SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૪ મ પોતાના મનની મોટાઈ પશુ મૂકી દીધી, પેાતાની ખાનદાનીનું ખમીર પણ જતું કર્યું, પણ ખાદ્ય અને ઝેરીલા ઔરગઝેબ પેાતાના આ વફાદાર સરદાર પ્રત્યે જરાએ કુમળો ન બન્યા. બાદશાહની ખેદરકારીને લીધે મિરઝારાજા દક્ષિણની ચડાઈમાં નિષ્ફળ નિવડ્યો. બાદશાહના વલણ ઉપરથી મિરઝારાજાને ખાતરી થઈ કે એમને બાદશાહ દક્ષિણુમાંથી દૂર કરશે. ખાદશાહે દક્ષિણના ગૂ'ચવાયલા કાકડા ઉપર વિચાર કર્યાં અને કેટલાક ફેરફાર કર્યાં, મિરઝારાજાને ભય સાચા કર્યાં અને એમને દક્ષિણમાંથી દૂર કર્યાંના માઠા સમાચાર મળ્યા. બાદશાહે રાજા જયસિંહની જગ્યાએ શાહજાદા મુઆઝીમને મેાકલ્યા. ઈ. સ. ૧૬૬૭ના મે માસમાં શાહજાદા મુઝીમ ઔર’ગાબાદ આવી પહે ંચ્યા અને એણે મિરઝારાજા પાસેથી દક્ષિણની જવાબદારી સભાળી લીધી. મિરઝારાજા દક્ષિણથી દિલ્હી જવા ઉપડયા તે રસ્તામાંજ ૧૬૬૭ના જુલાઈની રજી તારીખે અઠ્ઠાણુપુર મુકામે સ્વર્ગવાસી થયા. એમના મરણુના સબંધમાં કલ જેમ્સ ટોડના રાજસ્થાનના ઇતિહાસમાં નીચે પ્રમાણેનું લખાણ છેઃ— મિરઝારાજા જયસિંહે પણ ક્રૂર પાદશાહ ઔર’ગઝેબના શાસનકાળમાં પોતાનું અદ્ભુત સામ દર્શાવી અમરકીર્તિ પ્રાપ્ત કરી હતી. ઔરંગઝેબના સમયમાં જે જે યુદ્ધો થયાં હતાં, તેમાંના પ્રાયઃ સમાં જયસિંહ વિદ્યમાન હતા. તેમણે અનેક યુદ્ધોમાં વિજય પ્રાપ્ત કર્યાં હતા. ઔરગઝેબે જયસિંહની વીરતાથી પરમ સંતુષ્ટ થઈ તેમને છ હજારની મનસબની પદવી આપી હતી. જે મહાવીર શિવાજી મહારાષ્ટ્રીઓના આદ્ય નેતા હતા, જેમનું નામ સાંભળી યવન સમ્રાટની સેના કાંપતી હતી, જેમના દ્વારા પાદશાહની સેના વારંવાર પરાસ્ત થતી હતી તેજ શિવાજીને અંબરપતિ જયસિંહ દિલ્હીના પાદશાહની સન્મુખ લાવ્યા હતા. જો કે તેએ વિધર્મી પાદશાહની આજ્ઞાથી શિવાજીને દિલ્હીમાં લઈ ગયા હતા ખરા, પરંતુ તેમણે એક સાચા રજપૂતવીરની પેઠે શિવાજીની આગળ શપથ લઇને કહ્યું હતું કે · પાદશાહ આપને એક વાળ પણ વાંકા કરશે નહિ. આ માટે હું જવાબદાર છું. ' આ રજપૂતવીરની પ્રતિજ્ઞા પર વિશ્વાસ રાખીને શિવાજી દિલ્હી ગયા હતા, પરંતુ તે યવન સમ્રાટની રાજધાનીમાં પહોંચ્યા કે તરતજ ઔરગઝેબે તેમના પ્રાણ લેવાની ચેષ્ટા કરવા માંડી. આથી જયસિંહે પાદશાહના કિચિત પશુ ડર નહિ રાખી પાતાની પ્રતિજ્ઞાનું પાલન કરવાને માટે શિવાજીને દિલ્હીમાંથી નસાડી મૂકવામાં સહાય કરી હતી. આ પ્રકારે તેમણે પોતાના મૂળગૌરવનું રક્ષણ કર્યું હતું. આજ કારણથી પાદશાહ જયસિ'હુ પર અપ્રસન્ન રહેતા હતા. ઔરંગઝેબ સિંહાસનારૂઢ થયે તે પૂર્વે દિલ્હીનું સિંહાસન હસ્તગત કરવા માટે શાહજહાનના પુત્રામાં ભારે વિખવાદ ઉપસ્થિત થયા હતા. તે સમયે મિરઝારાજા જયસિંહે પ્રથમ તે દારાના પક્ષ ગ્રહણુ કર્યાં હતા, પરંતુ પાછળથી તેને પક્ષ છેડી દેવાથી તેની સિ'હાસન પ્રાપ્તિની સ` આશા લુપ્ત થઈ ગઇ. જયસિંહૈ પેાતાની બુદ્ધિ, શક્તિના ખળથી અનેક મહા કાર્યો કર્યાં હતાં અને તેથી ઔરંગઝેબે તેમનું ખળ ક્ષીણુ કરવાને માટે પ્રતિજ્ઞા કરી હતી. મિરઝારાજા જયસિંહઁ પાસે આવીસ હજાર અશ્વારાહીએ હતા અને બાવીશ પ્રથમ શ્રેણીના સામા પણુ હતા. એક વખત મિરઝારાજા જયસિંહે રાજદરબારમાં બેસી પોતાના બે હાથમાં એ પ્યાલા પકડી એકને સતારા અને બીજાને દિલ્હીનું નામ આપી તેમાંના એકને જોરથી જમીનપર પટકી કહ્યું હતું કેઃ— આ સતારાનું તેા પતન થયું. હવે દિલ્હીનું ભાગ્ય મારા જમણા હાથમાં જ છે, એને પણ આટલી સરળતાથી નાશ કરવાને હું શક્તિવાન છું ' મિરઝારાજા સિદ્ધ કેવા બળવાન હતા, તે તેમનાં આ વચના પરથી સારી રીતે સમજાશે. જો તેઓ ધારત તા ઔરંગઝેબનું પતન કરી શકત. અત્યંત ખળવાન મનુષ્ય સિવાય આવા ગર્વિષ્ઠ વચને કાણુ ઉચ્ચારી શકે ! પરંતુ આ ગર્વિષ્ઠ વચનેાથી તેમના કાળ થયા. જયિસંહના આ વિશ્વ વચનેાની વાત ઔરંગઝેબના કાન સુધી પહેાંચી ગઈ હતી. જો કે ઔર'ગઝેબ પ્રબળ પરાક્રમી પાદશાહ હતા, તે પણ તે જયસિંહનું અનિષ્ટ કરવાને પ્રત્યક્ષ રીતે કાઈ પણ કાર્યં કરવાનું સાહસ કરી શકયો નહિ. દુરાચારી ઔર'ગઝેબ તલવાર અને વિષદ્બારા ભારતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy