SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧ † ] છે. શિવાજી ચરિત્ર ૪૩ પણ ત્યાં સાહસ ખેડ્યાથી પણ કંઈ વળશે તે નક્કી ન કહેવાય. મા, તેં મારી અગ્નિપરિક્ષા કરવા માંડી છે. ' પુત્રના આ શબ્દો સાંભળી છંછેડાયેલી સિંહણુની માફક જીજાબાઈ ગઈ ઉઠયાંઃ— શિવબા ! તારે મ્હાંડેથી હું આ શું સાંભળું છું ? તારું ક્ષાત્રતેજ કેમ ઝાંખુ પડયુ છે ? તું ખેલ્યા એ શબ્દો સાચા ક્ષત્રિયના મ્હાંમાં ન શોભે. શું તું એમ માને છે કે પઠાણાની સ્ત્રીઓ અને આરોની સ્ત્રીઓ જ વીર સતાના પેદા કરે છે અને મહારાષ્ટ્રની સ્ત્રીઓ શું નિળ, નિર્વીય, નિઃસત્વ અને નિર્માલ્ય સતાને પ્રસવે છે ? આવા ભીરૂ વિચારા તારા ભેજામાં શી રીતે ભરાયા ? આજા સુધી તે બતાવેલી હિંમત, શૌય' અને બહાદુરીતે આવા વિચારાથી ઝાંખપ લાગે છે. મેળવેલી કીર્તિ ઉપર તું પાણી ફેરવવા તૈયાર થયા છે. ક્રાન્ડાણા ઉપર મુગલ વાવટા હજી સુધી ઉડી રહ્યો છે તે તું અને તારા સાથી મરાઠાઓ સાંખી રહ્યા છે એ શરમાવનારી વાત છે. જો મહારાષ્ટ્રના મરાઠાઓએ ચૂડીઓ પહેરી હાય તા તે બધા ધરમાં બેસીને સુખેથી ચૂલા સંભાળે. મૃત્યુને ભય રાખતા હોય એ ક્ષત્રિયા દળવા ખાંડવાનું કામ રાજી ખુશીથી સ્વીકારી લે. મહારાષ્ટ્રની દેવીઓમાં, મહારાષ્ટ્રની સ્ત્રીઓમાં હજી એ નિષ્ફળતા નથી આવી. પુરુષને અશકય લાગતી વાતે સ્ત્રીઓ શકય કરી બતાવશે. પોતાના ધર્મની ઈજ્જત સાચવવાના કામમાં મહારાષ્ટ્રની સ્ત્રીઓ એમને તક આપવામાં આવશે તેા પેાતાના દેહનું બલિદાન કરી પાવન થશે. શિવબા ! તને નિર્ભય અને સાહસિક બનાવવા માટે તારા બચપણમાં મે અનેક પ્રયત્ન કર્યાં હતા. શું મારા અખતરા અફળ ગયા ? તારામાં ધા ઉદ્ધાર કરવા માટે અખૂટ હિંમત આવે એવી રીતનું તારુ જીવન ઘડવા માટે મેં અનેક પ્રયત્ને કર્યાં હતા. હિંદુત્વની જ્યાતિ તારામાં અનિશ જાગૃત રહે તે માટે જે જે કરવું ધટે તે મેં બધું કર્યું હતું. તું મહારાષ્ટ્રને યવનાની સાંકળામાંથી છેડાવીશ એવી મને ખાતરી હતી. હિંદુસ્થાનના હિંદુએ ઉપરના જીલમા તું દૂર કરી શકીશ એવી મને આશા હતી. તારે હાથે હિંદુત્વનું રક્ષણ થશે એમ હું માનતી હતી પણ આજના તારા શબ્દોએ મારો ઉત્સાહ ભાંગી ગયા છે. શિવબા ! તારા શબ્દોથી મારું દૂધ લાજે છે. તું કુલિંદપક નીવડ્યો એમ માનીને હું હરખાતી હતી, મને આનંદ થતા હતા, પણ આજના તારા શબ્દોએ આશાના પડદે ચીરીને ખરી સ્થિતિથી મને વા કરી છે. શિવમા ! શિવબા ! અક્ઝલખાન યવનનું માથુ પ્રતાપગઢ ઉપર લઈ આવનાર તું જ કે ? હજારા યાદ્દાઓની વચમાં વસેલા શાહિસ્તખાનનાં આંગળાં તેના જનાનખાનામાં કાપનાર તું જ કે ? મુગલાની રાજધાનીમાંથી અનેક મુગલ અમલદારાની આંખામાં ધૂળ નાંખીને સેકડા માઈલ દૂર પગપ્રવાસે મહારાષ્ટ્રમાં આવનાર તું જ કે ? તદ્દન નાની ઉંમરમાં યવન ખાદશાહને કુર્નીસ નહિ કરવાની હઠ પકડનાર તું જ કે ! સીદી જોહર જેવાને ચણા ચવડાવી પન્હાળા ગઢમાંથી સહીસલામત છૂપી રીતે ચાલી આવનાર તું જ કે ? હિંદુત્વનું રક્ષણ કરવા હિંદુ સત્તા સ્થાપવા માટે સર્વસ્વને ભેગ આપવાની પ્રતિજ્ઞા લેનાર તું જ કે ? યવનેાની સત્તા— વૈભવ અને ખળમાં અંજાઈ જનાર ક્ષત્રિયનું ક્ષત્રિત ખામીવાળુ ગણાય એમ તારા પિતાને વારંવાર કહેનાર તું જ કે ? જામેલી સત્તા ઉખેડવાનાં અને નવી સત્તા સ્થાપન કરવાનાં કામ ગણત્રીબાજોથી નથી થવાનાં, એ કામે સાધવાં હોય તે માણસે અનેક સાહસેા માટે તૈયાર થવું જોઈ એ, પ્રસંગ આવે તા ખુલ્લી આંખે અંગારમાં પણ કુવું જોઈ એ એવા ઉપદેશ માવળાને આપનાર તુ' જ કે ? શિવખા ! ભય એ શી ચીજ છે એતા તે જાણી જ નથી એવું તારું આજસુધીનું જીવન છે. આજ સુધીનું તારું વન નિર્ભયપણાને નમૂના હતું. માતા ભવાની ઉપરની તારી આસ્થા ક્રમ શિથિલ થઈ ? જ્યાં સુધી કાન્ડાણા યવનાનાં કબજામાં છે ત્યાં સુધી ખીન્ન કિલ્લાએ ભલે તમારા કબજામાં હોય તે પણ તે શા કામનું ? કાન્ડાણા તે। મહારાષ્ટ્રના કિલ્લાઓનેા રાજા છે. ક્રાન્ડાણા ઉપર યત્રતાના ઝંડા ફરકતા હાય તા તારી સત્તા શા કામની ? શિવબા ! શિવબા ! ખેલ, નીચું માથું ધાલીને કેમ બેસી રહ્યો છે. કક્યુલ કર્યાં મુજબ કાન્ડાણા કિલ્લા મહાવદ ૮ સુધીમાં આપવા છે કે નહિ ? તને અને તારા સાથીઓને મરણુના ભય હાય તેા તેમ ખેલી દે. મરણુતા ભય રાખીને મરાઠા જામેલી મુસલમાની સત્તા- ઉખેડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy