SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૩ તું ઉપર ચડાઈ કરવા નીકળ્યો. મુગલાનું બહુ ખળિયું લશ્કર લઈને દાઉદખાન મજલ દડમજલ ચ કરતા આવી પહોંચ્યા એની ખબર જ્યારે મરાઠાઓને મળી ત્યારે એ વિચારમાં પડ્યા. આવા સંજોગામાં આ સ્થળે ખડી લડાઈ કરી માણસાની ખુવારી કરી લેવા કરતાં વખત વિચારી ધેરા ઉઠાવી ચાલ્યા જવું અને તકની રાહ જોઈ તક આવે ફરી પાછા એ કિલ્લા ઉપર હલ્લા કરી ધારી મુરાદ ખર આણુવી ' એવે વિચાર કરી મરાઠાએ આ કિલ્લાના ધેરા ઉઠાવી ચાયા ગયા. મુગલ લશ્કર આવી પહોંચ્યું તે પહેલાં તે મરાઠાએ ચાલ્યા ગયા હતા એટલે દાઉદખાન કુરેશીએ આગળથી રવાના કરેલા બે મુગલ સરદારા પોતાની ટુકડીએ સાથે આગળ વધ્યા. માહુલીથી ૨૦ માઈલ દૂર એક જૂના કિલ્લાની મરાઠા મરામત કરી રહ્યા હતા તેની ખબર આ મે મુગલ સરદારાને મળી એટલે બને પેાતાની ટુકડીએ સાથે ત્યાં આવી પડેોંચ્યા અને એ કિલ્લો તેાડી નાંખ્યા. દાઉદખાન કુરૈશીએ મહારાજના મુલકા ઉપર ચડાઈ કરવાની શરૂઆત કરી દીધી. એપ્રિલ માસની આખરમાં દાઉદખાને મરાઠાએના કબજામાંના માહુલી ઉપર હલ્લા કરવાને વિચાર કર્યાં અને માજુલી તરફ કુચ કરતા આગળ ધસ્યા. શિવાજી મહારાજના મુલકા ઉપર હલ્લો કરવામાં આ વખતે દાઉદખાને ખરી કુનેહ વાપરી હતી. મુગલ મુલકાને એકલા ખચાવ કરવા કરતાં પોતાના બચાવ કરીને દુશ્મનના મુલકા ઉપર ચડાઈ કરવાથી દુશ્મન દળના ભાગલા પડી જાય અને તેથી એમ્બ્ર લશ્કરવાળા જલદી થાકી જાય એ ગણત્રીથી દાઉદ્દખાતે આ યુક્તિ રચી હતી. બાદશાહને દાઉદ્દખાનના આ સમરકૌશલ્યની ખબર મળી એટલે દરબારમાં દાઉદખાનનાં મુક્તકૐ પેટ ભરીને વખાણુ કી. ઉનાળાના સખત તાપને લીધે આ વિગ્રહ આટલેથી જ અટક્થા. ૨ દક્ષિણમાં મુઝીમ અને લેરખાન વચ્ચે એદિલી. તેજોદ્વેષ, ઈર્ષ્યા અને વેરવૃત્તિથી ભડકે બળી રહેલા માણસેએ ગાંડા બનીને અનેક વખતે એવી જબરી હેાળા પ્રગટાવી છે કે એની આંચ આખા દેશને લાગી હતી અને તેની બળતરા સદીઓ થયાં થંડી પડી ન હતી. આવી ડાળીના સખ્યાબંધ દાખલાઓ હિંદના ઇતિહાસમાંથી મળી આવશે. કુટુંબકલહ અને કુસ`પથી સત્તાને શિખરે ચડેલાં રાજ્યા પણ પડ્યાં છે. કુટુંબકલહ અને કુસંપે પૃથ્વીરાજ ચૌહાણુની સત્તા તાડી મુસલમાનને દેશમાં ઘાલ્યા. કુટુબકલહ અને કુસ`પને લીધે અનેક રાજ્યા પાયમાલ થઈ ગયાં અને અનેક કુટુએ તારાજ થઈ ગયાં. ફૂલી ફાલી રહેલી મુગલ સત્તાને પણ કુસ'પ અને અંદર અંદરના ઝગડાઓએ કેવા જબરા ધક્કા માર્યાં તે ઇતિહાસપ્રસિદ્ધ છે. મુગલસત્તાની જામેલી જડ ઢીલી કરનારા અનેક બનાવા પૈકી એક ઝગડાને ચિતાર આ પ્રકરણમાં અમે આપીએ છીએ. શિવાજી મહારાજના સરદારા મહારાષ્ટ્રના મુગલ અમલદારાને થકવી રહ્યા હતા એ વખતે મુગલા મરાઠાઓના જોઇએ તેવા બળથી સામને ન કરી શકયા એના અનેક કારણામાં માંહેામાંહેનેા કુસ’પ એ એક મુખ્ય કારણ હતું. આ વખતે મુગલેાની સ્થિતિ કંઈ જુદાજ પ્રકારની હતી. દક્ષિણના મુગલ અમલદાર।માં ઝગડે! જામ્યા હતા. દુશ્મનની પરિસ્થિતિ ઉપર શિવાજી મહારાજની ઝીણી નજર હંમેશ રહેતી. દક્ષિણના મુગલામાં ઝગડા ઉભા થયા છે એ વાત મહારાજની જાણ બહાર ન હતી. આ વખતે જે ઝગડા મુગલ અમલદારામાં જાગ્યા હતા તે શિવાજી મહારાજે ઉભા કરેલા ન હતા. એ ભડકા તા માંહેમાંહેના ઘણથી એની મેળે જ ઉભા થયેલા હતા. દુશ્મનની નબળી સ્થિતિ દેખી તેને માટે દિલમાં દયા આણી તેને પોતાના નાશ માટે મજબૂત બનાવનાર તથા તેના ઉપર દયા લાવી એની સ્થિતિ સુધારવા દોડી જનાર ખાનદાનેાની પક્તિમાં શિવાજી મહારાજને મૂકી શકાય એવા એ નહતા. દુશ્મનની નબળી સ્થિતિ જેટલા લાભ લેવાય તેટલા લઈ પાતાની જનહિતની યોજના ફળીભૂત કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy