SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ છે. શિવાજી ચન્દ્રિ 1 પ્રકરણ ૧૪ મું બળતરા એની જિંદગીની આખર સુધી ઓલવાઈ ન હતી. બાદશાહે પિતાની જિંદગીના છેલ્લા ભાગમાં એક મૃત્યુપત્ર લખ્યો હતો. તેમાં મહારાજના નાસી જવા સંબંધી સારા કરવામાં આવ્યા હતા. બાદશાહે નીચેની મતલનું એ પત્રમાં લખ્યું હતું -“ રાજયમાં શું શું ચાલી રહ્યું છે તે સંબંધી પૂરેપુરી ખબર મેળવવાની ઉત્તમ ગોઠવણ કરવામાં આવી હોય તે જ કોઈ પણ રાજ્ય દીર્ધકાળ સુધી ટકી શકે. જે રાજ્યમાં આવા પ્રકારની વ્યવસ્થાના સંબંધમાં બેદરકારી હોય અથવા આવી ગોઠવણના સંબંધમાં રાજ્ય પૂરતું ધ્યાન ન આપ્યું હોય અથવા આવી વ્યવસ્થાના સંબંધમાં ગફલત રાખવામાં આવી હોય તેવાં રાજ્યને અથવા સત્તાને પોતાની બેદરકારીનું પરિણામ બહુ લાંબા વખત સુધી ભોગવવું પડે છે. પેલે હરામખેર શિવાજી મારા ગાફેલપણાને લીધે મારા હાથમાંથી છટકી ગયો અને એજ ગફલતને લીધે મારી સઘળી ચડાઈએમાં હું કેવટ સુધી અપયશી અને નિષ્ફળ નિવડ્યો.” બાદશાહની આ બળતરા એના મરણ સુધી કાયમ રહી હતી. ૫. દક્ષિણથી દિલ્હી જવામાં લાભ કે ગેરલાભ, ઔરંગઝેબ જેવા ધમધ મુસલમાનનો પિતા પ્રત્યે કેટલે તિરસ્કાર હતો તે જાણ્યા પછી તે સમયમાં મુગલસત્તા ભારેમાં ભારે બળવાન હતી તેનો અનુભવ થયા પછી, બાદશાહ ઔરંગઝેબ પિતાના વિરોધીઓ પ્રત્યે અતિકર અને નિર્દય છે એની ખબર હોવા છતાં મુગલ દરબારના હિંદુ સરદાર પણ મુસલમાની સત્તાને સર્વ રીતે બળવાન બનાવવા માટે પિતાથી બનતી મહેનત કરી રહ્યા છે તેને અંગત અનુભવ થયા પછી, પિતાના ઘરમાંથી એટલે દક્ષિણમાંથી નીકળી દુશ્મનના ઘરમાં એટલે ઉત્તરમાં જવા મહારાજ તૈયાર થયા. આ કૃત્ય રાજદ્વારી કુનેહ હતી કે ભૂલ હતી, તે તપાસતાં આપણએ જણાઈ આવશે કે એમાં મહારાજની મૂર્ખાઈ નહિ, પણ ડહાપણું જ હતું, દીર્ધદષ્ટિ હતી, મુત્સદ્દીપણું હતું. પણ હવે આપણે તપાસીશું કે એ કૃત્ય કર્યાથી મહારાષ્ટ્રને લાભ થયો છે કે ગેરલાભ. (૧) શિવાજી મહારાજના આ જવાથી જે બનાવ બન્યો તેથી હિંદુઓનાં દિલ દુભાયાં અને મુસલમાની સત્તા માટે હિંદુ સરદારોનાં દિલ ઊંચાં થયાં. (૨) આ બનાવના પરિણામે મરાઠાઓમાં આત્મવિશ્વાસ વધ્યો. (૩) આ બનાવને લીધે શિવાજી મહારાજના સરદાર, અમલદારો, અને નોકરોની વફાદારીની પુરેપુરી કસોટી થઈ. (૪) આ બનાવને લીધે દુશ્મનોની પણ ખાતરી થઈ કે શિવાજીને કચડી નાંખ્યાથી હવે મરાઠી સત્તા કચડાવાની નથી. (૫) આ બનાવને લીધે મહારાજ ઘણા રજપૂત સરદારને ઓળખી શક્યા. (૬) મુગલ દરબારના અનુભવને લીધે મહારાજ મુગલાઈન સરદારની રગ, ત્રુટિ અને નબળાઈઓ જાણી શક્યા. (૭) આ બનાવને લીધે મહારાજ મુગલ સત્તાનું પિકળ જોઈ શક્યા. (૮) આ બનાવને લીધે શિવાજી મહારાજ મુગલની રાજ્યવ્યવસ્થાનો બરાબર અભ્યાસ કરી શક્યા અને તે અનુભવ એમને મહારાષ્ટ્રમાં પાછા આવ્યા પછી કામ લાગે. (૯) આ બનાવને લીધે મુગલસત્તાનો હિંદુસ્થાનમાં જે મે હતા. તે તૂટી ગયે અને (૧૦) મહારાજ જાણી શક્યા કે મુગલસત્તા માટે ઘણું સરદારના અંતઃકરણમાં ભારે અસંતોષ છે તથા તે અસંતોષનો અગ્નિ વધુ પ્રજવલિત કરવાની જરૂર છે. મહારાજના આ અનુભવને લીધે એમનામાં જે આત્મવિશ્વાસ હતો તે ઘણે દરજજે વધે અને એ અનુભવ મેળવ્યા પછી મહારાજ મુગલની સત્તા તેડવા માટેના રસ્તા જાણી શક્યા. બધી બાબતો ધ્યાનમાં લેતાં, એટલું તે કહી શકાય કે મહારાજના ઉત્તર હિંદુસ્થાન જવાને લીધે, મહારાજને, મહારાષ્ટ્રના હિંદુઓને ભારે લાભ થશે. મહારાજને ખૂબ સંકટ વેઠવાં પડ્યાં પણ તેથી હિંદુ પ્રજાને અને હિંદુત્વના પ્રશ્નને અલભ્ય લાભ થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy