SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ४७४ છ. શિવાજી ચરિત્ર ભાન છે? નાસીને કન્યાં જશે? તમારે બાપ મરીને પડ્યો છે તેનું વેર લે. નીચે ઉતરવાને દોર તે મેં મારોએ કાપી નાંખ્યો છે. નીચે જવા માટે હવે રસ્તે જ નથી. ખીણમાં પડીને રણમાંથી નાસવા માટે નકે જાઓ અથવા રણમાં પડીને સ્વર્ગે સીધાએ. શિવાજી મહારાજના સેવકે! તમે અનેક વખતે આ યવનેને તમારી સમશેરનો સ્વાદ ચખાડ્યો છે. આજે કેમ ના છે? પાછી કરો. તાનાજીરાવના શબને બેવફા ન નીવડે. નિમકહરામ ન બને. આકાશમાં હમારા વડવાઓ તમારા પરાક્રમ જેવા પધાર્યા છે. તમને વ્યંડળની માફક નાસતા જોઈ એમને દુખ થશે. મૂર્ખાઓ! આ પ્રસંગે તમારે સરદારના શબને દુશ્મનના કબજામાં આપી સમરાંગણમાંથી તમે નાસી જઈ ખીણ અને કોતરોમાં પડીને મરશે તે તમે જાતે નર્યું જશે અને તમારા આ પાપથી તમારા વડવાઓને ન ખેંચશે. હિંમતબાજ મરાઠાઓ! તમે યવને ઉપર અનેક વિજયે મેળવ્યા છે, તમે રણમાં જીવનની આશા મૂકીને ઘુમવા લાગશે. તો તમારી સામે કોઈ ટકી શકશે નહિ. મરાઠાઓ ધારે તે મુસલમાની સત્તાના મૂળ જોતજોતામાં ઉખેડી નાંખશે. તમારી સમશેરને સ્વાદ યવનોએ ચાખ્યો છે. તમારાં પરાક્રમો દેખી યવનોએ અનેક વખતે પહોંચા કરહ્યા છે. મુગલોના શા ભાર છે? તમારી સામે કોણ ટકી શકે એમ છે? તમારામાં બળ છે, કળ છે, શક્તિ છે, યુક્તિ છે, સમરકૌશલ્ય છે, ચપળતા અને ચાલાકી તે તમારા બાપની છે. આવે વખતે સાહસની જરૂર છે. સાહસ કરે, આગળ ધશે. મરાઠાઓ ! તમે તમારા ધર્મને છળ કરનારી સત્તાને ઉખેડી નાંખવાનું પૂણ્યકાર્ય હાથમાં લીધું છે તે પૂરું કર્યા સિવાય પાછો ન ઉઠાય. મહારાષ્ટ્રના પરાક્રમી પુરૂષો ! તમારા ધર્મ ઉપર ધાડ લાવનારની સત્તા ઉખેડી નાંખવા માટે આગળ વધે. વિચાર ન કરો.' એમ બોલી મૂર્યાએ નાસતા મરાઠાઓને અટકાવ્યા અને એમને પાણી ચડાવ્યું. એમને વ્યવસ્થિત કરી, પિતાની સાથે લઈ સૂર્યાજી આગળ ધસ્યો અને મુગલ તરફથી લડતા રજપૂત અને પઠાણે ઉપર હલ્લો કર્યો. “હર હર મહાદેવ ” અને “ અલાહ અકબર'ની બૂમેથી કિલે ગઈ રહ્યો હતે. તાનાજી સરદાર રણમાં પડ્યા પછી મુગલ લશ્કર બહુ જોર ઉપર અવ્યુિં હતું. મરાઠાઓને નાસતા જોઈ મુગલેએ રણરંગ બદલી નાંખ્યું હતું પણ સૂર્યાને હલાથી ફરી પાછી સખત લડાઈ જામી. કાપાકાપીનો સપાટે વધતો ગયો. તાનાજીના શબ આગળ તો ભારે યુદ્ધ જામ્યું હતું. શેલારમામાં ખડકની માફક વચ્ચે ઉભા રહી લડતા હતા. તાનાજીનું વેર વસુલ કર્યા સિવાય પાછા નહિ કરવાનો મામાએ નિશ્ચય કર્યો હતો. આખરે ઉદયભાણ અને શેલારમામા સામસામે આવી ગયા. બન્નેએ એક બીજા ઉપર ઘા કરવાની ચાલાકી શરૂ કરી. એક તરફ ૮૦ વરસનો વૃદ્ધ શેલારમામાં અને સામે ભરજુવાન ઉદયભાણ. જોવા જેવું યુદ્ધ ચાલ્યું. આખરે શેલારમામાએ ઉદયભાણુની કતલ કરી પિતાના ભાણેજનું વેર લીધું. ઉદયભાણ પડ્યાના સમાચાર કિલ્લા ઉપર ફરી વળ્યાં. દુશ્મન લશ્કર નાસવા લાગ્યું. સૂર્યાએ મરાઠાઓની આગેવાની લીધી જ હતી. એ ચારે તરફ ઘુમી રહ્યો હતો. શેલારમામાએ પણ શત્રુની કતલ કરવામાં બાકી રાખી ન હતી. કતલ બહુ થઈ એટલે સૂર્યાજીએ હુકમ કર્યો કે “દુશમનના જે સિપાહી હાથયાર હેઠાં મૂકી નિ:શસ્ત્ર બની શરણે આવે તેમને જીવતદાન આપવું.' આ હુકમ સાંભળતાંજ મુગલ દળના સંખ્યાબંધ સૈનિકોએ ટપટપ હથિયાર હેઠાં મૂકવા માંડ્યાં. શરણ આવેલાઓ ઉપર મરાઠાઓએ દયા બતાવવા માંડી. કિલ્લા ઉપર મુગલેને વાવટો નીચે પાડ્યો અને તેની જગ્યાએ ‘હર હર મહાદેવ’ ‘શિવાજી મહારાજકી જય'ના અવાજ સાથે મરાઠાઓએ શિવાજી મહારાજનો અંડે ફરકત કર્યો. મરાઠાઓએ કિલ્લાના દરેક દરવાજા ઉપર મરાઠાઓના પહેરા બેસાડી દીધા. પહેલેથી નક્કી કર્યા મુજબ જીતની ખબર મહારાજને તરત આપવા માટે કિલા ઉપરની ઘાસની ગંજી શેલારમામાએ સળગાવી મૂકી. શિવાજી મહારાજ રાહ જોઈ રહ્યા હતા. કડાણા ઉપર અજવાળું જોયાથી મહારાજને ખાતરી થઈ કે કોન્ડાણ મરાઠાઓએ સર કર્યો. મહારાજે પિતાની કૃષ્ણ ઘડી તૈયાર કરાવી અને થોડાં માણસ સાથે મહારાજ તાનાજીને અભિનંદન આપવા અને પ્રેમથી ભેટવા માટે નીકળ્યા. મહારાજ કેન્ડાણે જઈ પહોંચ્યા. દરવાજા ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy