SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ લું એમાં સમજણ પણ પડતી નથી.” જીજાબાઈ – શિવબા! એમાં કંઈ ભારે આવડતની જરૂર નથી. નાની નાની છોકરીઓ પણ આ રમત રમે છે. રમવાનું શરૂ કરીશ એટલે તને એ આવડી જશે. તને ન આવડતું હોય તે પણ આજે તે તારે મારી સાથે રમવું જ પડશે. ચાલ ઉઠ.' શિવાજી મહારાજઃ“મા, મને કંઈ જ આવડતું નથી પણ તારો આગ્રહ જ છે તે હું રમીશ, તું કહીશ તેમ કરીશ.' માએ દિકરાને આગ્રહથી રમવા બેસાડ્યો. પાસા નાંખવા માંડ્યા. રમતાં રમતાં માતા જીજાબાઈએ કહ્યું કે “જો તું હારીશ તે હું મારું તે તારે મને આપવું પડશે.” મહારાજ:–“મા, તું છતે કે હારે તે પણ તું જે કહીશ તે તારી પાસે હાજર કરવા બંધાયેલ છું.' રમત ચાલી. આખરે મહારાજના પાસા બરાબર ન પડ્યા અને જીજાબાઈ દાવ જીતી ગયાં. માએ કહ્યું “શિવબા તું આ બાજીમાં હાર્યો છું. હવે હું મારું તે તારે આપવું પડશે. તું ના પાડીશ તે નહિ ચાલે. આપણે તો તને પહેલેથી જ કહી દીધું હતું.' મહારાજે માતાને હસતાં હસતાં કહ્યું “મા ! મારી પાસે છે એ સઘળું તારું જ છે ને. તારે તે વળી શું માગવાનું હોય, છતાં તું જે માગીશ તે તારી પાસે હાજર કરીશ. ગઢ, કિલ્લા, મુલક, ગામ, અલંકાર, જે તારી ઈચ્છામાં આવે તે મને જણાવ. તું કહીશ તે તને મળશે. જીજાબાઈ બોલ્યાં “શિવબા, તારી પાસે છે તે તે સર્વ મારું જ છે. મારી ચીજોમાંથી મારે શું માંગવાનું હેય. તારી પાસે નથી તે ચીજ લાવી આપવા હું તને કહેવાની છું. મારું માગ્યું આપવા તું બંધાય છું. તારાથી બોલીને હવે નહિ કરાય.” મહારાજ:-“મા, માગ, તારે જે માગવું હોય તે. તારા મનને સંતોષ નહિ થાય તે મારું જીવન નકામું છે. વિના સંકોચે માગણી કર. તારો શિવબા તારા પડતા બોલ ઝીલવા તૈયાર છે. જીજાબાઈ –‘બેટા શિવબા ! તારા કબજામાં જે ગામ છે, જે ધન છે, જે ' જમીને છે, જે અલંકાર છે, જે ઝવેરાત છે, જે કિલ્લાઓ છે તેમાંનું મારે કશું જ જોઈતું નથી, પણ હું તો તારી પાસે હક્કની માગણી કરું છું અને તે માગણી એ છે કે જે કિલ્લા ઉપર હજુ પણ યવનોને વાવટા ફરકી રહ્યો છે, તારા જેવા સિસોદિયા ક્ષત્રિય વીર મહારાષ્ટ્રમાં હયાત હોવા છતાં હજુ મુસલમાનો કબજો કરીને બેઠા છે એવા મહારાષ્ટ્રના મુગટ અને દક્ષિણના દરવાજાની ચાવી રૂપ કોન્ડાણાને કિલ્લે છે તે કિલ્લો હું તારી પાસે માગું છું અને તારે મને તે મહા વદ ૯ સુધીમાં તો આપ જ જોઈએ.' માતા જીજાબાઈની આ માગણી સાંભળતાની સાથેજ મહારાજ ચમક્યા. હું ઉપર ચિતા દેખાવા લાગી અને સ્તબ્ધ બની વિચારમાં પડ્યાં. જીજાબાઈની આ માગણીએ મહારાજ ઉપર વીજળીના આંચકાની અસર કરી. માતા જીજાબાઈએ જરા ગુસ્સામાં આવીને કહ્યું – કેમ શિવબા ! આમ સ્તબ્ધ કેમ થઈ ગયો છું? શા ઊંડા વિચારમાં પડ્યો છું? હે માગણી કરી તેને જવાબ કેમ નથી દેતે? મારી માગણીથી ક્યા આફતનાં વાદળાં તારા ઉપર તૂટી પડ્યાં છે? મારા શબ્દો સાંભળતાની સાથેજ તું તે ભારે ચિંતામાં ડુબી ગયો છું.” માતા જીજાબાઈના માર્મિક શબ્દો સાંભળી મહારાજ બહુ ધીમે અવાજે બોલ્યા – મા કેન્ડાણાના કિલ્લાની તારી માગણીએ મને ભારે ચિંતામાં નાખ્યો છે અને તેમાં વળી તે મદત એવી આપી છે કે જેથી ચિંતા વધતી જ જાય. તે કહેલી મુદતની અંદર કેન્ડાણ કિલ્લાને કબજે લેવ એ વિકટ અને કઠણ કામ છે. એ કિલ્લા ઉપર તેને રક્ષણ માટે મુગએ બળીઓ અને પ્રસિદ્ધ એવા ઉદયભાણને રાખે છે. એના કબજામાં બહુ ભારે લશ્કર છે. યુદ્ધસામગ્રી પણ એ કિલ્લામાં મુગલેએ સંપૂર્ણ ભરી મૂકી છે. મહાવદ ૯ સુધીમાં એ કિલ્લો મુગલના કબજામાંથી જીતીને તારે હવાલે કરે એ મારી ભારેમાં ભારે કસોટી છે. એ કિલ્લા ઉપર ચુનંદા રજપુત, ચુનંદા પઠાણે અને ચુનંદા આરબે રક્ષણ માટે હંમેશા સજ્જ રહે છે. સ. ઉદયભાણના હાથ નીચે સ. સીદી હિલાલને મગલેએ આ કિલ્લા ઉપર મૂક્યો છે. એ ગઢ ઉપરના પઠાણે અને આરબ જબરી તાલીમ પામેલા બધા વીર છે. એમના હાથમાંથી કેન્ડાણાને કિલ્લે મહાવદ ૯ની અંદર લેવો એ સાહસ તે છે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy