SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧ ૩. , છ. શિવાજી ચરિત્ર રહેવાના. એણે જીવવાની આશા મૂકી દીધી. મરાઠાઓની સામે જતાં પહેલાં એણે પિતાની બેગમને એના મરણ પછી બીજા કોઈ એમનો ઉપભોગ ન કરે તે માટે, પિતાને મરણ પહેલાં જ જન્નતનશીન કરી દીધી અને તેમના લેહીનું તિલક કરી તાનાજીની સામે વાધની માફક ફાળ ભરતે નીકળે. સીદીએ તાનાજીને કહ્યું કે “મ્હોંમાં તૃણ લઈ માથે ખાસડાં મૂકીને શરણું આવીશ તે તને જીવતદાન આપીશ. મુગલ સરદારોને શરણુ જ નહિ તે મરવા તૈયાર થા.” “હું શિવાજીને સેવક છું. સમરાંગણમાં હું મરણને શરણ જઈશ પણ શત્રને શરણ તો નહિ જ જાઉં.' બને વચ્ચે જબરે યુદ્ધ થયું. સીદી હિલાલ કસાયેલે વીર હતો. ભલભલાનાં એણે પાણી ઉતાર્યા હતાં. એ કંઈ સહેજમાં મહાત થાય એમ ન હતો. બંને એકબીજાને ટપી જાય એવા હતા. મરાઠાઓએ તે ચારે તરફ ઘુમીને કતલ કરવા માંડી હતી. કિલ્લા ઉપરના સિપાહીઓના ગેરસાવધપણને લાભ લઈ મરાઠાઓએ ગઢ ઉપર ઠેકઠેકાણે મુગલ લશ્કરના સીપાહીઓ ઉપર હલ્લા કરી, છાપા મારી કતલ કરવાને સપાટે ચલાવ્યો. તાના અને સીદી હિલાલ બન્ને રણે ચડયા હતા. આખરે તાનાજીએ તલવારના ઘા હિલાલના માથા ઉપર કરી તેને ઉભે ચીરી નાંખે. સીદી હીલાલ પદ્માથી મુગલમાં ભારે ખળભળાટ મચી રહ્યો. મુગલ લશ્કરની સંખ્યા બહુ હતી, પણ અચાનક હલે થયો તેથી ગભરાટમાં પડી ગયા, હિંમત હાર્યા અને નાસવા માંડયું. મરાઠાઓએ “હરહર મહાદેવ'ના અવાજે કરવા માંડ્યા. મુગલ લશ્કરના પઠાણે “અલ્લાહ અકબર'ના અવાજ કરી રહ્યા હતા. શેલારમામાની સમશેર સેંકડોનાં લેહી પીધાં હતાં છતાં હજુ તેની તરસ છીપી ન હતી. આ સ્થિતિએ વાત પહોંચી. ઉદયભાણે પિતાના છોકરાઓને મરાઠાઓની સામે મોકલ્યા. ઉદયભાણના બારે છોકરાઓને લડાઈમાં કાપી નાંખીને તાનાજીએ હાહાકાર વર્તાવી દીધા. પિતાના બારે પુત્રને મરાઠાઓએ લડાઈમાં મારી નાંખ્યાના માઠા સમાચાર ઉદયભાણને મળતાં જ આ સમરાંગણને શેર જનાનખાનામાંથી કેક મારી બહાર આવ્યા અને પોતાની બેગમને કાપી તાનાજી સામે દેડ્યો. મરાઠા અને મુગલે વચ્ચે ભારે યુદ્ધ જામ્યું હતું. પઠાણે અને આરબોએ રજપૂતો સાથે મરાઠાઓ ઉપર બહુ ઝનુની હલાઓ કરવા માંડ્યા. ઉદયભાણુ અને તાનાજીને સામને થયા. બને અકબીજા ઉપર તૂટી પડ્યા. બને કુશળ હતા. લડતાં લડતાં તાનાજીના હાથમાંની ઢાલ તૂટી પડી. તાનાજીએ જમણે હાથે તલવારના પટા ચાલુ રાખ્યા હતા અને ડાબે હાથે કમરનું ઘેલું કાઢી હાથ ઉપર વીંટી લડવા લાગ્યો. ઉદયભાણે તલવારને એક ઘા તાનાજીના જમણા હાથ ઉપર કર્યો. તાનાજી એ ઘા અહર ઝીલી લે તે પહેલાં તે એનો હાથ કપાઈ ગયા. ઉદયભાણે તરતજ બીજો ઘા કરી તાનાજીને નીચે પાડો. તાનાજી પાડયો અને બોલ્યો “મહારાજ! આ મારી છેટલી સેવા સમજજે. આ મારી સેવાને હંમેશની માફક પ્રેમથી સ્વીકાર કરજે. મારું ધાર્યું ન થયું. ધાર્યું તે ધણીનું થશે. મુગલ વાવટે હજુ કિલ્લા ઉપરથી નીચે નથી પડયો. આજ સુધીની મારી સેવાઓ જ સાચી હશે તે મારી પ્રતિજ્ઞા પૂરી કરવાનું બળ પ્રભુ મારા સિનિમાં મૂકશે. મહારાજ ! આપને અને મારો ઋણાનુંબંધ પૂરો થશે. હું આજ સુધી આપને જ રહ્યો અને આપની સેવામાં જ સંતોષ માનીને હું સ્વર્ગ જાઉં છું.” આ શબ્દો બોલી શૂરવીર તાનાજી શિવાજી મહારાજને પ્રાણુ, મરાઠાઓને માનીતે, યવનોને કાળ, હિંદુત્વના તારણહારનો સાથી, હિંદવી સ્વરાજ્યનો સ્થંભ આ દુનિયા છોડી સ્વર્ગે સીધાવ્યો. તાનાજી પડ્યો અને મરાઠાઓ હિંમત હારી ગયા. રણરંગ બદલાય બાજી ફરી ગઈ. મરાઠાઓએ નાસવા માંડયું. કેઈ નાસી ન જાય તે માટે કલ્યાણ દરવાજા ઉપર સૂર્યાએ મરાઠાઓની એક ટુકડી મૂકી હતી. આ ટુકડી કોઈપણ મરાઠાને પાછા જવા દેતી ન હતી. નાસનારાઓને કલ્યાણ દરવાજાથી પાછી કાઢવામાં આવ્યા એટલે નાસતા મરાઠાઓ ઝંઝાર બુરજ આગળ થઈ ડણાગિરિ ખીણ આગળ આવ્યા અને જે દર વડે તાનાજી અને તેના સાથીઓ ઉપર આવ્યા હતા તે દરથી નીચે જવાનો પ્રયત્ન કરવા લાગ્યા. સૂર્યાજીએ જોયું કે હાથમાં આવેલી બાજી બગડે છે, મરાઠાઓના નામને કલંક લાગે છે એટલે એ ડાણાગિરિ ખીણ તરફની દીવાલે દડવો અને દોર કાપી નાંખ્યો અને બોલ્યો “ વ્યંડળની માફક ભાગતા મરાઠાઓ! તમે કયાં છે તેનું 80. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy