SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧ ૯ ] છે. શિવાજી ચરિત્ર ૪૫૯ મુગલોએ મહારાષ્ટ્રમાં પિતાનું દળ તૈયાર કર્યું. હિંદુ ધર્મને અનેક રીતે છલ કરતી મુસલમાની સત્તા સામેના રોષ જે શિવાજી મહારાજમાં બચપણથી જ ઉત્પન્ન થયેલા હતા, તે ઔરંગઝેબના મંદિર તોડવાના પ્રયત્નોથી અને સત્તા ભોગવતી મુસલમાની રિયાસતે હિંદુ ધર્મ ઉપર કરેલા છલથી સતેજ થયો અને કાશીવિશ્વનાથના મંદિરને યવનોએ નાશ કર્યો એ સમાચારથી એ અગ્નિમાં તેલ રડાયું અને ભડકે થયો. મહારાજે પિતાની તૈયારી કરી. પુરંદરના તહનામાથી મુગલેને આપેલા મુલકે અને કિલાઓ પાછા લેવાની પૂરેપુરી તૈયારી કરી મહારાજે લડાઈનું નિશાન રોયું. મહારાજના સરદારોએ પોતપોતાની લશ્કરી ટુકડી સાથે મુગલ મુલકામાં પ્રવેશ કર્યો અને લુંટ શરૂ કરી. મુગલોના તાબાના કિલ્લાઓ ઉપર મરાઠાઓએ હલ્લાઓ શરૂ કર્યા. મુગલેના મુલકમાં મરાઠાઓએ ત્રાસ વર્તાવવા માંડયો. મુગલ મલકના અમલદારોને મહારાજના અધિકારીઓએ તેના તેના કરાવી. કેટલાક કિલ્લાઓ ઉપર મુગલેએ ચુનંદા અમલદારો રાખ્યા હતા. કેટલાક કિલ્લાઓના મુગલ અમલદારે મરાઠાઓને સહેલાઈથી નમતું આપે એવા ન હતા. તેઓ સામે થયા. ઘણુઓએ બહાદુરીથી કિલાનું રક્ષણ કર્યું. કેટલાક વીર સરદારો શિવાજી મહારાજના લશ્કરી અમલદારો સામે લડતા લડતા રણમાં પડ્યા. મરાઠાઓએ પણ ખરેખરું પાણી બતાવવા માંડયું. મહારાજે પોતાના લશ્કરના સૈનિકોને ખૂબ પાણી ચડાવ્યું હતું. લશ્કરમાં પેદા કરેલા હિદુત્વના જુસ્સાને મહારાજે અને તેમના સરદારોએ સતેજ કર્યો. કેઈ દિવસ નહિ દેખેલી એવી વીરશ્રી આ વખતે મુસલમાનની સામે લડવામાં મરાઠાઓમાં દેખે દઈ રહી હતી. મુગલોની અનેક ઠેકાણે પીછે હઠ થવા લાગી. બાદશાહ આગ્રે રહીને મહારાષ્ટ્રના સૂત્ર હલાવી રહ્યો હતો. પીછેહઠના સમાચાર ઉપરાઉપરી બાદશાહને મળવા લાગ્યા. ઔરંગઝેબની ચિંતા વધી પડી. મહારાષ્ટ્રમાં મરાઠાઓએ પોતાની સત્તા વધારી દીધી હતી, પણ મહત્ત્વના અને દક્ષિણની ચાવીરૂપ કિલ્લાઓ હજી મગલેના કબજામાં હતા. શિવાજી મહારાજનો વાવટ એ કિલ્લાઓ ઉપરથી ઉતરી ગયો હતો. એ કિલ્લાઓ ઉપર મુગલેએ બહુ મજબૂત કી ગોઠવી હતી. લડાઈના સાધને અને અન્ન સામગ્રી વગેરેની સુંદર ગોઠવણ એ કિલ્લાઓ ઉપર મુગલેએ કરી હતી. આ વખતની મરાઠાઓની લડાઈઓમાં યુક્તિ સાથે શક્તિનો ઉપયોગ પણ નજરે પડતા હતા. આગ્રંથો મહારાષ્ટ્રમાં પાછા આવ્યા પછી શિવાજી મહારાજે જે જે લડાઈ કરી તેમાં મરાઠાઓના બળ અને સમરકૌશલ્યની ખરી કસોટી થઈ હતી. આ બધી લડાઈઓ ઝીણવટથી તપાસતાં જણાશે કે જરુર પડતાં શક્તિ વાપરવા કઈ દિવસ મરાઠાઓએ પાછી પાની કરી નથી. મરાઠાઓમાં બળ હતું, શક્તિ હતી, પણ બળ અને શક્તિને એ વેડફી દેતા નહિ. શક્તિ સાથે યુક્તિને ભેળવીને એમને કામ લેતાં આવડતું હતું એ અનેક દાખલાઓ ઉપરથી દેખાઈ આવે છે. આથી મહારાજના પાછા આવ્યા પછીની લડાઈઓ મરાઠાઓના શૌર્ય અને શક્તિનું સાચું માપ બતાવે છે. ૭. સિંહગઢની પ્રાપ્તિ અને સિંહને સ્વર્ગવાસ. કેન્ડાણ કિલ્લાનું બીજું નામ સિંહગઢ છે. બહુ વરસ પહેલાં આ કિલ્લા સ્વ. દાદાજી કેનદેવને હવાલે હતે. દાદાજી કેડદેવને “સુબેદાર કિલે કેન્ડાણ” કહેવામાં આવતા. દક્ષિણના દરવાજાની ચાવી રૂપે આ ગઢ હતો. એનું મહત્ત્વ જબરું હતું. રાજદ્વારી ક્ષેત્રના કુનેહબાજ માણસ આ કિલ્લાની મહત્તા સમજતા હતા. જેના હાથમાં કેન્ડાણ તેના હાથમાં દક્ષિણના પ્રદેશ એમ કહેવામાં આવતું. કોન્ડાણાનો કિલ્લે બહુ મજબૂત હતા અને એના ઐતિહાસિક મહત્ત્વને લીધે મુગલેએ એ કિલ્લા સાચવવા માટે ત્યાં ઘણી સામગ્રી અને સાધને રાખ્યાં હતાં. દારૂગોળો અને અનાજની ગોઠવણ મુગલેએ એવી કરી હતી કે, લાંબા કાળ સુધી ઘેર ચાલુ રહે તે ૫ણ કિલે શરણુ કરવા પડે નહિ. મુગલોએ આ કિલ્લાને અજિત બનાવ્યો હતે. આ કિલ્લાના રક્ષણ માટે મુગલેએ લશ્કરી કળામાં કુશળ, બળીઆ Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy