SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪ મું] છ શિવાજી ચરિત્ર શિવાજી મહારાજ આગ્રેથી નાઠાના સમાચાર મળ્યા એટલે મિરઝારાજાએ વિચાર્યું કે બાદશાહને પિતાના ઉપર અને પુત્ર રામસહ ઉપર શિવાજીને નસાડવાનો વહેમ છે તે વહેમ શિવાજીને પકડી આપીને દૂર કરે. શિવાજીને બાદશાહને હવાલે જો મિરઝારાજા કરી શકે તો બાપ બેટા ઉપર આરોપ દૂર થશે એમ માનીને શિવાજી મહારાજને પકડવા માટે મિરઝારાજાએ ખાસ સિપાહીઓ અને છૂપા જાસૂસે રવાના કર્યા. શિવાજીને પકડી આપીને પોતા ઉપર આક્ષેપ દૂર કરવા જયસિંહ રાજા તૈયાર થયા. હિંદુત્વના આ તારણહારને હિંદુત્વ નષ્ટ કરવા માટે હિંદુ ધર્મ ઉપર જુલમ વરસાવનાર ઔરંગઝેબના હાથમાં આપવાથી હિંદુત્વને ભારે હાની પહોંચશે, એની મિરઝારાજાએ દરકાર ન કરી. જાતે હિંદુ હોવા છતાં, હિંદુધર્મનું રક્ષણ કરવા માટે માથા કપાવનાર ક્ષત્રિઓના ફરજંદ હતા છતાં મુસલમાની સત્તા વધારે મજબૂત કરવાનું કામ કરી રહ્યા હતા. મિરઝારાજાને મુગલ સત્તાને મેહ હતો પણ ઈશ્વરને હિંદવનું રક્ષણ શિવાજી મહારાજને હાથે કરાવવું હતું. શિવાજી રાજાને પકડવા માટે મિરઝારાજાએ અનેક પ્રયત્નો કર્યા પણ પરમેશ્વરની રચના કંઈ જુદી જ હતી. મિરઝારાજાના કાબેલ માણસો પણ મહારાજને પકડી પાડવામાં ફળીભૂત ન નીવડ્યા. ઈસ. ૧૬૬૬ ના નવેમ્બરની ૫ મી તારીખે મિરઝારાજાએ દિલ્હી પત્ર લખ્યો હતો તેમાં પોતાની પડતી દશાને ઈશારો કર્યો હતો. ‘શિવાજીને પકડવા માટે મેં પણ માણસ અને જાસૂસે રવાના કર્યા છે. મહારાષ્ટ્રના આ સરદારને દિલ્હીપતિને હવાલે કરવાની સેવકની ખાસ ઈરછા છે. મારા પ્રયત્નો સફળ નથી થતા તેથી ભારે ગ્લાનિમાં મારે દિવસ કાઢવા પડ્યા છે. હજુ સુધી શિવાજીને મારા માણસે પકડી નથી શક્યા એ મારું કમનસીબ છે.' શિવાજી મહારાજ સુખરૂપ રાજગઢ આવી પહોંચ્યાના સમાચાર જ્યારે જયસિંહ રાજાએ જાણ્યા ત્યારે તે એમની નાસીપાસી વધી પડી. બાદશાહને રાજી કરવા માટે શિવાજી મહારાજને પકડી આપવાની યુક્તિમાં મિરઝારાજા ન ફાવ્યા એટલે એમણે હવે બીજી બાજુ ગોઠવી. શિવાજી રાજાને નાશ કરાવીને પણ ખુશી કરવા મિરઝારાજા તૈયાર થયા. ઈ. સ. ૧૬૬૬ ની આખરમાં મિરઝારાજાએ દિલ્હીપતિના મુખ્ય પ્રધાન સરદાર જફરખાનને નીચેની મતલબનો પત્ર લખ્યો હતો તે ઉપરથી મિરઝારાજાની ઘડપણમાં બદલાઈ ગયેલી મનોદશા જણાઈ આવે છે. મિરઝારાજાએ લખેલા પત્રને ગુજરાતી સાર નીચે પ્રમાણે છે: બિજાપુર, ગોવળકેડા અને શિવાજી એ ત્રણ સત્તાધારીઓની સત્તા તેડવા માટે મારી સર્વ શક્તિઓને ઉપયોગ મેં આજ સુધી કર્યો છે અને ભવિષ્યમાં પણ કરતો રહીશ. એ બદમાસ શિવાજી મને મળવા આવે એવી ગોઠવણ હું કરી રહ્યો છું અને એ ગોઠવણુ ફળીભૂત થાય તો તક સાધીને મારા માણસો એને પૂરો કરશે. આ સલ્તનતનું હિત સાચવવા માટે પ્રજાની નિંદા કે સ્તુતિની દરકાર કર્યા સિવાય આ બંદે ગુલામ ગમે તે કરવા તૈયાર છે. બાદશાહ સલામત મને પરવાનગી આપે તે શિવાજીનું કુળ તદન હલકું હોવા છતાં, એની સાથે અમારો રેટી વહેવાર પણ નથી છતાં એની છોકરીને મારા દિકરા સાથે પરણાવી એની સાથે સંબંધ બાંધવા હું તૈયાર છું. સાધારણ સંજોગોમાં તે એની છોકરી પગે પડતી આવે તો પણ હું એને મારા જનાનખાનામાં ન રાખું પણ આતો સલ્તનતનું હિત સાચવવા એટલે સુધી જવા હું કબુલ છું. શિવાજી હલકા કુળને છે એટલે મારી આ ઈચ્છા જાણશે તે તરત હા પાડશે અને હા પાડે એટલે જાળમાં સપડાય જ સમજો ! આ યુક્તિ ખાસ ગુપ્ત રાખવા વિનંતિ છે. ઉત્તરની રાહ જોઉં છું” (હાપ્ત અંજુમન ). ઉપરના પત્ર ઉપરથી વાંચકે જોઈ શકશે કે બાદશાહને ખુશ કરવા માટે મિરઝારાજા જયસિંહ પિતાના ઉચ્ચ સ્થાનેથી કેટલા બધા નીચે ઉતર્યા હતા. બાદશાહને ખુશ કરવાના હેતુથી જયસિંહ રાજાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy