SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧ સ્ ] છે. શિવાજી ચરિત્ર ૪૫૭ ખાતરી હતી એટલે મળેલા વખતમાં પોતાની તૈયારી કરી મુગલ શહેનશાહત સામે વખત આવે ટક્કર ઝીલવાની ગાઠવણુ એ કરી રહ્યા હતા. પેાતાની અડચણા નરમ પડતાં જ ખાદશાહે શિવાજી મહારાજ સામે છીડાં શોધવાનું શરૂ કર્યું હતું. ઔરંગઝેબને પૂરેપુરી ખાતરી હતી કે સહેજ કારણુ મળતાં મરાઠાઓ ભડકે ખળી ઉઠે એવા છે અને સહેજ કડવાશ થાય તે તે બહાના નીચે મરાઠાઓ ઉપર હાથ નાંખવાનું સહેલું થઈ પડે. ઔરંગઝેબ મરાઠા સાથે બગાડવાની તરકીબ ગાઠવી રહ્યો હતા. ઈ. સ. ૧૬૬૯ની આખરમાં કે ૧૬૭૦ ની શરૂઆતમાં મુગલ અને મહારાજ વચ્ચેના મીઠે સંબંધ તૂટવાની શરૂઆત થઇ. મરાઠાઓને દગા દેવાનો સંબંધના બાદશાહના ક્માનની ખાનગી ખબર મળતાં જ પ્રતાપરાવ ગુજ્જર ઔર'ગાબાદથી નાઠા તે રાયગઢ આવી મહારાજને મળ્યા. મહારાજે પ્રતાપરાવની હકીકત વીગતવાર સાંભળી લીધી અને હસીને ખેાળ્યા કે ' બાદશાહે બન્ને વચ્ચેની મીઠાશને આવી રીતે અંત માણ્યા. ભલે. એમની મરજી. અમને તે એમાં કંઇ નુકસાન નથી. આપણા લશ્કરને એ વરસ સુધી પાળી પોષીને એમણે તાજું રાખ્યું છે. હવે એમની મરજી સામને કરવાની છે તા ભલે કરે, અમારી ના નથી. અમે પણ તૈયાર છીએ. બાદશાહને ખર્ચે આપણું લશ્કર તાજું કર્યું અને શાહજાદાની સાથે દાસ્તી કરી એ બન્ને લાભ ખાટ્યા છે. આપણા તાજા ક્રમના લશ્કરના ખળા સ્વાદ મુગલાને ચાખવા છે તે તે માટે મારી જરાએ ના નથી. મુગલાને ભૂખ લાગી હશે તે મરાઠાની સમશેરને સ્વાદ ચખાડવા હું તૈયાર છું. બાદશાહે જાણી જોઇને સત્તાના મદથી છકી જઇ પેટ ચેોળીને ઉપાધિ ઉભી કરી છે. મરાઠાઓને એણે વગર કારણે છ ંડ્યા છે. છંછેડાયેલા મહારાણી જગતમાં પ્રલય કરરો એની ખાતરી હું બાદશાહને કરી આપીશ. હિંદુસ્થાનના હિંદુને મન અતિ પવિત્ર એવા એમના જાત્રાના ધામ કાશીક્ષેત્ર ઉપર યવન બાદશાહનું કાળચક્ર આવી પહેાંચ્યું. બાદશાહના ફરમાન મુજબ સુગલ અમલદારાએ કાશીવાળું વિશ્વનાથનું મંદિર ભ્રષ્ટ કર્યું. કાશીનું મંદિર તાક્યાની ખબરા ચારે તરફ ફેલાઇ. શિવાજી મહારાજને પણ આ માઠા સમાચાર મળ્યા. આખા ભરતખંડના હિંદુઓને પૂજ્ય એવા બનારસના કાશીવિશ્વનાથના મંદિર ઉપર પણ સત્તાથી અંધ બનેલા ધર્માંધ બાદશાહે અત્યાચાર એ ખબરથી શિવાજી મહારાજને ભારે દુખ થયું અને ક્રોધ ચડ્યો. હિંદુત્વ ઉપર આક્રમણ થતાં દરેક હિંદુને ક્રોધ તા ચડે પણ શિવાજી મહારાજના ક્રોધ એ નબળાના ક્રોધ ન હતા. એ મનમાં બળીને બેસી રહે એવા ન હતા. યવન સત્તાના દાખમાં એ દબાઈ ગયેલા નહતા. યવનેએ કરેલા અત્યાચાર, ધર્મનું અપમાન અને હિંદુત્વને પહોંચાડેલી હાની એમને અંતઃકરણમાં ખ્યા કરતી હતી. યવનસત્તાને હિંદુત્વ રક્ષણની ખાતર પાયામાંથી હલાવવા માટે જેણે પેાતાનું સર્વાંસ્વ અલિદાનમાં આપવાની બચપણમાંથીજ તૈયારી કરી હતી તે શિવાજી મહારાજ હૃદયમાં મુસલમાને માટે ખળી રહેલા અગ્નિ ખનારસના મદિરભંગથી સતેજ થયા. બનારસ ઉપરાંત હિંદના જુદા જુદા ભાગમાં હિંદુઓના દેવદરા મુગલ બાદશાહના ફરમાનથી તાક્યાના અને મૂર્તિ ભાંગી હિંદુધર્મનું અપમાન કર્યાંના સમાચારા પશુ શિવાજી મહારાજને મળ્યા હતા. મહારાજના અંતઃકરણમાં સતેજ થયેલા અગ્નિમાં આ સમાચારાથી તેલ રેડાયું અને એમણે તલવાર ઉપર હાથ નાંખ્યા. મુગલ સત્તાને હવે નમાવ્યા સિવાય હિંદુ ધર્મના બચાવ થવાને નથી, હિંદુત્વનું રક્ષણ થવાનું નથી, હિંદુઓની ઈજ્જત રહેવાની નથી તેથી મુગલ સત્તાને નાશ કરવા માટે શું કરવું એ વિચારમાં એ પડ્યા. બેફામ બનેલી મુગલ સત્તાના હેવાનિયત ભર્યા કૃત્યા અટકાવવા માટે શું કરવું, શાં પગલાં ભરવાં તેના વિચાર મહારાજ કરતા હતા એવામાં પ્રતાપરાવ ગુજ્જર ઔરગાબાદથી આવ્યા અને મુગલાએ મરાઠાઓ સાથેની મીઠાશ તાડ્યાના સમાચાર કહ્યા. મુગલ અને મરાઠાઓની વચ્ચે મીઠાશના કૃત્રિમ પડદા હતા તે બાદશાહી ફરમાનથી ચીરાઈ ગયા અને તે અસલ સ્થિતિમાં એક ખીજાના દુશ્મન હતા તેવા જ રહ્યા. આ વખતે મુગલ અને મરાઠા વચ્ચે દુશ્મનાવટ ઉભી થઈ તેના અનેક 58 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy