SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ ] છે. શિવાજી ચરિત્ર દુખે દૂર કરશે તે ખરે અને વળી આગળ જતાં એવા બનાવ બને તે સંગે ઉપર ધ્યાન આપીને ઘટિત થશે એમ જણાવ્યું. અમારી સલાહ સાંભળીને પિતાનાં બાળબચ્ચાં સુરત રાખીને આસરે ૮૦૦૦ માણસો ૨૩-૨૪ સપ્ટેમ્બરને રોજ સૂરત છોડી જતા રહ્યા. આ લેકે ગામ છોડી જાય છે એ વાત કાઝીએ જાણી ત્યારે કાઝી તેમને અટકાવવા આવ્યો અને ત્યાંના અમલદારને આ લકાને જતા અટકાવવા કહ્યું. કાઝીએ ગુસ્સે થઈને અમલદારને દબાવવાનો પ્રયત્ન કર્યો પણ અમલદાર એકને બે ન થયો અને એણે લેકેને જવા દીધા. આવી રીતે સંખ્યાબંધ માણસો ચાલ્યા ગયા. આ બનાવ બનવાથી સુરતમાં વેપારીઓની હડતાળ પડી અને લેકેને તેથી ઘણી અડચણે વેઠવી પડી છે. લેકે એ નગર ત્યાગ કર્યો તેથી સુરતના વેપારને ભારે ધક્કો લાગ્યો છે અને આવી રીતે સુરતને નાશ થશે એવું ડાહ્યા અને અનભવીઓનું કહેવું છે. જોકે ઉપરના જલમે. અત્યાચાર અને ત્રાસ દૂર કરવા માટે જે બાદશાહ ચાંપતા ઈલાજ તરતમાં જ નહિ લે તે ધનવાન ધન જમીનમાં દાટી દેશે અને ધન દટાશે એટલે વેપારને ફટકો પડશે.” ઔરંગઝેબના ધમધપણાના સંબંધમાં તટસ્થ પ્રજાએ તટસ્થવૃત્તિથી પોતાને દેશ મોકલેલા લખાણ ફેક્ટરી રેકર્ડસમાંથી મળી આવે છે. ઉપરના લખાણ ઉપરથી વાંચકને એ સંબંધી ખ્યાલ આવશે. એવા તટસ્થવૃત્તિવાળાઓ શિવાજીની ધાર્મિક મનોદશાના સંબંધમાં શું લખે છે તે પણ જણાવવાની જરૂર હોવાથી નીચે એક લખાણ રજૂ કરીએ છીએ. મી. ડેલને ઈ. સ. ૧૬૭૦ના જાનેવારી માસમાં શિવાજી મહારાજના સંબંધમાં પોતાના વિચારો દર્શાવ્યા હતા તેનો સાર નીચે મુજબ છે – શિવાજી બહુ મેટ અને પ્રબળ રાજા છે, એનામાં અજબ શક્તિ છે. એને અનેક શત્રુ છે. એવા બળવાન શત્રુની પણ જરાએ દરકાર રાખતા નથી. એ તો દુશ્મનની દરકાર રાખ્યા વગર પોતાનો રાજકારભાર એવી સુંદર રીતે ચલાવી રહ્યો છે કે પોર્ટુગીઝનાં થોડાં ઘણાં બંદરે બાદ કરતાં સુરત અને ગોવા બંદર વચ્ચેના મુલકમાં એણે પોતાની આણ ફેરવી દીધી છે. સુરત અને ગોવાના લેકે પણ શિવાજીથી ડરે છે. યુરોપિયન લેકેની સાથેનું એનું વર્તન વિચારપૂર્વકનું હોય છે, કારણ કે એ પ્રજાની પૂઠેથી એમના રાજાઓનું બળ હોવાને લીધે એ નવા શત્ર જાણી જોઈને ઉભા કરવા ઈચ્છતા નથી. એની પ્રજા પણ એની માફક જ મુર્તિપૂજક છે છતાં એ (શિવાજી) બધા ધર્મને સાંખી શકે છે. શિવાજી દીર્ઘદ્રષ્ટિવાળે અને મહાન રાજદ્વારી પુરુષ છે એવી એની આ દેશમાં કાતિ છે.” ઉપરના બે પુરાવા ઉપરથી જ વાંચકે ઔરંગઝેબ અને શિવાજીનું ધાર્મિક વલણ સમજી શકશે. ૨. વાડ પ્રાન્તની લૂંટ. મુસલમાને સત્તાના જોરથી હિંદુઓ ઉપર ભારે અત્યાચાર ગુજારી રહ્યા છે અને એમના ધર્મનું અનેક રીતે અપમાન કરી રહ્યા છે એ વાત એમના અંતઃકરણમાં બચપણથી જ ખટકી રહી હતી અને એવા વિચારીએજ એમનું જીવન ઘડયું હતું. મુગલ સત્તાના જુલમે તે દિવસે દિવસે વધતા જતા હતા. મહારાજે તે સામે કમર કસી હતી. મરાઠા સરદારો મહારાષ્ટ્રના મુગલ મુલક જીતવાનું અને લંટવાનું કામ ધમધોકાર ચલાવી રહ્યા હતા. ઈ. સ. ૧૬૭૦ના જાનેવારી માસમાં એક મુગલ અમલદારે લખેલું લખાણ નીચે પ્રમાણે છે – શિવાજીનું લશ્કર વરાડ પ્રાન્ત લૂંટી રહ્યું છે. બાદશાહી પ્રાંતમાંથી ૨૦ લાખની રકમ એમણે ભેગી કરી છે. ઔસાને કિલ્લેદાર બરખુરદારખાન લખી જણાવે છે કે શિવાજીનું ૨૦ હજાર માણસનું લશ્કર આ પ્રાંતમાં આવ્યું છે. મરાઠાઓ અને પ્રાંત લૂંટી રહ્યા છે અને વસલ પણ ઉઘરાવી લે છે. કિલ્લાથી ૨ ગાઉ દર એમના સરદારનો મુકામ છે. મારી પોતાની જાગીર પણ શિવાજીએ લૂંટી લીધી. ભરણપોષણ માટે પણ હવે મારી પાસે કંઈ રહ્યું નથી. વગેરે વગેરે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy