SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૦ છ. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ અને ચુનંદા વીર વટલાયેલા ઉદયભાણુને મુખ્ય અમલદાર તરીકે નીમ્યા હતા. ઉદયભાણુના અજામાં બાહોશ અને હિંમતમાજ રજપૂતાની લશ્કરી ટુકડીએ હતી. આ ઉપરાંત એની પાસે ચુટી કાઢેલા, અનેક લડાઈ એના અનુભવી, કસાયેલા, સમર કળામાં નિપૂણુ અને પ્રખ્યાતિ પામેલા અને વિશ્વાસપાત્ર એવા ૧૮૦૦ પઠાણા અને આરખાની ટુકડી હતી. કાન્ડાણાના કિલ્લેદાર સ. ઉદ્દયભાણુનું ખળ ખ્રુતિહાસપ્રસિદ્ધ છે. એ ૧૮૫૮ સ્ત્રીઓના પતિ હતા. ખાવામાં એના જેવા જબરી તે વખતે મુગલ અમલદારામાં બીજો કાઈ ન હતો. એને આહાર રાક્ષસી હતા. તે વખતે કાન્ડાણા કિલ્લા ઉપર એના હાથ નીચે એનાથી ઉતરતા રાક્ષસી આહારને અમલદાર ૯૫ પત્નીઓના પતિ સીદી હિલાલ હતા. ઉદયભણુને ૧૨ દિકરા હતા. તે બધા બહુ પરાક્રમી અને યુદ્ધની સુંદર તાલીમ પામેલા હતા. તે બધા પેાતાના ખાપની સાથે કાન્ડાણા કિલ્લા ઉપર જ હતા. આ બધા ઉપરાંત ઉદયભાણે કાન્ડાણા ઉપર ચંદ્રાવલી નામના માણસમાર ગાંડા હાથી પણ રાખ્યા હતા. જ્યારે જરુર પડતી ત્યારે દુશ્મન દળ ઉપર આ ગાંડા હાથીને દારૂ પાર્કને છોડવામાં આવતા અને એ હાથી સે'કડા સૈનિકાનેા નાશ કરતા. કાન્ડાણાના રક્ષણ માટે મુગલેાએ આવી રીતની ભારે તૈયારી રાખી હતી. કાન્ડાણા અને પુર`દર એ એ જબરા કિલ્લાઓ મુગલાના કબજામાં હતા, એ શિવાજી મહારાજ અને માતા જીજાબાઈ ને ખટકી રહ્યું હતું. જ્યાં સુધી એ કિલ્લાએ મુગલાના હાથમાં છે ત્યાં સુધી મરાઠાઓની છૂટી છવાઈ છતા નકામી છે એમ એ ખતે મા દિકરા માનતા હતા. કાન્ડાણા અને પુરંદર એ બે કિલ્લાએ દુશ્મનના હાથમાં હોવાથી મહારાજને પેાતાના મુલકમાં નિર્ભયપણે આવજા કરવામાં ભારે અડચણ નડતી હતી. આ એ કિલ્લાએ મુગલા પાસેથી જીતી લેવાના વિચાર મહારાજ કરી રહ્યા હતા. આ એ કિલ્લાઓના કબન્ને મુગલાને હાવાથી મહારાજના મુલકની સહીસલામતી નહતો, એટલું જ નહિ પણુ એકબીજાને લીધે મુગલા ધારે ત્યારે મહારાજના મુલકને સતાવી શકે એમ હતું. મહારાજ આ બધું સમજતા હતા. ડગલે ડગલે અને પગલે પગલે મુગલાના આ કબજો એમને સાલતા હતા, પશુ ઉયભાણુ જેવા બળીએ સરદાર સિંહગઢના રક્ષણ માટે પૂરપુરી સામગ્રી સાથે બેઠા હતા એટલે મુગલના સામના કરી એ ગઢ લેવા બહુ મુશ્કેલીનું કામ હતું તેથી સાહસ ખેડીને કાન્ડાણાના કિલ્લેદારને છંછેડવાની પૂરેપુરી તૈયારી સિવાય કાંઈ પણ કરવું એ ખરાખર નહતું. કાન્ડાણા મુગલાના કબજામાંથી લઈ લેવા માટે પ્રયત્ન કરવાને વખત હજી આભ્યા નથી એમ મહારાજને લાગતું હતું. સંજોગ અનુકૂળ થતાં જ એ કિલ્લાને કબજો પહેલી તકે લેવાના મહારાજને। વિચાર હતા. પેાતાનું બળ અને દુશ્મનનું બળ બરેાબર આંકી દુશ્મનને મહાત કરી શકાય એમ હાય તા જ મહારાજ લડાઈ શરૂ કરે એવા હતા તેથી એમણે સ્થિતિ અને સંજોગે જોઈ સિંહગઢ માટે આંધળિયાં ન કર્યા. મહારાષ્ટ્રમાં જુદા જુદા મુગલ મુલકમાં મહારાજના સરદારાએ ધમાલ મચાવી મૂકી હતી. જ્યાં ત્યાં મહારાજની કૂત્તેહના ડંકા સંભળાતા હતા. મહારાજને વાવટા ફરી પાછા મુગલ મુલક ઉપર ફરકવા લાગ્યા. આવી રીતે મુગલ અને મરાઠાઓ વચ્ચે મહારાષ્ટ્રમાં જબરે જંગ જામ્યા હતા. એક દિવસે મહારાજને મુકામ રાયગઢ કિલ્લા ઉપર હતા અને માતા જીજાબાઈ પ્રતાપગઢ ઉપર હતાં. એક સામવારે સવારે જીજાબાઈ ઉઠયાં અને મહારાષ્ટ્રની પ્રચલિત પદ્ધતિ મુજબ નિત્યકર્મ આટોપી કિલ્લામાંની બારીમાંથી સૂર્યના દન કરી તેને નમસ્કાર કર્યાં. સમય સવારના હતા એટલે સૂર્યંનારાયણના કિરણથી સિંહગઢ બહુ સુરોભિત દેખાતા હતા. પ્રાતઃકાળનું સૃષ્ટિસૌંદર્યાં માતા જીજાબાઈ નિહાળી રહ્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy