SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ we છે. શિવાજી ચરિત્ર [પ્રકરણ ૧લું ૪. મુગલના છાપંચ સામે મહારાજનું મુત્સદ્દીપણું. મહારાજ જસવંતસિંહ અને શાહજાદા મુઆઝમને શિવાજી મહારાજ માટે માન હતું. ઘણી બાબતમાં તેઓ શિવાજીની આંખે જોતા. શિવાજી મહારાજ કહે તેમ કરતા. આ વસ્તુસ્થિતિ ઔરંગઝેબના જાણવામાં આવી. બાદશાહ ઔરંગઝેબ તે વહેમનું પુતળું. એને લાગ્યું કે શિવાજી મહારાજ મુઅઝીમને પિતાના પક્ષમાં લેઈ બાદશાહ સામે ઉશ્કેરશે અને બંડ કરાવશે. પિતે ગાદીની લાલચે પિતાના પિતા સામે બંડ કર્યું હતું તેને દાખલે લઈને પિતાના પુત્ર પણ પિતાને પગલે ચાલશે એ બીક ઔરંગઝેબને રહ્યાં જ કરતી હતી અને તેમાં વળી શિવાજી જેવા કપટી અને કટ્ટા દુશ્મનની જાળમાં મુઅઝીમ ફસાયે છે એ ખબર તે બાદશાહને બેચેન બનાવ્યું. જેમ જેમ બાદશાહ આ બાબતને ઊડે વિચાર કરવા લાગ્યો તેમ તેમ તેને લાગતું ગયું કે શિવાજી અને શાહજાદાને મીઠા સંબંધ ઝાઝીવાર ટકશે તે તેનું માઠ પરિણામ બાદશાહને પિતાને જ ભેગવવું પડશે. બીજી બગાડ્યા સિવાય શિવાજીથી શાહજાદાને પાડવાને અને બનેના દિલ એક બીજાના સંબંધમાં ઊંચા કરવાને ઉપાય બાદશાહ શોધવા લાગે. ઔરંગઝેબ જેવાના ફળદ્ર૫ ભેજામાં એવા કિસ્સાઓની ક્યાં ખટ હતી. બાદશાહે યુક્તિ રચી અને શાહજાદાને જણાવ્યું કે “હર પ્રયત્ન શિવાજીને હવે જાળમાં સપડાવ્યા સિવાય છૂટકે જ નથી. તમારી સાથે એને મિત્રાચારીનો સંબંધ છે એટલે મારી સામે બંડ કરવાને બહાને એની મદદ માગી એના લશ્કર સાથે એને લઈને તમે ઉત્તર હિંદુસ્થાનમાં આવે.” આ બાજી ગોઠવવામાં બાદશાહનો ખાસ હેત હતે. (૧) શિવાજી જા જે શાહજાદાને મદદ કરવા આવે ? તેને પકડીને કેદ કરો અથવા તેમ ન બને તે તેને નાશ કરવું. (૨) શિવાજી રાજા શાહજાદાને મદદ કરવા તૈયાર ન થાય તે બંનેનો મીઠો સંબંધ નાશ પામે અને બાદશાહની ઈચ્છા પાર ૫ડે. (૩) શાહજાદા આઝમ પિતે એકલા ફરમાનને કેવી રીતે અને કેટલે દરજજે માન રાખે છે તેની પરિક્ષા થશે. (૪) આ બધી બનાવટી ગોઠવણની શિવાજી રાજાને ખબર પડી જાય તે શાહજાદા ઉપરથી તેમને ઈતબાર ઉઠી જાય અને ભવિષ્યમાં વખતે શાહજાદાને બાદશાહ વિરૂદ્ધ બંડ કરવાનું મન થાય તો શિવાજીની મદદ અશક્ય થઈ પડે. (૫) શાહજાદા મુઆઝમ વિશ્વાસ રાખવા લાયક માણસ નથી એવી રીતની એની અપકીતિ થાય તે દક્ષિણના અથવા બીજા કેઈપણ સરદાર કે રાજા એને બાદશાહની વિરૂદ્ધ મદદ કરવાની હા પાડતાં પહેલાં વિચાર કરશે. (૬) મુઅઝીમ જે ફરમાન પ્રમાણે બરાબર ન વ તે એના ઉપર કેટલે દરજે વિશ્વાસ મૂકો એનો વિચાર કરે બાદશાહને સરળ થઈ પડે. આ ગોઠવણમાં મુઝીમની ભારે કસેટી હતી. દીર્ઘદ્રષ્ટિ દેડાવી બાદશાહે દિલ્હીથી પાસે ફેક્યો. શાહજાદા મુઅઝીમે શિવાજી મહારાજને વિશ્વાસમાં લઈને વાત કરી કે:-“ મારે બાદશાહ સામે બંડ કરવું છે તેમાં મને તમે મદદ કરો.' શાહજાદે બિચારે હજી સીધે માણસ હતે. રાજદ્વારી ખટપટના પવનથી એ પાકે થયો ન હતો. અનભવ અને ઠોકરથી ઘડાઈને હજુ એ મત્સદ્દી બન્યો નહતો. શિવાજી મહારાજ જેવા કાબેલ અને પહોંચેલ માણસ સાથે પ્રસંગ પડ્યો હતો. જાળ પાથરવામાં પાવરધા એવા ઔરંગઝેબની જાળ કાપી છે. અનભવીઓ અને અકલમંદ અમલદારની આંખમાં ધૂળ નાંખી શક્યો. એવા શિવાજી સાથે રમત રમવા માટે જે આવડત જોઈએ તેમને છાંટે પણ શાહજાદામાં નહતા. મુઅઝીમની પાથરેલી જાળનો ભેદ મહારાજ પામી ગયા અને એમણે મનમાં ગાંઠ વાળી. શિવાજી મહારાજે આઝીમને જવાબ આપ્યો કે “ બાદશાહ સાથે તમે જ્યારે યુદ્ધ શરૂ કરશે ત્યારે તે યુદ્ધમાં હું તમને મદદ કરીશ.” શિવાજી મહારાજને આ જવાબ મુઅઝીમને સંતોષકારક ન લાગે. શાહજાદા સમજી ગયે કે શિવાજી રાજાને વહેમ પડ્યો છે. મહારાજની શંકા દૂર કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy