SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪ મું 1. છે. શિવાજી ચરિત્ર ૪૪૧ મોટા મેટા રજપૂત વીરોના પ્રાણુને નાશ કરીને નિષ્કટક થયો હતો અને જયસિંહને પણ આખરે તેણે નાશ કર્યો. જે ધૃણિત ઉપાયથી તેણે જશવંતસિંહના પ્રાણને નાશ કર્યો હતો, તેજઉપાયથી તેણે જયસિંહને પણ આ સંસારમાંથી વિદાય કર્યો. તેણે જયસિંહના કુટુંબમાં પિતાની પ્રપંચજાળને વિસ્તાર કર્યો. રજપૂતોમાં પાટવી કુમારને સિંહાસનને અધિકાર હોય છે. નાના પુત્રને સિંહાસન મળતું નથી, પરંતુ દુરાચારી ઔરંગઝેબે જયસિંહના કનિષ્ઠ પુત્ર કરતસિંહને હાથમાં લઈને કહ્યું કે –“ જે તમે તમારા પિતા જયસિંહને નાશ કરશે તે રજપૂતની ચિરપ્રચલિત રીતનો ભંગ કરીને તમારા મસ્ત૫ર રાજમુકુટ મૂકવામાં આવશે અને તમારા જયેષ્ઠ બંધુ રામસિંહને હક્ક રદ કરવામાં આવશે.” હતભાગી અને મૂર્ખ કરતસિંહે પાપાત્મા ઔરંગઝેબની પ્રપંચજાળમાં ફસાઈને શીધ્ર તેને મરથ સફળ કર્યો. રજપૂત કુલાંગાર કરતસિંહે અફીણની સાથે વિષ મેળવી પોતાના જન્મદાતાને તે પાઈ તેના પ્રાણને નાશ કર્યો. જયસિંહે આ પ્રકારે પોતાના આ કુલકર્ષક પુત્રના હાથથી વિષપાન કરી પ્રાણત્યાગ કર્યો. પિતૃહંતા કીરતસિંહ પિતાના મહાપાપના પુરસ્કાર તરીકે રાજતિલક પ્રાપ્ત કરવાને માટે પિશાચ ઔરંગઝેબની પાસે ગયો, પરંતુ પાદશાહે તેને મરથ પૂર્ણ કર્યો નહિ. તેણે માત્ર કામા નામને એક પ્રદેશ જાગીર તરીકે આપે.” આવી રીતે આ અંબરપતિ, કછવા કુટુંબના કુલદીપક, જયપુરનરેશ, મુગલ દરબારના મહાન સરદાર, જેણે મુગલાઈની સત્તા મજબૂત કરવા માટે અનેક છત મેળવી, જેણે મુસલમાની સત્તા વધારવા માટે અનેક આપદાઓ વેઠી, જેણે ઔરંગઝેબને ખુશ કરવા માટે શિવાજી જેવા હિંદુઓના તારણહારને મારી નાંખવાનો પ્રયત્ન કર્યો તે મહાન યોદ્ધા, વૃદ્ધ અને અનુભવી બંધાવીર મિરઝારાજા જયસિંહનો ઔરંગઝેબે નાશ કર્યો. મિરઝારાજા જયસિંહને આવી રીતને અંત જોઈને ઈંગ્લાંડના ઈતિહાસમાંના કૅમસ વુલ્સીના અંતની યાદ આવ્યા સિવાય રહેશે નહિ. થોમસ વુલસીને જ્યારે વધસ્થંભ આગળ લઈ જવામાં આવ્યો હતો ત્યારે તેણે છેલ્લા ઉદગાર કાઢયા હતા કે “જેવી સેવા મેં મારા રાજાની ઉઠાવી તેવી સેવા મેં જે પ્રભુની ઉઠાવી હતી તે મારે અંત આવે ન આવત.” અંત વખતે મિરઝારાજાને પણ એવું જ લાગ્યું હશે. ઔરંગઝેબ ઉપર જયસિંહરાજાએ ભારે ઉપકાર કર્યા હતા. ભાઈ ભાઈના ઝગડા વખતે દિલ્હીને બચાવ રાજા જ્યસિંહે જ કર્યો હતો. દારાના પુત્ર સુલેમાન શેકેહને પકડીને રજુ કરવામાં પણ જયસિંહરાજાની કુમક હતી. સત્તાના જોરથી બેફામ બનેલા અમલના મદમાં અંધ બનેલા ભારે લશ્કરના બસથી છકી ગયેલા દિલ્હીના બાદશાહને તો તે વખતે ભાન ન હતું કે એ શું કરી રહ્યા છે, પણ જયસિંહ રાજાના આવી રીતના મરણથી મુગલાઈના પાયામાં ઉધાઈ લાગી એમ કહેવામાં જરાએ ખોટું નથી. મુગલાઈના આધાર સ્થંભને આખરે આવી રીતે અંત આવ્યો. : $ ; ( - 66. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy