SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ હું 1 છે. શિવાજી ચરિત્ર ૪૬૧ હતાં. સિંહગઢના રળિયામણા દેખાવ જીજાબાઈ ને નજરે પડ્યો. પ્રભુની અજબ લીલા અને કુદરતની ખુબીના ખ્યાલ આપનારા આ નમૂનેદાર દેખાવ જોઈ ને મનમાં હષ થવાને બદલે માતા જીજાબાઈ એ એક ઊંડા નિસાસા મૂકયો. એમના મુખ ઉપર ગ્લાનિ છવાઈ ગઈ. કઈક શબ્દો ઉ`ડાણુમાંથી એમના મ્હાંમાથી નીકળી ગયા. નીચલા હેઠ એમણે દાંતની વચ્ચે સહેજ દાખ્યા, કપાળ ઉપર કરચલી પડી અને એ કિલ્લા તરફ ક્રોધાયમાન મુદ્રાથી દ્રષ્ટિપાત કર્યાં. કઈ ખખડતા, નિસાસો નાંખતા, ખિન્નવદને પણ અર્ધકોપાયમાન મુદ્રા સાથે પેાતાના દિવાનખાનામાં આવીને બેઠાં. કાન્ડાણાના રમ્ય દેખાવે જીજાબાઈનું અંતઃકરણ મેચેન બનાવી દીધું હતું. કાઈ પણ કામમાં એમનું ચિત્ત ચોંટે નહિ. એ ઊંડા વિચારમાં પડાં હતાં. કાઈ બહુ ગંભીર અને મહત્ત્વના પ્રશ્ને જીજાબાઈનું ધ્યાન ખેચ્યું હતું. વિચારાની સાથે એમના મ્હાં ઉપર પણ ઉપરા ઉપરી ફેરફાર થતા હતા. નિસાસે મૂકીને ખેલ્યાં ‘કાન્ડાણા કિલ્લા એટલે મહારાષ્ટ્રના મુગટ, કેાન્ડાણા કિલ્લે એટલે મહારાષ્ટ્રની ઈજ્જત, કાન્ડાણા કિલ્લા એટલે મહારાષ્ટ્રનું ભૂષણુ, કાન્ડાણા કિલ્લો એટલે મહારાષ્ટ્રની સત્તા, કાન્હાણા કિલ્લો એટલે મહારાષ્ટ્રનું નાક, કાન્હાણા કિલ્લો એટલે મહ!રાષ્ટ્રની કુચી, કાન્તાણા કિલ્લો એટલે દક્ષિણમાં પેસવાના મેટા દરવાજો; એવી મહત્તાવાળા કિલ્લો હજી સુધી યવનેાના હાથમાં છે, એ મહારાષ્ટ્રના ક્ષત્રિયા કેમ સહન કરી રહ્યા છે ? ક્રાન્ડાણા શત્રુના હાથમાં હોય ત્યાં સુધી શિવબા જંપીને કેમ બેસી શકે? કાન્ડાણા શત્રુના હાથમાં હોય ત્યાં સુધી મરાઠા સરદારાને આરામ લેવાને શો હક્ક છે ? કાન્ડાણા દુશ્મનના હાથમાં છે ત્યાં સુધી શિવષ્ઠાના વિજય ૐકાને શે! અર્થ છે? કાન્ડાણા કિલ્લાને મુસલમાનને કબજે એતા મહારાષ્ટ્રના ક્ષત્રિયાને એક પ્રકારના પડકાર છે. કોન્ડાણા જ્યાં સુધી દુશ્મનના હાથમાં છે ત્યાં સુધી અનેક છૂટીછવાઈ છતાથી સંતાષ માનવા જેટલા અલ્પસંતેાષી મરાઠા થયા હોય તે તેમનામાં ક્ષાત્રતેજની ખામી જ ગણાય. શિખાએ આ ગઢ ભારે ભેગ આપીને પણ લેવા જ જોઈ એ. જ્યાં સુધી કાન્ડાણુા કિલ્લા ઉપર યવનેનુ નિશાન ક્રૂરકતું હોય ત્યાં સુધી મહારાષ્ટ્રના ક્ષત્રિયાથી માથું ઊંચું ન રખાય. એ કિલ્લો લેવા માટે શિવબા પાસે હું સાહસ ખેડાવીશ. યવનઝડા કાન્ડાણા ઊપરથી ઉતરવા જ જોઈ એ. ' માતા જીજાબાઈ એ કાન્ડાણાના સબંધમાં પોતાના મનમાં મક્કમપણે નિર્ધાર કર્યો અને ઘેાડેસવારને ખાલાવી કહ્યું કે ‘તું મારતે ઘોડે શિવબા પાસે રાયગઢ જા અને તેને તાકીદે અહીં ખેલાવી લાવ. એકપળની પણ ઢીલ કર્યા સિવાય એ મને તરતજ અહિં આવીને મળે એમ કહેજે. જમવા બેઠા હોય તો અહીં આવીને એ હાથ કે એવા મારા સંદેશા કહેજે. મારે તાકીદનુ ખાનગી કામ છે માટે વગર વિલએ એ અહિં આવે.' માતા જીજાબાઈ ને આ તાકીદના સંદેશા લઈને સિપાહી મારતે ધાડે મહારાજ પાસે રાયગઢ પાસે આવી પહોંચ્યા અને જીજાબાઈ ના સંદેશા સંભળાવ્યા. કાઈ દિવસ નહિ આજે આવા તાકીદના સંદેશા આવ્યેા તે એવું કર્યું મહત્ત્વનું કામ હશે તેના વિચારમાં મહારાજ સહેજ પડયા પણુ તરતજ એ પેાતાની ક્રુષ્ણા નામનો ધેાડી ઉપર સવાર થયા અને ખની શકે તેટલી ઝડપે રાયગઢથી પ્રતાપગઢ આવી પહોંચ્યા. પ્રતાપગઢ આવી માતા જીજાબાઈના ચરણમાં મહારાજે માથું મૂક્યું અને આટલી બધી તાકીદથી ખેલાવવાનું કારણ પૂછ્યું. માતાએ જણાવ્યું કે ‘ તને મળવાનું મને મન થયું એટલે તને તાકીદે ખેલાવ્યા. શિવબા ! આજે તારી સાથે ચાપાટ રમવાની મારી ઈચ્છા છે માટે ચાલ આપણે ચેાપાટ રમીએ. ' શિવાજી મહારાજને નવાઈ લાગી. ક્રાઈ દિવસ સ્વમે પણ ન ધરાય એવી વાત માતાએ કરી તેથી મહારાજ વિસ્મય પામ્યા અને મેલ્યાઃ— · મા, તું જાણે છે કે મને ચેાપાટ રમતાં આવડતું જ નથી. એ બધા ખેલ ખેલવાની ઉમર હતી ત્યારથી જ હું તે સમરાંગણ ઉપર મુદ્ધિ અને ખળા ખેલ ખેલવામાં શકાયેલા છું. જે ખાજી મને આવડતી નથી તે રમવાનું મારાથી શી રીતે બને ? રણભૂમિ ઉપરની ચેાપાટમાં યવનેાની સેાગટી મારી આજી સર કરવામાં જ મારું જીવન ગયું છે એટલે મને આ ચેાપાટ રમતાં આવડયું જ નથી. મને એ ખાજી આવડે નહિ એટલે એમાં મને રસ પણ શા પડે. મા! મને આવી રમતા આવડતી નથી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy