SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧ ૯ ] છે. શિવાજી ચરિત્ર ચાલુ જ રાખ્યું હતું, એની વિગતવાર માહિતી મહારાજે પાછા આવ્યા પછી જાણ હતી, ત્યારથી જ એ સત્તાને સીધી કરવા માટે કમર કસવાના વિચારમાં એ હતા. મહારાજ વિચારમાં હતા. એવે ટાંકણે શાહજાદાને સંદેશ આવી મળ્યો. વિચારને અમલમાં મૂક્યો અને લડાઈની જવાળાઓ ભભૂકવા લાગી. મહારાજના રાંગણ કિલ્લાને બિજાપુરના સરદાર રૂસ્તમઝમાનશાહે ૮૦૦૦ લશ્કરી સિપાહીઓ સાથે ઘેરે ઘા. મરાઠા લશ્કરે રૂસ્તમઝમાનને મારી હઠાવ્યો. રૂસ્તમઝમાન પાછો હઠ એટલે સ. અબદુલ કરીમ, સે. બહીલેલખાન અને સ. એકાછ ભોંસલે બિજાપુરથી ૧૨૦૦૦ સવાર લઈને શિવાજી રાજા સામે ચડી આવ્યા અને એમણે રાંગણી કિલ્લાને ફરીથી સખ્ત ઘેરો ઘાલ્યો. મરાઠાઓએ બહુ બાહશીથી રાંગણું કિલ્લે સાચવ્યા. આદિલશાહી લશ્કરે સ. માનશાહની પીછેહઠથી ગયેલી પ્રતિષ્ઠા પાછી મેળવવા માટે તનતોડ પ્રયત્નો કર્યા પણ મરાઠાઓ માથું મૂકીને લડ્યા અને આદિલશાહી લશ્કરનો આ ઘેરે એમણે ઉઠાવ્યો. રાંગણ કિલ્લાનો મામલો પતાવી મહારાજે પિતાના લશ્કરની જુદી જુદી ટુકડીઓ આદિલશાહી અને કુતુબશાહી મુલકે લૂંટવા માટે રવાના કરી. બિજાપુરને આદિલશાહ મુગલેના બળવાન લશ્કરની સાથે લડી લડીને થાક્યો હતો. લશ્કરના સિપાહીઓને આરામ મળ્યો ન હતો. સરદારે અને સૈનિકે બને કંટાળી ગયા હતા. સાધનસામગ્રી પણ ખુટવા લાગી એટલે બિજાપુર સરકાર ભારે ચિંતામાં પડી. મુગલેની પૂરેપુરી મરજી અને કુમકથી તથા મુગલેને નામે જ શિવાજી વેર વસુલ કરવા બહાર પડ્યો છે એટલે હવે આદિલશાહી લશ્કર લાંબા વખત સુધી એમની સામે ટકી શકશે નહિ એની ખાતરી થતાં જ બિજાપુરવાળાએ શિવાજી મહારાજને સુલેહને સંદેશ મોકલાવ્યું. મહારાજને તે આદિલશાહીને નમાવીને સલાહ કરવી જ હતી એટલે એમણે આદિલશાહી સાથે તહનામું કર્યું. આ તહનામા મુજબ સેલાપુરને કિલ્લે અને તેને લગત રૂ. ૧૮ હજાર હેનની ઉપજને મુલક બિજાપુર સરકારે મુગલેને આપ પડ્યો. આદિલશાહી ઉપરની આ જીતથી શાહજાદા મુઅઝીમ તથા રાજા જસવંતસિંહ બહુ જ ખુશી થયા અને શિવાજી રાજા કોઈ અસાધારણ પ્રતાપી પુરુષ છે એમ એને લાગ્યું. શિવાજી મહારાજે આદિલશાહી સાથે કરેલી સુલેહથી શાહજાદાને લાગ્યું કે દક્ષિણની બન્ને સત્તાએને શિવાજી મહારાજ સહેલાઈથી નમાવી શકશે અને તેથી મહારાજને ગોવળાંડાની સત્તાને દબાવવા તે તરફ વળવા સૂચના કરી. ગોવળકાંડાના રાજ્યના જુદા જુદા ભાગમાં પોતાના સરદારને સૂચના આપીને મહારાજે લશ્કર સાથે રવાના કર્યા. ગોવળકેડ સરકારની સત્તાને તેડવા માટે મરાઠા સરદારોએ શરૂઆત કરી. ગોવળકાંડાને તેના પિતાના બચાવમાં જ રોકીને મહારાજ પિતે બિજાપુર મુલકમાં ચોથાઈ અને સરદેશમુખી ઉધરાવવાના કામમાં મંડી પડ્યા. શિવાજી મહારાજની સતામણીમાંથી પ્રજાને ઉગારવાના હેતુથી તે વખતના આદિલશાહી વઝીર અબદુલ મહમદે મહારાજ સાથે વહનામું કર્યું અને તે તહનામામાં બિજાપુર સરકારે શિવાજી મહારાજને દર વરસે ૩ લાખ રૂપિયાની ખંડણું આપવાનું કબુલ કર્યું. આવી રીતે આદિલશાહને પતાવ્યા પછી કુતુબશાહી ઉપર મહારાજે નજર નાંખી. કુતુબશાહી સુલતાન શિવાજી મહારાજનું બળ જાણતો હતો અને તેમાં વળી મરાઠાઓને તો આ વખતે મુગલેને પુરેપુરો ટકે છે એની એને ખબર પડી હતી એટલે અને કતુબશાહનાં મુત્સદ્દી આકરણું અને માદરણું ભાઈઓએ શિવાજી સાથે સલાહ કરવામાં જ સાર છે એવી સલાહ આપાથી સુલતાને શિવાજી રાજા સાથે સલાહ કરી. આ તહનામા મુજબ ગવળકેડા સરકારે શિવાજી મહારાજને દર વર્ષે પાંચ લાખ રૂપિયા ખંડણી આપવાનું કબુલ કર્યું અને બન્નેએ એકબીજા સાથે મિત્રાચારીને સંબંધ રાખે એવું નક્કી થયું. આ તહનામા પ્રમાણે મહારાજે નિરાજીરાવ નામના વકીલને ગોવળકાંડાના દરબારમાં મોકલ્યો. 67 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy