SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - 1 છે. શિવાજી ચરિત્ર મરાઠાઓને સામને કરીને જાન એવા તૈયાર થવાની આ અમલદારમાં હિંમત અને શક્તિ ન હતાં એટલે મરાઠાઓને લશ્કર આવી પહોંચે તે પહેલાં જ એ સામનો કર્યા સિવાય નાસી ગયે. પોતાને અમલદાર શત્રુને સામને કર્યા સિવાય જ ડરીને નાસી ગયો, એ સમાચાર સાંભળી બાદશાહ બહુ ગુસ્સે થયે અને એ અમલદારને તેની કામગીરી માટે “ જંગ” એ કાબ આપવામાં આવ્યો હતો તે લઈ લીધો. ઈ. સ. ૧૬૭૦ ના એપ્રિલ માસની આખર સુધીમાં શિવાજી મહારાજના મરાઠા લશ્કરે મુગલ કબજાના અહમદનગર, જુન્નર અને પારંડાની નજીકનાં આસરે ૫૧ ગામે લૂંટ્યાં (પ્ર. જદુનાથ સરકાર ‘શિવાજી'). બાદશાહને આ ખબર મળી ત્યારે તે વિસ્મય પામ્યો. પ્રકરણ ૩ જું ૧. મહારાજની સામે દાઉદખાન કુરેશી. ૫. સુવાલીમાં લે એલ. ૧. દક્ષિણમાં સુગઝીમ અને દિલેરખાન છે. ચાદર અનેવી દિડેરીની ખૂનખાલડાઈએ વચ્ચે બેદિલી. | ૭. રાયબારણુ શરણે આવી. ૩. કટાર અને કલમની સરખી કદર. ૮. સુરતની લૂંટ ૫છી મુગલ સુલક ઉપર ક, સુરત ઉ૫૨ બીજી વાર ચડાઈ. મરાઠાઓની ચડાઈ હ. બહાપુની લૂંટ. ૧. મહારાજની સામે દાઉદખાન કુરેશી. દક્ષિણમાં મુગલ સત્તા ટકાવી રાખવા માટે અનેક અમલદારો હતા પણ શિવાજી મહારાજની સામે છે એ આ વખતે બરાબર શિંગડાં માંડવાં હોય તે તે રાજા મનહરદાસ પટેલે હતો અને તે પછી ખાનદેશવાળો દાઉદખાન કરશી કહી શકાય. ખાનદેશના મુખ્ય મુગલ અમલદારની જગ્યાએ એ હતે. શહેનશાહી હુકમે આવતાં જ ખાનદેશ પ્રાંત પોતાના દિકરાને સોંપી પોતે એકદમ ૧૬૭૦ના માર્ચ માસમાં અહમદનગર આવી પહોંચ્યો. દાઉદખાને મરાઠા સરદારને મુગલ અમલદારોના કબજામાંથી મુલક જીતી લેવાના કામમાં મંડી પડેલા જોયા. મુગલ મુલકને એક પછી એક ભાગ મરાઠાઓ. જીતવા લાગ્યા. કિલા પછી કિલ્લા મુગલે ખેવા લાગ્યા. આ બધી સ્થિતિ જોઈને દાઉદખાન જરાપણું ભરાય નહિ અને દક્ષિણની ખરી સ્થિતિથી બરાબર વાકેફ થઈને એપ્રિલની શરૂઆતમાં જ એ પિતાના ઉ૦૦૦ (સાતહજાર) ઘેડેસવારોનું લશ્કર લઈને પારનેર, જુન્નર અને મહુલીના ગાળામાં કરી રહેલા મહારાજના સિપાહીઓને તે ગાળામાંથી હાંકી કાઢવા માટે નીકળ્યો. મહારાજના સિપાહીઓ છૂટે છવાયે મુગલ મુલક લૂંટી રહ્યા હતા તેમને દાઉદખાન કુરેશી એમને હાંકી કાઢવા માટે લશ્કર લઈ આવે છે એવી ખબર મળી, એટલે એ આવી પહોંચે તે પહેલાં પારનેર અને જીન્નર ગાળા ખાલી કરીને જતા રહ્યા. આ ગાળામાં શિવાજી મહારાજના લશ્કરે ત્રણ મુગલ કિલાઓને ઘેરો ઘાલ્યો હતે એટલે એ ઘેરે પહેલાં ઉઠાવવાનો નિશ્ચય કરી દાઉદખાન જુન્નરથી નીકળ્યો. પોતે મોટું લશ્કર લઈને નીકળ્યો હતો પણ નીકળતાં પહેલાં દાઉદખાને પોતાના દિકરા હમીદખાન અને લશ્કરી અમલ દાર લુદીખાનની સરદારી નીચે થોડું લશ્કર એ કિલ્લાઓ તરફ આગળથી જ રવાના કરી દીધું હતું. આ ટુકડીઓને ઘટતી સૂચનાઓ આપી રવાના કર્યા પછી મોટું લશ્કર લઈને દાઉદખાન મરાઠાઓ 6. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy