મોરોપંત પિંગળેએ રામનગરમાં પિતાને મુકામ રાખ્યો અને સુરતના મુગલ સૂબાને ચૂથના ચાર લાખ રૂપિયા ભરપાઈ કરવા જણાવ્યું. સૂબાએ તેને જવાબ ન આપે તેથી પિંગળેએ બીજા બે પ સૂબાને લખ્યા. આખરે પિંગળેએ સૂબાને ચખે ચોખ્ખું જણાવી દીધું કે જે ચોથની રકમ તાકીદે નહિ મોકલવામાં આવે તે સુરત ઉપર ચડાઈ કરવી પડશે. છેલ્લા પત્રમાં જણાવ્યું હતું કે “તમને જે આવક મળે છે તેને ચે ભાગ તમે આ પત્ર દેખતાં મેકલી દેશે. આ સંબંધમાં આ ત્રીજો પત્ર તમને લખવામાં આવે છે અને આ પત્ર દ્વારા આ છેલ્લી જ ચેતવણી તમને આપવામાં આવે છે. તમારા બાદશાહના વર્તનને લીધે અમારે ભારે લશ્કર રાખવું પડયું છે અને તે બધે ખર્ચ બાદશાહની પ્રજા ઉપર જ પડવાને એટલે અમારે તમારી પાસેથી એક વસૂલ કરવાની છે. જે માગ્યા મુજબ ચેથ આપવાની તમારી મરજી ન હોય તે તેના માઠાં પરિણામ માટે તૈયાર રહેજે.” મરાઠાઓ તરફથી ત્રણ પત્ર આવ્યા અને ત્રીજો પત્ર તે આખરની ચેતવણીના રૂપમાં હતું એટલે સૂબેદાર પણ ગભરાયો. એણે સરતના હિંદુ-મુસલમાન આગેવાન વેપારીઓને ભેગા કર્યા અને મરાઠાઓની સૂચના. ચેતવણી અને ધમકીના પત્રોની ચર્ચા કરી. સૂબેદારે આખરે સૂચના કરી કે શહેરના રક્ષણ માટે ૫૦૦ ઘોડેસવારે અને ૩૦૦૦ પાયદળ આસરે બે માસ માટે રોકી લેવાની જરૂર છે અને તે માટે ૪૫ હજાર રૂપિયા શહેરના શ્રીમંતેએ ઉપરાણું કરીને ભેગા કરી આપવા. સૂબેદાર સાહેબની સૂચના એટલે બધાએ મને કે કમને ગળે ઉતારી. શહેરના હિંદુ શ્રીમ તેની નોંધ કરવા માટે અમલદારોની નિમણૂંક કરવામાં આવી અને ઘણુની પાસેથી ફાળે પડતી રકમ પણ ઉઘરાવવામાં આવી. સુરત શહેરના બચાવ માટે નાણાં ઉધરાવવામાં આવ્યાં. સિપાહીઓને કે સવારને કોઈ પણ જાતને બંદોબસ્ત કરવામાં આવ્યો નહિ અને ઉઘરાવેલા પૈસા સૂબેદાર હિંયા કરી ગયો. શહેરના શ્રીમંતોએ જોયું કે બચાવને માટે કોઈ પણ જાતનાં પગલાં લેવાની તૈયારી થતી જ નથી એટલે કે સૂબેદાર પાસે ગયા અને કુટુંબકબીલા સાથે શહેર છોડી જવાની રજા માગી. લોકોને મોડી રાત સુધી બેસાડી મજ્યા, લાંબે વિચાર કર્યા પછી રાત્રે પરવાનગી આપી અને સવારે તે પરવાનગી પાછી ખેંચી લીધી. સૂબેદારે શહેરના શ્રીમંતની એક સભા બોલાવી અને તેમાં મરાઠાઓએ માગેલા નાણું ઉઘરાવવાની સૂચના કરી. વેપારીઓએ ૧ લાખ અને ઈનામદાર દેશાઈઓએ ૨ લાખ રૂપિયા આપવા સૂબેદારે જગ્યું. આ સંબંધી લાંબી ચર્ચા ચાલી. લેકે સૂબેદારને ઓળખી ગયા હતા એટલે નાણાં ભરવા ખુશી ન હતા. આખરે 8 લાખની રકમમાંથી ઉતરતાં ઉતરતાં સૂબેદાર ૬૦ હજાર ઉપર આવ્યો. લેકેને ખાતરી થઈ ગઈ કે આ રકમ પણ સૂબેદાર ગળી જશે માટે કોઈએ નાણું આપવાનું કબૂલ કર્યું નહિ. કોઈપણ શ્રીમંત નાણાં આપવા તૈયાર ન થયો. આખરે સૂબેદારે દબાણ કર્યું અને લેકે ઉપર દબાણ કરી પુષ્કળ પસે ભેગા કર્યો. આ રકમમાંથી મરાઠાઓને રૂપિયા મોકલી બાકીની કરમ પિતે ખાઈ ગયે (શિવાજી કેળુસ્કર). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy