SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણુ ૨ જો ઈ. સ. ૧૬૭૦ના જાનેવારી માસમાં મુંબઇથી મી. ગૅરીએ લોડ આર્લીંગટનને લખેલા લખાણુમાં નીચેની બાબત જણાય છે: ઔરંગશાહે ધર્મસુધારાના અંધ ઉત્સાહથી કેટલાએ હિંદુ દેવાલયાના નાશ કર્યાં છે અને ધણાને બળજબરીથી વટલાવીને મુસલમાન બનાવ્યા છે. આરંગઝેબે શિવાજીના ઘણા કિલ્લાઓ લઈ લીધા છે અને એ પશુ એને સતાવી રહ્યો છે. શિવાજી કઈ એનાથી જાય એવા નથી. આ બધા સ ંજોગા ધ્યાનમાં લેતાં એમ કહી શકાય કે દક્ષિણ દેશ ટૂંક સમયમાં રણક્ષેત્ર બની જશે. ' ઔરંગઝેબના રાજ્યમાં હિંદુઓ ઉપરના જુલમ દિવસે દિવસે વધતા જતા હતા. આ જુલમના સંબંધમાં તે વખતની તટસ્થ પરદેશી પ્રજાઓનું શું કહેવું છે તે જાણવું વધારે જરુરનું થઈ પડશે. આવા સંજોગામાં તટસ્થ પુરાવા વધારે વજનદાર ગણાય કારણુ મુસલમાને જુલમ કરનારા હોવાથી એમના પત્રામાંથી આ બાબતેા પૂરેપુરી મળી આવવી અશકય છે એવી દલીલા હિંદુઓ કરે અને હિંદુઓ પોતે આ બાબતમાં ફરિયાદી હાવાથી મુસલમાનાનાં કૃત્યોને અતિશયાક્તિથી ચીતરે છે એવું મુસલમાન કહે માટે તે જમાનાની તટસ્થ પ્રજા શું કહે છે એ જાણ્યાથી ખરી સ્થિતિના ખ્યાલ આત કે તે માટે સુરતનાં કાઠીવાળા અંગ્રેજોનાં લખાણુ નીચે રજૂ કરીએ એ ઈ. સ. ૧૬૬૯ના નવેમ્બર માસમાં સુરતની અંગ્રેજી કાઠીના પ્રમુખે ક'પની તરફ લખાણ્યુ કર્યું હતું. તેના ટૂંકસાર નીચે પ્રમાણે છેઃ— * રાજકર્તા મુસલમાને તેમના ધમધપણાને લીધે સુરતના વાણી વેપારીવર્ગોં ઉપર અસહ્ય અત્યાચારો ગુજારી રહ્યા છે. પોતાના દેવમદિરાને મુસલમાનને હાથે ભ્રષ્ટ થતાં અટકાવવાને માટે, મુસલમાનેાની દાઢમાંથી ધર્મસ્થાને બચાવવાને માટે અને મુસલમાનાના જુલમથી બચવા માટે વાણીઆ અમલદારાને ખૂબ લાંચ આપે છે. આ લાંચને લીધે અમલદારો જુલમ કરવા ટેવાઈ ગયા છે અને વારવાર પ્રજાને એટલા બધા ત્રાસ દે છે કે એ લને લીધે ત્રાસી જઇને આ પ્રાંતમાંથી નાસી જવાને હિંદુઓએ નિશ્ચય કર્યાં છે. અત્રેના નામીચા શરાક્ તુળસીદાસ પારેખના કુટુંબ ઉપર મુસલમાનેએ ભારે ત્રાસ વર્તાવ્યેા છે. એ તુળસીદાસ પારેખના ભત્રીજા ઉપર એવા આરેાપ મૂકવામાં આવ્યે કે પાંચ વરસ ઉપર એણે એક મુસલમાન કાઝીએ ખાધેલા તખ઼ુચમાંથી એક કકડા ખાધા હતા. એ આપ આ માસ ઉપર મૂકી તેને પકડીને જોરજુલમથી એની સુન્નત કરી નાંખી અને તેને વટલાવી મુસલમાન બનાવ્યા. ગરીબ બીચારા વાણીઆથી આ માનહાનિ સહન ન થઈ તેથી તેણે આત્મહત્યા કરી. આ દિલ ઉશ્કેરનારા બનાવથી અત્રેના વાણીઆઓમાં ભારે ખળભળાટ મચી રહ્યો છે અને લોકા ગામ છોડી જવાના આખરી નિર્ણય ઉપર આવી પહેાંચ્યા છે. લાકા ગામ છોડી જતા રહે તે પહેલાં એમાંના પાંચ આગેવાન માણસા આપણા મુખ્ય દલાલ ભીમજીભાઈ પારેખને લઈ ને આપણા અમલદાર પાસે આવ્યા હતા. એમણે બધાએ એમની વીતી બહુ કરુણાજનક શબ્દોમાં કહી સંભળાવી અને આખરે એક વિનંતિ કરી કે જો એ લાકે ગામના ત્યાગ કરી ચાલ્યા જાય તે। તેમને વસવા માટે મુંબાઈ એટમાં આશ્રય આપવા. એમણે જણાવ્યું કે હાલના સંજોગામાં એમણે ગામ છેડવાને નિશ્ચય કર્યો છે. મી. જીરાલ્ડ આ માગણીથી આશ્ચર્ય પામ્યા હતા. એ માગણી સ્વીકારવામાં જો કે ખેટની વસાહત થવાથી લાભ જ થવાના હતા પણ દીદિષ્ટ દાડાવતાં જોખમદારી ભારે હાવાથી એમણે એ માગણી સ્વીકારી નહિ. આ માગણી જો મી. જીરાલ્ડ સ્વીકારે તે મુંબઈ બેટ તરત જ બાદશાહની આંખમાં ખટકવા લાગે અને આ બળવાન બાદશાહના ગુસ્સા સામે ટકવું કઠણ છે એમ માની માગણીના મી. જીરાલ્ડે અસ્વીકાર કર્યાં. અમદાવાદ જઈ બાદશાહ તરફ બધી વીતેલી વીગતવાર જણાવવા અને પ્રજાનાં દુખા દૂર કરવાની અરજ ગુજારવા અમે એ બધાંને સૂચના કરી. બાદશાહ થોડાં ઘણાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy