SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪ મું1. છે. શિવાજી ચરિત્ર ૪૩૩ બેડયું હતું અને મહારાજની સૂચનાઓ મુજબ શંભાજી રાજાને વાઈને મહારાષ્ટ્રમાં આવ્યા હતા, એ ત્રણે ભાઈઓની સેવા ભારે હતી. તેમના વખાણ કરીને મહારાજે તેમને ૭૫૦૦૦ રૂપિયાની બક્ષિસ આપી અને એ ભાઈઓને “વિશ્વાસરાવ” નો ઈલ્કાબ આપ્યો. આ ઉપરાંત એ કુટુંબને ૧૦૦૦ હોનની બક્ષિસ આપી. (૨) આ ત્રણે ભાઈઓની માતા એમની સાથે જ હતી. એણે શંભાજી રાજની ખૂબ સેવા ઉઠાવી હતી. મહારાજે તેમનું પણ સન્માન કર્યું અને રૂપિયા ૨૫૦૦૦ ની ભેટ ધરી. (૩) નિરાજ રાવજી જે વેશધારી ટોળીના મહંત બન્યા હતા અને જેમણે પ્રવાસ દરમ્યાન ભારે સેવા ઉઠાવી હતી તેમને મુખ્ય ન્યાયાધિશ બનાવ્યા. (૪) દત્તાજીને “વાનિશ” નિમવામાં આવ્યો હતો. (૫) રાધા મિત્રને હજુરિયાઓના મુખી બનાવ્યા. (૬) હિરાજી કરંજદ જે આગ્રામાં કેદખાનામાં મહારાજને બદલે એમના પલંગ ઉપર એમની દુલાઈ ઓઢીને તથા એમની વીંટી પહેરીને સૂઈ રહ્યો હતો તેની સેવાઓ અજબ હતી. તેને રાયગઢ કિલાને હવાલદાર બનાવ્યું. એને પાલખી અને . અખાગીરીના હક આપ્યા. (૭) મદારી મહેતર (મુસલમાન) મહારાજને બહુ જ વફાદાર સેવક. જ્યારે મહારાજના પલંગ ઉપર હિરજી સૂઈ રહ્યો હતો ત્યારે એના પગ પંપાળતા આ મદારી મહેતર બેઠા હતો. એના કામની મહારાજે કદર કરી, ગાદીની પૂજા કર્યા પછી ગાદી આગળ જે મૂકવામાં આવે તેને હકદાર બનાવવામાં આવ્યો. આ વફાદાર મુસલમાન સેવકનું ખાનદાન કુટુંબ હજુ સતારામાં હયાત છે. (૮) કેડલીના પટેલને ત્યાં જ્યારે મહારાજે મુકામ કર્યો હતો ત્યારે પટેલેએ શિવાજી મહારાજના સરદાર વિરૂદ્ધ કડવી ફરિયાદ કરી હતી. મહારાજે તેની નોંધ રાખી હતી. મહારાજે એ પટેલ અને એની માને બોલાવી એમને શાબાશી આપી, ઉપકાર માન્યો અને એમનાં ઢોરઢાખર લૂંટી લેવામાં આવ્યાં હતાં તે બધું ધ્યાનમાં લઈ એમને સારી રકમ ભેટ આપી અને પટેલને નેકરીએ રાખ્યો. આ ઉપરાંત બાળાજી આવછ ચિટણીસ, ર્નિંબક સનદેવ તથા એવા બીજા ઘણાઓને મહારાજે નવાજ્યા. બાદશાહને પશ્ચાતાપ. શિવાજી મહારાજ અને સંભાળ રાજા બન્ને મહારાષ્ટ્રમાં પોતાની રાજધાનીમાં સહીસલામત પહોંચી ગયાના ખબર બાદશાહે સાંભળ્યા ત્યારે એના અંતઃકરણને ભારે ધક્કો લાગ્યો. શિવાજી મહારાજ ઉપર હજારો સિપાઈઓને જાપ્ત હતો. બાહોશ અને કુશળ અમલદારને સખત પહેરે હતો. કસેટીએ ઉતરેલા અધિકારીઓને માથે મહારાજને સાચવવાની જવાબદારી નાંખવામાં આવી હતી. કડકમાં કડક બંદોબસ્ત કરવામાં આવ્યા હતા, છતાં બાદશાહી રાજધાનીમાંથી ધોળે દિવસે ભલભલાની આંખમાં ધૂળ નાંખીને શિવાજી મહારાજ નાસી ગયા અને ઉત્તર હિંદુસ્થાન કે જ્યાં ઔરંગઝેબ બાદશાહની હાક વાગી રહી હતી, શહેનશાહની જેના ઉપર કફ મરજી થઈ હોય તેની સાથે વાત કરવાની પણ કોઈ હિંમત ન ધરે એવી ઔરંગઝેબની જ્યાં ધાક હતી તે પ્રાંતમાં શિવાજી મહારાજને આશ્રય મળ્યો, એ જોઈ ને અતિશય દુખ થયું. નાસભાગ કરતા શિવાજીને પકડી લાવવા માટે સેંકડો અમલદારો અને સિપાહીઓને દેશભરમાં દોડાવ્યા હતા. લાખ રૂપિયાનાં ઈનામ અને લલચાવનારી બક્ષિસ શિવાજી મહારાજને પકડી લાવનાર માટે બાદશાહે જાહેર કરી હતી, છતાં શિવાજી અને શંભાજી સહીસલામત મહારાષ્ટ્રમાં પહોંચી ગયા એ સાંભળી શહેનશાહ બહુ શરમિંદો બની ગયો. પોતાના રાજ્યની વ્યવસ્થા ઉપર ઉ૫રથી સંગીન દેખાય છે પણ અંદરથી પિલપલ છે, એવી બાદશાહને શંકા થઈ. બાદશાહની, મુગલ સમ્રાટની ઈતરાજી વહેરીને પણ મુગલપતિના દુશ્મનને આશ્રય આપનાર ઉત્તર હિંદુસ્થાનમાં છે, એ જઈ બાદશાહ બહુ જ બેચેન બની ગયો હતો. શિવાજી મહારાજના નાસી જવાથી અને તેમના મહારાષ્ટ્રમાં સહીસલામત પહોંચી જવાથી બાદશાહનું અંતઃકરણ બળી ઉઠયું હતું અને એના અંતઃકરણની 66 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy