SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવાજી ચરિત્ર કરણ ર નું ૩ મહારાજે પુરંદર કિલ્લે છે, સિંહગઢ સર કરી મહારાજે સૂર્યાજી માલુસરેને તે કિલ્લાને કિલેદાર બનાવ્યો. સિંહગઢનું કામ પતાવ્યા પછી એમણે પિતાની નજર તરફ ફેરવી. પુરંદર ઉપર આ વખતે મુગલેએ રઝીઉદ્દીનખાન નામના અમલદારને કિલેદાર તરીકે રાખ્યો હતો. સિંહગઢના વિજયથી ઉત્સાહમાં આવી ગયેલા લશ્કરને ઉપયોગ કરી લેવાન મહારાજનો વિચાર હતો એટલે એમણે પુરંદર કિલે જીતવાનું કામ સૂર્યાજીને સેપ્યું. મહારાજને હુકમ થયા પછી સૂર્યાજીએ જરા પણ વિલંબ ન કર્યો. પિતાના લશ્કરને સજજ કરી સૂર્યાજી પુરંદર નજીક ગયો અને રાત્રે ગઢ ઉપર હલે કર્યો. સિંહગઢના વિજયની વાત એ અને સિંહગઢ ઉપર હલે કરી પઠાણ, આરબ અને રજપૂતને કાપી ઉદયભાણ તથા સીદી હિલાલ જેવાને પણ પૂરા કરી મરાઠાઓએ અજબ પરાક્રમ કરી ગઢ જીતી લીધો હતો એ વાતોએ આખા મહારાષ્ટ્રના મરાઠાઓમાં નવું તેજ પેદા કર્યું હતું અને આ ખબર સાંભળી દક્ષિણની મુસલમાની સત્તાઓ તે હેબતાઈ જ ગઈ હતી. શિવાજીએ ગજબ કરવા માંડ્યો છે એવી વાતો ચારે તરફ ફેલાઈ હતી. મરાઠાઓના પરાક્રમની વાતોએ પુરંદર ગઢ ઉપર હલ્લે કર્યો ત્યારે રઝીઉદ્દીનખાને સામનો કર્યો. આ કિલ્લામાં મુગલે સિંહગઢની માફક સખત સામનો ન કરી શક્યા. મરાઠાઓએ ધસારો કર્યો અને મગલેને હરાવી કિલ્લો કબજે કર્યો. પુરંદર ગઢ ઉપર ફાગણ વદ ૧૨ ને રોજ મરાઠાઓએ શિવાજી મહારાજનો વાવટો ફરકાવ્યો. આ કિલ્લાની લડાઈમાં મહારાજને યશવંત નારાયણ નાહારકર નામને ચોદ્ધો રણમાં પડ્યો. આમ મહારાષ્ટ્રના બે કિલ્લાઓ કેન્ડિાણ અને પુરંદર મુગલ પાસેથી મરાઠાઓએ જીતી લીધા. ઈતિહાસપ્રસિદ્ધ રાજારામ મહારાજને જન્મ. મહારાષ્ટ્રના ઇતિહાસમાં શિવાજી મહારાજના બીજા પુત્ર રાજારામ મહારાજનું નામ પ્રસિદ્ધ છે. મરાઠાઓની સખળડખળ થયેલી સત્તાને વ્યવસ્થિત કરી કરી બળવાન કરવાના કામમાં રાજારામ મહારાજે બહુજ અગત્યનો ભાગ ભજવ્યો હતે. સિંહગઢ જીત્યા પછી અને પુરંદરની છત પહેલાં ફાગણ સુદ ૧૧ને દિવસે એટલે ઈ.સ. ૧૬૭ના ફેબ્રુઆરી માસમાં રાણી સૌ. સાયરાબાઈને પેટે પુત્ર જન્મ થયો. આ પુત્રને જ શ્રી રાજારામ મહારાજ. ૪. પરાજય પછી જય. મહારાજના લશ્કરની કેટલીક ટુકડીઓ લઈ સ. એપત પિંગળે અને સ. આબાજી સેનદેવ પણ મુગલે પાસેથી મુલકે જીતી લેવા બહાર પડ્યા હતા. આ વખતે કાસારાઘાટમાં આવેલા મહુલીના કિલ્લામાં (આ કિલે કાસારાઘાટમાં શહાપૂર સ્ટેશન નજીક આવેલું છે. મુંબાઈથી આસરે ૫૦ માઈલ દૂર છે) મુગલ તરફથી મનહરદાસ ગૌર નામને બહાદુર રજપૂત કિલ્લેદાર તરીકે કામ કરી રહ્યો હતે. આ હિંમતબાજ અમલદારની ઓળખાણ આપવાની ખાસ જરૂર હેવાથી તે ટૂંકામાં આપીએ છીએ. મુગલેને વફાદાર એવા અનેક હિંદુ કુટુંબમાં મનેહરદાસ ગૌરનું કુટુંબ પણ ગણી શકાય. જહાંગીર બાદશાહની સામે એટલે બાપની સામે બળ જગાડીને શાહજહાન બાદશાહ જ્યારે પિતાના કુટુંબકબીલા સાથે દક્ષિણ આવ્યા હતા ત્યારે તેણે પોતાનાં બાળબચ્ચાં અને ધનદેલત ગેપાળદાસ ગૌર નામના એક વિશ્વાસ રજપૂતના કબજામાં સોંપી એમને માઉલીના કિલ્લામાં રાખ્યાં હતા. આવા કઠણ સમયે આ રજપૂત કુટુંબે પોતાની નિમકહલાલી અને વફાદારી સાબિત કરી શાહજહાનની પ્રીતિ સંપાદન કરી હતી બાદશાહ શાહજહાને આ વફાદાર કુટુંબની કદર કરી ગોપાળદાસ ગૌરના પુત્ર મહદ્દાસને માહુલોને ક્લેિદાર બનાવ્યો હતો. મનેહરદાસ એ પાળદાસ ગૌરને પુત્ર અને રાજા વિશ્વાસને રાત્રીને થતો હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy