SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ લું વાત મોકૂફ તે રખાય જ નહિ.” એમ બેલી યશવંતી તરફ બહુ ગુસ્સાથી તાનાજીએ જોયું અને કહ્યું “યશવંતી આજે તે મને અપશુકન કર્યા છે. મારા અંતની આગાહી આપવા તું આવી છું કેમ? તું જા, તને પાછી છોડું છું. મને પ્રાણની પરવા નથી, તું તારી ફરજ બજાવ. હું મારી ફરજ બજાવીશ. જા યશવંતી, જા, ઉપર જા. તે અનેક જીત મેળવી છે તેમાં આ એક વધારો કર.” એમ બેલી યશવંતીને ઉપર છોડી. યશવંતી સરસર કરતી ઉપર ગઈ અને પત્થરને ચૂંટીને બેઠી. તાનાજીએ દેરને આંચકો માર્યો અને યશવંતી બરાબર ચેટી છે કે નહિ તેની ખાતરી કરી. શેલારમામાં ઉપર ચડવા માટે તૈયાર થયા તેમને દૂર કરીને તાનાજીએ કહ્યું “મને પ્રથમ જવાદે. મારી ત્યાં પહેલી જરુર છે. એક માણસ ઉપર પહોંચ્યા પછી બીજે ચડે એ રીતે તમે એક પછી એક બીજાને એમ બધાને ઉપર મોકલીને ઉપર આવે. ઉપર આવવાની ઉતાવળ કરીને એક માણસ ઉપર પહોંચતા પહેલા બીજે ચડવાની શરૂઆત કરશે તે અધવચમાં દર તૂટી જશે.” તાનાજીએ પિતાની તલવાર દાંતમાં પકડી અને ઉપર ચડવા માંડ્યું. જોતજોતામાં તાનાજી ઉપર ચડી ગયો રાતા અંધારી હતી. પણ બહુ બિહામણી લાગતી હતી. સર્વત્ર અરણ્યની શાંતિ પથરાઈ હતી. બીલકુલ અવાજ કર્યા સિવાય એક પછી એક પચાસે મરાઠાઓ ઉપર ચડી ગયા. તાનાજી ઉપર ઉભે જ હતો. જે મરાઠાઓ ઉપર આવે તેને તેના શસ્ત્ર સાથે તાનાજી જમીન ઉપર સુવાડી દેતે. કિલ્લાના ઝુંઝાર બુરજ ઉપર મેટી તોપ હતી તે કબજે કરવાનું અને કલ્યાણ દરવાજો ખેલવાનું એમ બે કામ પ્રથમ કરવાનાં નક્કી કર્યા હતાં. અવાજ કર્યા સિવાય પહેરા ઉપરને સિપાહી અને રસ્તામાં જે કંઈ મળે તેને કાપી નાંખવાની સૂચના તાનાજીએ બધાને આપી જ મૂકી હતી. ઝુંઝાર અરજ આગળ જઈ તપ કબજે કરવાની અને છૂપી રીતે કલ્યાણ દરવાજે જઈ પહેરા ઉપરના સિપાહીઓને સાફ કરી દરવાજો ખોલવા સંબંધી સૂચના અપાઈ ગઈ હતી અને તે માટે માણસો પણ નકકી કરવામાં આવ્યા હતા, એટલે બધા ઉપર ચડ્યા પછી નક્કી કરેલા કામ માટે સૌ ચાલ્યા ગયા, ઝુંઝાર બુરજ ઉપર પઠાણને પહેરો હતે. ત્યાં જઈ મરાઠાએ સુતેલા પહેરાવાળાઓને કાપી નાંખ્યા. જે જાગતા હતા તેમને પણ અચાનક જઈ કાપી નાંખ્યા. પહેરાવાળાઓને કાપી મરાઠાએ અંદર પઠા અને ઝુંઝાર બુરજ ઉપરની માટી તેમાં એક જબરી મેખ મારી. આ કામ આટોપી આ ટોળી કલ્યાણ દરવાજા તરફ ગયેલા માણસેની કુમકે ગઈ. મરાઠાઓએ કલ્યાણ દરવાજા ઉપરના પહેરાવાળાઓને કતલ કર્યા અને કલ્યાણ દરવાજો મરાઠાઓ ખેલવા લાગ્યા. તાનાજીના હુકમ મુજબ મરાઠાઓએ મૌન સેવ્યું હતું પણ આટલી બધી કતલ થયા પછી વાત છૂપી રહે એ શક્ય ન હતું. વાત ફેલાઈ કે મરાઠાઓ ગઢમાં ઘુસ્યા છે. ઉદયભાણને ખબર કરવામાં આવી કે મરાઠાઓ કિલામાં ભરાયા છે અને એમણે તોફાન શરૂ કરી દીધું છે. ઉદયભાણુ નીશાથી ચકચુર થઈને જનાનખાનાનું સુખ અને વૈભવવિલાસ ભોગવી રહ્યો હતો. મરાઠાઓના તોફાનની ખબર મળી એટલે એણે જણાવ્યું કે એમના ઉપર આપણે ચંદ્રાવલી હાથી છોડી મૂકો અને સીદી હિલાલને તૈયાર થવાની ખબર આપે. ચંદ્રાવલીથી જ કામ પતી જશે અને જો એનાથી નહિ પતે તે સીદી હિલાલને બેલાવ એટલે મરાઠાઓ ઉભી પૂંછડીએ નાસી જશે. મારે જાતે આવવાની જરાએ જરુર હું જેતે નથી.’ આ ગાંડા હાથીને મરાઠાઓ સામે છોડી દેવામાં આવ્યો. ગાંડે હાથી સુંઠ વીંઝત વિઝને મરાઠાઓ ઉપર ચાલી આવ્યો. તાનાજી બહુ ચાલાકીથી એની સુંઢમાંથી બચી ગયો અને હિંમતથી એની પીઠ ઉપર ચડયો અને તલવારવડે હાથીની સૂંઢ કાપી નાંખી અને હાથીને મારી નાંખ્યો. હાથી પડો એટલે હાહાકાર થયો. હાથી પડવાના સમાચાર ઉદયભાણને પહોંચાડવામાં આવ્યા એટલે એ તૈયાર થયો. એને ખબર મળી કે મરાઠાઓએ કલ્યાણ દરવાજે સર કરી તેના ઉપર મરાઠા સિપાહીઓ મૂકી દીધા છે અને મુગલ સિપાહીઓની ભારે તલ કરી છે. એણે જાણ્યું કે મરાઠાઓ લેહીના તરસ્યા છે અને ભારે ખૂન્નસવાળા છે. આવા જબરા કિલ્લામાં એમણે પેસી જઈને મુગલેની કતલ કરી છે એટલે હવે કિલ્લે જીત્યા સિવાય એ નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy