SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ ૭. શિવાજી ચરિત્ર [ પ્રકરણુ ૧ હું કારણામાં હિંદુઓના મંદિશ ( ખાસ કરીને બનારસનું મંદિર ) મુગલાએ તાડ્યાં, એ એક મુખ્ય કારણ હતું. મરાઠા સરદાર પ્રતાપરાવ ગુજ્જર અને શિવાજી મહારાજના ખીજા માણસે ઔરંગાબાદ છેાડીને ચાલ્યા ગયાના સમાચાર બાદશાહને મળ્યા એટલે બાદશાહ બહુ ક્રોધે ભરાયેા. મહારાજ અને તેમના લશ્કરી અમલદારે ને દગાથી ગિરફતાર કરી પછી મરાઠાએ ઉપર મુગલ લશ્કર છેડી મરાઠાઓને મસળી નાંખવાનો ધાટ બાદશાહે રચ્યા હતા પણ પોતાની બાજી ઉધી વળી એટલે ઔરંગઝેબ વધારે ઉકળ્યો અને શિવાજીની સત્તા તાડવા માટે શહેનશાહતનું સ` બળ અજમાવવાના વિચાર કરવા લાગ્યા. હવે શિવાજી મહારાષ્ટ્રમાં સળગાવશે અને મુગલ સત્તાને મહારાષ્ટ્રમાં એ ભારે નુકસાન પહોંચાડશે એની બાદશાહને ખાતરી થઈ શિવાજીને દાખી દેવામાં જેટલા વિલ`બ થાય તેટલુંજ મુગલાઈ સત્તાને નુકસાન છે એમ એને ખાતરી થઈ ગઈ હતી. શાહજાદા મુઆઝીમમાં શિવાજી રાજાને સીધા કરવાતી તાકાત ન હતી એની પણ બાદશાહને ખબર હતી. બાદશાહને વળી એમ પણ લાગ્યું કે શિવાજીની પાથરેલી કપટજાળમાં મુઆઝીમ સપડાઈ જાય અને એમ થાય તે શિવાજી શાહજાદાને હથિયાર બનાવી મુગલ સલ્તનત સામે એની પાસે ખંડ કરાવે અને એવી રીતે અંગ્રેઝે કમાડ ડેલી પેાતાનું કામ કાઢી લે. રાજદ્વારી ક્ષેત્રમાં જેટલી બાજી ખેલાય, જેટલાં કપટ કરાય, જેટલી રમતા રમાય તે બધી શિવાજી રમે એવા છે અને એ બધામાં એ પાવરધે છે એની ઔરંગઝેબને ખબર હતી. મુઆઝીમ શિવાજીના પંજામાં ન ક્રૂસાય તે માટે સાવચેતીના પગલાં તુરત લેવાનું બાદશાહને જરુરનું લાગ્યું અને એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એણે વિચાર કર્યાં. શાહજાદાને દક્ષિણથી પાછા ખેલાવવામાં ફાયદા ન હતા. તેમ કર્યાંથી કાકડું વધારે ગૂંચવાય એમ હતું એટલે મુઆઝીમને મહારાષ્ટ્રમાં રાખી એના ઉપર શહેનશાહતના કાઈ વફાદાર પણ શિવાજીના કટ્ટા દુશ્મનને દાબ મૂકવામાં આવે તે સ્થિતિ બગડતી અટકે એવું લાગવાથી શહેનશાહતને ભારે વફાદાર, યુદ્ધકળામાં નિપુણ અનેક કસોટીમાંથી પાર ઉતરેલા અને શિવાજીના કટ્ટો દુશ્મન દિલેરખાન હતા તેને મુઆઝીમની મઢે મોકલવાનું નક્કી કરી મહારાષ્ટ્રની બાજી બાદશાહે ગાઢવી. દક્ષિણના મુગલદળને વિગ્રહ માટે હુકમ છૂટયા. આ વખતે સ. દિલેરખાન ગાંડ પ્રદેશમાં આવેલા દેવગઢમાં અમલદાર હતા. દક્ષિણનું મુગલદળ તૈયાર કરવાની ગોઠવણ કર્યાં પછી ખાદશાહે ૧૬૭૦ના જાનેવારી માસમાં દિલેરખાનને દેવગઢ છેડી તાકીદે દક્ષિણમાં ઔરગાબાદ જવાના હુકમ મેાકલ્યા. દિલેરખાનને દક્ષિણ માકલ્યાથી પણ બાદશાહને પૂરેપુરા સંતાષ ન થયા. શિવાજી મહારાજને પહોંચી વળવા માટે શાહજાદાને આટલી મદદ પુરતી નથી એમ ઔરગઝેબને લાગ્યું. મરાઠાઓનું બળ વધેલું છે, મરાઠાઓએ નવી સ્થાપેલી સત્તાએ મહારાષ્ટ્રમાં બહુ ઊંડા મૂળ ઘાલ્યાં છે એટલે એને ઉખેડી નાંખવા માટે મુઆઝીમ અને દિલેરની જોડીને વધારે કુમકની જરુર રહે એવા ઔર’ગઝેબનેા અડસટ્ટો હતા. મુઆઝીમ અને ક્લિરખાનની જોડીને મરાઠા સામે મદદ કરવા માટે ખીજા કાઈ હાશિયાર અમલદારને મોકલવાને પ્રશ્ન બાદશાહ આગળ ઉભા થયા. આદશાહની નજર ખાનદેશ ઉપર પડી. આ વખતે ખાનદેશમાં સ. દાઉદખાન સુમેા હતા. એને મુઆઝીમની મદદે મેકલવાનું નક્કી કરી બાદશાહે દાઉદખાનને ખાનદેશને ખરાખર બંદોબસ્ત કરી મુઆઝીમની મર્દા દક્ષિણ જઈ પહોંચવા હુકમ કર્યાં. મુઆઝીમને મદદ કરવા માટે આ એ નામીચા અમલદારા ઉપરાંત બીજા ધણા કાબેલ અને કસાયેલા અમલદારાને ખાદશાહે ઉત્તર હિંદુસ્થાનમાંથી દક્ષિણમાં મેાકલ્યા હતા. જડ જમાવી બેઠેલા મુગલવંશના બાહેાશ અને ખળી બાદશાહ ઔરંગઝેબ પણ શિવાજીને સામને કરવા માટે કેવી અને કેટલી તૈયારી કરતા હતા એ જોયાથી શિવાજી મહારાજે નવી સ્થાપેલી સત્તાના મૂળ કેટલા ઊંડા ગયા હતા અને મુગલપતિના મનમાં એમણે કેટલી ચિંતા ઉત્પન્ન કરી હતી તેને ખ્યાલ વાંચકાને આવી શકશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy