SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ લું નાંખવાને વિચાર કરે છે કેમ ? ઉદયભાણ બહુ બળીઓ છે, પઠાણે બહુ બળીઆ છે, આરબ બહુ બળી આ છે તેથી કેન્ડાણના કિલ્લા ઉપર યવનઝંડો ફરકતો રહેવા દે; આ તારા વિચારોથી સિસોદિયાએ શરમાશે, યાદ લજજા પામશે. તારા વડવાઓએ દિલ્હીના ચમરબંદી યોદ્ધાઓને, રથી મહારથી યવન સરદારને, હાથમાં માથું લઈ ધર્મને નામે લડતા હજારો યવન સૈનિકોને રણમાં રગદોળ્યા છે. એવા હજારો સનિકનો સંહાર કર્યો છે અને નાકને માટે પિતાના હજારે નવજુવાનોના માથાંને ભેગ આપે છે. શિવાજી ! તારા વડવાઓને ઇતિહાસ તો લેહીથી લખાયેલું છે. એવા પઠાણું અને આરઓને અનેક પ્રસંગે તારા વડવાઓએ મેવાડની પૂણ્યભૂમિ ઉપર મારી હઠાવ્યા છે. સમરાંગણમાં સિસેદિયાથી કઈ બળીઓ છે જ નહિ. આ જમાનાનું બીકણપણું તારામાં પેસી જશે એવી મને સ્વપ્ન પણ કલ્પના ન હતી. કાનાણાને કિલ્લે મહાવદ ૮ સુધીમાં મારે જોઈએ. બેલ આપે છે કે નહિ?” માતા જીજાબાઈનું ભાષણ સાંભળતાંજ મહારાજ સતેજ થયા અને બોલ્યા “મા, તારે ક્રોધ હું સમજી શકું છું. યવનના બળથી ભય ઉત્પન્ન થાય એવી રીતનું મારું જીવન ઘડાયું જ નથી. કોન્ડાણુને કબજે લેવા માટે ભારે તાલાવેલી તે મારામાં ઉત્પન્ન કરી છે. આવી રીતનો ક્રોધ કરનારી અને ઠપકે દેનારી, આત્મામાનની સાચી લાગણીવાળી, હિંદુત્વ માટે પુત્રને પણ હોમવા તૈયાર થનારી માતાને પેટે જમ્યાથી જ મારું જીવન અને ધન્ય લાગે છે. તારો ઠપકે અને તારા શબ્દો હું બરાબર સમજી ગયો છું. મા, મારી જવાબદારીઓનું મને બરાબર ભાન છે. હું એ નથી ભૂલ્યો. નવી હિંદુ સત્તા સ્થાપવા માટે ભારે સાહસ ખેડવા હું હંમેશ તૈયાર છું. બસ! મારો નિશ્ચય થયો. મા, તારી માગણી મને કબુલ છે. મહા વદ ૮ સુધીમાં આ તારે શિવબા કડાણુને કિલ્લે આપશે. મહા વદ ૯ પછી કેન્ડાણ કિલા ઉપર યવનેને વાવટ નહિ ફરકતે હોય એની તું ખાતરી રાખજે. કનાણા ઉપર એ યવન વાવટ હશે તે અમે આ દુનિયામાં નહિ હોઈએ અને અમે જે જીવતા હોઈશું તે આ વાવટ નહિ હોય. મા, હવે શાન્ત થા અને તારા અંતઃકરણના મને આશીર્વાદ આપ.” તરતજ જીજાબાઈએ સ્મિત કર્યું અને શિવબાને માથે હાથ ફેરવી બોલ્યા:-“બેટા, જગદંબા ભવાની તારું રક્ષણ કરશે. ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખ. આપણે પક્ષ સત્યના છે. હિંદુત્વ રક્ષણ માટે આપણે આ જંગ માંડ્યો છે. પ્રજાની પીડા દૂર કરવાને આપણો હેતુ છે. આપણી નિષ્ઠા સાચી છે, હેતુ શુદ્ધ છે, દાનત ચોખ્ખી છે તે પ્રભુ આપણને જય નહિ આપે તે ક્યાં જશે ! આપણને જય આપ્યા સિવાય એને જ નથી. તમારી લાયકાત કેળવવા માટે પ્રભુ તમારી કસોટી કરી રહ્યો છે. કડાણા સર કરે અને યવનોને વાવટ નીચે ઉતારે.” મહારાજે માતાના આશીર્વાદ લીધા અને પછી બન્ને મા દિકરા રાયગઢ ગયા. રાયગઢ જઈને કેન્ડાણું લેવા માટે મહારાજ વિચાર કરવા લાગ્યા. મહારાજને અહીં વિચાર કરતા રાખી આપણે હવે કેન્ડાણાના વીર તરફ વળીશું. સ. તાનાજી માલસરેને ત્યાં લગ્ન સમારંભ. શ્રી રામને હનુમાન તેમ શિવાજીને તાનાજી હતો. તાનાજી માલુસનું પિછાન અમે પાછળ આપી ગયા છીએ. મહારાજના બચપણના અનેક સાથીઓમાં તાનાજી મુખ્ય હતા. પિતા સિંહાજી રાજા સાથે યવનને નમવાની બાબતમાં મતભેદ થયાથી મહારાજ બિજાપુરથી પૂને આવ્યા અને “હવે શું કરવું’ એ સંબંધમાં માર્ગમાં વિચાર કરવા લાગ્યા. વિચારને અંતે યવનસત્તા સામે ઝુકાવવાના નિર્ણય ઉપર મહારાજ આવ્યા હતા. મહારાજના આ નિર્ણયને એમના ગઠિયાઓએ પૂતે પહોંચ્યા પછી ટેકે આ અને આ કામમાં સાથ આપવાનો નિશ્ચય કર્યો. જે સાથીઓએ મહારાજ સાથે નવી સત્તા સ્થાપવાના કામમાં સર્વસ્વને ભેગ આપવને નિરધાર કર્યો હતો તેમાં તાનાજી માલુસરે મુખ્ય હતા. તાના એટલે શિવબાના હાથપગ, તાનાજી એટલે શિવબાની હિંમત, તાનાજી એટલે શિવબાની આશા અને ટૂંકમાં કહીએ તે તાનાજી એટલે શિવબાના પ્રાણુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy