SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ જી ] છે. શિવાજી ચરિત્ર ૨૫ બેગમ સાહેબ આગળ ઊભો થયો. બેગમ મુંઝવણમાં પડી. તે વખતે નિઝામશાહીમાં શાબાજી અનંત નામને બહુ ચતુર અને ડાહ્યો દરબારી હતા. એ બાદશાહી કુટુંબને અતિ વફાદાર હતો. એણે બેગમ સાહેબાને પણ પૂરેપુરો વિશ્વાસ મેળવ્યો હતો. બેગમ સાહેબાએ આ નાજુક પ્રશ્નમાં શાબાજી અનંતની સલાહ માગી અને પૂછયું કે આ સંજોગોમાં બાદશાહતની આબરૂ સાચવી છોકરાઓનું હિત જાળવે એવો કયે સરદાર છે કે જેને કારભારી નીમી શકાય ? શાબાજી અનંતે જણાવ્યું કે સર્વે બાબતો અને સંજોગે ધ્યાનમાં લેતાં આ વખતે સિંહાછરાજાને કારભારી પદ આપવામાં આવે તો જ બાદશાહતની આબરૂ જળવાશે અને છોકરાઓનું હિત સચવાશે. બેગમ સાહેબાએ શાબાજીની સલાહ માની અને રાજ સિંહજીને કારભારી ની. બેગમસાહેબાએ પછી સિંહાજીને વછરીનાં વસ્ત્રો આપ્યાં અને “રાજા”ને બદલે હવે સિંહાજીના નામ પહેલાં “મહારાજા” શબ્દ લખાવા લાગ્યો. સિંહજી રાજા ભોંસલેને શાબાજી અનંત કારભારના કામમાં બહુ મદદ રૂપ નીવડયો હતો. સિંહાજી વજીરીનું કામ બહુ કાળજીપૂર્વક અને પુરેપુરી વફાદારીથી બજાવતા હતા છતાં દરબારના કેટલાક સરદારોને તેમની ઈર્ષા થઈ, સિંહાજી માટે દરબારીઓમાં તેજેઠેષના ભડકા ભભૂકવા લાગ્યા. ભાતવડીને રણસંગ્રામ મહારાષ્ટ્રને ઇતિહાસમાં ભાતવડીને રણસંગ્રામ બહુ મહત્ત્વનો છે. શક ૧૫૪૬ ઈ. સ. ૧૯૨૪માં મુગલ સરદાર લશ્કરખાનની સરદારી નીચે મુગલ લશ્કર અને તેની મદદમાં મુલ્લા બાબાની સરદારી નીચે બિજાપુરનું લશ્કર એમ બનેને ભેગાં મળી અહમદનગર ઉપર ચડાઈ લઈ આવ્યાં. નિઝામશાહી લશ્કરના સરદાર મલિકબર હતા. આ ત્રણે લશ્કરે વચ્ચે અહમદનગર નજીક ભાતવડી ગામે રણસંગ્રામ, જાઓ. આ લડાઈ વખતે નિઝામશાહી સેનાપતિ મલિકંબર ૭૮ વરસને ઘરડા હતા. આ બુઢ્ઢો તે ફક્ત નામનો જ સરદાર હતા. લડાઈને બંદોબસ્ત, વ્યુહ રચના, લશ્કર વ્યવસ્થા વગેરે સર્વ કામ જુવાન સિંહાજી ઉપર જ નાખવામાં આવ્યું હતું. સોંપવામાં આવેલાં કામ સિંહાજી રાજાએ બહુ સંતોષકારક રીતે પાર પાડવાં. ખરું જોતાં આ સંગ્રામમાં નિઝામશાહીને ખરે સેનાપતિ તે સિંહાજી જ હતે. આ યુદ્ધમાં સહાજીએ ઠેકઠેકાણે દુશ્મન દળને તેબા કિરાવી પિતાનું ખરું પાણી બતાવ્યું હતું. શક ૧૫૪૦ એટલે ઈ. સ. ૧૬૧૮માં નર્મદા પારને માંડવગઢની ચડાઈમાં અને શક ૧૫૪ર એટલે ઈ. સ. ૧૬૨૦ માં બહાણુપુરના ઘેરામાં સિંહાઇ સિંહ બનીને ઘૂમ્યો હતો, સિસોદિયા રજપૂતનું ખરું જોર એણે ત્યાં જણાવી દીધું હતું. પણ આજસુધી લડેલી અનેક લડાઈઓનાં અનુભવ અને આ ત પ્રયુક્તિની મળેલી માહિતી કામે લગાડી સિહાજીએ ભાતવડીના રણસંગ્રામમાં તે પરાક્રમ અને સમર કૌશલ્યની હદ વાળી. ભલભલા કસાયેલા અને અનુભવી, જેમની મૂછો ઉપર લીબુ ઠરે એવા દ્ધાઓ પણ આ જુવાન સિંહાજીનાં પરાક્રમથી છક થઈ ગયા. સિંહાજી એક અસાધારણ અને અસામાન્ય બ્દો છે અને બૂહરચનામાં એક્કો છે એની ભાતવડીના સંગ્રામમાં બધાની ખાત્રી થઈ ગઈ. મુગલ અને બિજાપુર દરબારના પક્ષના ઘણા યોદ્ધાઓને સિંહાએ કેદ પકડ્યા. આ લડાઈમાં બિજાપુરને સરદાર રણદુલ્લાખાન પણ સિંહજીના હાથે કેદ પકડાયો. આ રણદુલાખાનને નિઝામશાહીમાં લશ્કરી અમલદાર તરીકે સિંહાએ એની ઈચછા હોવાથી રાખી લીધે. આ રણુદુલ્લાખાન અને સિંહાજીને સ્નેહ થયે અને આ બન્નેને સ્નેહ આખર સુધી ટક્યો હતો. મુગલ અને બિજાપુરના લશ્કર ઉપર નિઝામશાહી લશ્કરે બહુ જબરો હુમલો કર્યો. બન્ને પક્ષના ચુનંદા લડવૈયાઓ રણે ચડયા હતા. આખરે નિઝામશાહી લશ્કર બને લશ્કરને પાછા હઠાવવામાં ફળીભૂત થયું. નિઝામશાહી યોદ્ધાઓના સખત માર આગળ સામા પક્ષના સિપાઈએ ન ટકી શક્યા અને ઉભી પૂંછડીએ નાસવા લાગ્યો. દુશ્મન દળમાં ભંગાણું પડયું અને નાસતા સિપાહીઓ જ્યાં જગ્યા મળી ત્યાં ભરાયા અને જેમનાથી નસાયું તે હો જીવ લઈને નાઠા. લશ્કર ભાગતું હતું, લેકે નાહિંમત બન્યા હતા, છતાં બિજાપુર દરબારને કાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy