SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ જ ] છે. શિવાજી ચરિત્ર ૪૦પ મરાઠાઓના પહેરા જોયા. મહારાજને આનદ થયા. જેમ જેમ મહારાજ આગળ ચાલતા ગયા તેમ તેમ ત્તેહના ચિન્હો એમની નજરે પડ્યા પણ ચારે તરફ્ ગ્લાનિ નજરે પડી. આગળ ગયા ત્યારે એમણે મરાઠાઓને તાનાજીના શખની આજુબાજુ ખેઠેલા જોયા. શેલારમામા ભાણેજને શાક કરી રહ્યા હતા. સૂજી પોતાના ભાઈની યાદ કરી આંસુ ગાળી રહ્યો હતા. ખીજા અમલદારા અને યેદ્દાઓ તાનાજીના ગુણગાન કરી રડી રહ્યા હતા. મહાહાજે આ દેખાવ જોયા અને એમના અંતઃકરણને જબરો ધક્કો લાગ્યે. મહારાજની માંખામાંથી શ્રાવણુ-ભાદરવા વહેવા લાગ્યા. પેાતાના માથા ઉપરના મલિ મહારાજે કાઢી નાંખ્યા. કમરે સફેદ શેલું હતું તે માથે બાંધ્યું પગમાંના જોડા કાઢીને પોતે તાનાજીના શબ પાસે ગયા. મ્હાં ઉપર એઢાડેલા મંદિલ દૂર કરી એકીટસે મહારાજ પોતાના બાળસ્નેહી તાનાજી તરફ જોઈ રહ્યા. આંખામાંથી અશ્રુધારા વહી રહી હતી. · તાનાજી ! વહાલા તાનાજી! તારી ખોટ નહિ પૂરાય. તાના ! પ્યારા તાના ! તારી ગેરહાજરીમાં બધાની સંભાળ લેવા માટે હું છું પણ તારા વગર મારે ક્રાણુ ? મને એકલાને મૂકીને તને જવું કેમ ગમ્યું? પ્રભુએ તારે ને મારા વિયોગ પાડ્યો. તાનાજી હુંવે તારા વગર મારી સાથે ખરેાબરિયા તરીકે છૂટથી કોણ વર્તશે ? મારા જમણા હાથ, મારા સુખના આર, મારી હિંમતને આજે છેડી રે પૂર્ણાં તમારી બિંદુ ધમની સેવા કરતો કરતો સ્વગે ચાલ્યે. એમ. પ્રર્જીના દરબારમાં એ ગયા. શેલારમામા! હિંદુ ધર્મના ઉદ્ધારના કામમાં તમારા ભાણેજ કૈલાસવાસી થયેા. મામા! તાનાજી મારા ગયે. તમે અને સૂછ તા એમજ માનેા કે શિવાજી આજે મરી ગયા અને તમારા તાનાજી જીવતા છે. જાનકીભાભીને મારા સંદેશા કહેજો કે મારા વહાલા તાનાજીના શબ્દ આગળ મે' પ્રતિજ્ઞા લીધી છે કે જેવા મારા શંભુ અને રાજારામ તેવેાજ હું રાયખાને ગણીશ. સૂર્યાજી ! શેલારમામા ! આપણા તાનાજીસિંહે આ સિંહગઢ લીધે, સિંહે સિંહગઢ લીધા પણ મારા સિંહ ગયા.’ ઈ. સ. ૧૬૭૦ના ફેબ્રુઆરીની ૧૭મી તારીખે તાનાજી માલુસરે સ્વવાસી થયા. શિવાજી મહારાજની જોડી તૂટી. પ્રકરણ ૨ જી ૧. શિવાજી મહારાજના જયજયકાર ૨. વરાહ માંતની લૂંટ. ૩. મહારાજે પુર દર કિલ્લા જીત્યા. ૪. પરાજય પછી જય. ૫. ચાંદારની લૂંટ. ૬. કલ્યાણ ભીડીને બો. ૭. કર્નાળા અને લેાહુગઢની જીત. ૮ લુદીખાનને ઘાયલ કર્યાં. ૯. નાંદેડને સુઅલ અમલદાર નાસી ગયા. ૧. શિવાજી મહારાજના જયજયકાર, વાજી મહારાજ ઔરગઝેબ જેવા ધર્માંધ ન હતા પણુ એ ધર્માભિમાની હતા. હિંદુ ધર્મનાં * અપમાનેં એમને અસહ્ય લાગતાં. ઔરંગઝેબના ધર્માંધપણાએ શિવાજી મહારાજને મુગલસત્તા સામે કમર બાંધવાની જ પાડી હતી. હિંદુ ઉપર એણે ગુજારેલા જુલમ બીજાને પણ અસલ લાગવા માંડ્યો હતા અને એના કૃત્યોથી મહારાષ્ટ્રમાં ભારે ખૂનખાર લડાઇ થશે એવું .ભવિષ્ય તટસ્થ વેપારી અંગ્રેજ પ્રજાએ પણ ભાખ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy