SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ] છે. શિવાજી ચરિત્ર હમેશા તત્પર રહેનાર શિવાજી મહારાજ હતા એટલે મુગલની આ નબળી સ્થિતિને એમણે લેવાય તેટલે લાભ લીધે અને મરાઠાઓની સત્તા મજબૂત કરી. સરદાર દિલેરખાનની નવી ઓળખાણ કરાવવાની જરૂર નથી. મિરઝારાજા જયસિંહની સાથે એમના હાથ નીચે બાદશાહે જે મુસલમાન સરદારને દક્ષિણમાં મેક હતા તે દિલેરખાન આ વખતે ગાંડદેશમાં મુગલ અમલદાર તરીકે સત્તા ચલાવી રહ્યો હતો. બાદશાહે મરાઠાઓનું બળ આંકીને જ દિલેરખાનને ઔરંગાબાદ જઈ મરાઠાઓની સત્તા તેડવાના કામમાં શાહજાદાને પૂરેપૂરી મદદ કરવા તાકીદને હુકમ છોડ્યો હતો. ઈ. સ. ૧૬૭૦ના એપ્રિલની ૧૨મી સુધીમાં ઔરંગાબાદ મુકામે શાહજાદાની હજુરમાં હાજર થવાને એને હુકમ મળી ગયો હતે. લેિરખાન માર્ચના બીજા પખવાડીઆમાં ઔરંગાબાદ આવવા માટે નાગપુરથી નીકળ્યો હતો અને મજલ દડમજલ કચ કરતે એપ્રિલના પહેલા અઠવાડીઆની આખર સુધીમાં એ ઔરંગાબાદની નજીકમાં આવી પહોંચ્યો હતો. ઈ. સ. ૧૬૬૭ના અરસામાં શાહજાદા અને દિલેરખાનના દિલ ઊંચાં થયાં હતાં. હજી સુધી એ વેરની જ્વાળા બનેના હૃદયમાંથી યુઝાઈ ન હતી. એક બીજાનાં કૃત્યો બને વહેમની નજરથી જોતા હતા. ઔરંગાબાદથી ઘેડા માઈલ દૂર દિલેરનો મુકામ પડયો હતો એટલે એને શાહજાદાએ મળવા આવવાના તાકીદહુકમ મોકલ્યો. આ હુકમથી દિલેર ચમક્યો અને એને લાગ્યું કે શાહજાદા અને જસવંતસિંહ પાછલું વેર વસુલ કરવાની દાનતથી એને મળવા બોલાવે છે. આ વહેમ એના દિલમાં સજજડ બેસી ગયા હતા. શાહજાદા માટે કલુષિત થયેલા દિલને દાબવાનો વિચાર કરતાં દિલેરને લાગ્યું કે શાહજાદાના હુકમોને અનાદર કરવામાં રાજકીય દષ્ટિથી પણ એ ભૂલ કરે છે. એટલે એણે શાહજાદાને મળવા જવાનો નિશ્ચય કર્યો. એક બે ફેરા તો એ મુનાઝીમને મળવા જવા માટે નીકળ્યો પણ ખરો. દિલેરે મન મક્કમ રાખી પ્રયત્ન કર્યા પણ દિલમાં વહેમ એટલો બધે ઉડે પેસી ગયો હતો કે એ રસ્તામાંથી જ મળ્યા વગર પાછો આવતા અને નાદુરસ્ત તબિયત હેવાનું બહાનું બતાવી શાહજાદાને મળવાનું મોકૂફ રાખતો. હિલેરખાન પિતાની સલામતી માટે શાહજાદાને મળવા જવાનું મેકૂફ રાખ્યા કરતો હતો પણ શાહજાદાના મનમાં તે દિલેરખાનના વર્તનથી વિરોધ વધ્યા જ કરતા હતા. દિલેરખાન ઈરાદાપૂર્વક માંદગીનાં ખોટાં બહાના બતાવીને મળવાનું મોકુફ રાખે છે અને એમ કરવામાં એ એક પ્રકારની કટબાજી ખેલી રહ્યો છે. એની બદદાનત છે અને એ રીતે એ શાહજાદાના હુકમનું અપમાન કરવા ઈચ્છે છે એમ મુઅઝીમે માની લીધું. રાજા જસવંતસિંહે મુઅઝીમની માન્યતા મજબૂત કરી. શાહજાદાના મનમાં દિલેર માટે જબરે વહેમ ભરાયો અને તે એટલે સુધી કે એણે દિલેરની વિરૂદ્ધમાં બાદશાહને દિલ્હી લખી મેકલાવ્યું કે “દિલેર તે શહેનશાહી સત્તા સામે બળવો જગાવવા ઈચ્છે છે.” - દિલેરને આ વાતની ખબર પડી એટલે એણે પણ બાદશાહને જણાવી દીધું કે શાહજાદા મઆઝીમ શિવાજીની કપટજાળમાં સપડાઈ ગયા છે, એની યુક્તિના એ ભાગ થઈ પડવ્યા છે. બન્નેનો મીઠો સંબંધ શાહજાદા જારી રાખવા ઈચ્છે છે અને તેથી જ શાહજાદા મરાઠાઓને બળવાન થતા અટકાવી શકતા નથી. શિવાજી સાથેના મીઠા સંબંધની આપણું લેકે ઉપર બહુ માઠી અસર થયેલી છે. લડાઈ માટે દારૂગોળ, માણસે વગેરે ભરપ પૂરાં પાડવામાં આવે અને મારા હાથમાં દક્ષિણના મગલ લશ્કરની કલ સત્તા સોંપવામાં આવે તો બે વરસમાં આ મરાઠા સરદારને જમીનદોસ્ત કરી એની સત્તા નાબુદ કરવાની જોખમદારી માથે લેવા હું તૈયાર છું,’ મુઝીમ અને દિલેરે એક બીજાને અંગે લખેલા પત્ર વહેમમાં ડૂબી ગયેલા ઔરંગઝેબને મળ્યા. આ વહેમી બાદશાહનો વહેમ વળ્યો. વડીમાં શાહજાદાને પત્ર એને સાચે લાગતો અને દિલેરની Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy