SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ મરણ ૧૨ સુ ] છ શિવાજી ચરિત્ર ૪૫ કર્યા ત્યારે તેના યેદ્દાઓ, પેાતાના રાજાને દુશ્મનના કબજામાં સાંપીને મહારાષ્ટ્રમાં પાછ કર્યો. અમારા રાજાને દુશ્મનના કબજામાં મૂકીને અમે જીવતા ધેર જઈએ તે અમારી જનેતાની કૂખ ભજવાય, અમારા પિતરે। શરમાય, અને અમારા કૂળને કલંક લાગે. આ કલક તા પૃથ્વીની પીડે ઉપર હિંદને ઇતિહાસ હયાત રહે ત્યાં સુધી ચોંટેલું રહે. મહારાજ ! આપને આ હુકમ અમે! કદી પણુ માનવાના નથી. અમે મહારાજના ચરણુ નહિ છેાડીએ. આ સજોગેમાં આપને અમે ખેાારૂપ લાગતા હાઈ એ તા આપ અમને મહારાષ્ટ્રમાં પાછા મેાકલીને અમારાં મૂળ કલકત ન કરાવા. અમારા વહાલા દેશના ઇતિહાસમાં અમારી અપકીતિ ન નોંધાવેા. અમારા વહાલા ધર્માંની તવારીખમાં અમારી નિંદા ભવિષ્યની પ્રજા કરે, એવી કફોડી સ્થિતિમાં કૃપા કરીને મહારાજ અમને ન મૂકેા. મહારાજ ! શું આપ એમ માને છે કે આપના પ્રાણ કરતાં અમને અમારા છત્ર વધારે વહાલા છે! મહારાજ, કૃપા કરીને આપ એવું ન માને. અમારે માટે એવા હલકા અભિપ્રાય આપ ન બાંધેા. આપને હુકમ માથે ચઢાવીને આપ કહેશે। તા વગર ખાલે અમે અમારી જાતને હામીને ખાઈ એ ભરી દઈ શું. આપને હુકમ થશે તા અમારી ગરદના અમે અમારે હાથે કાપીશું, પણુ આપને આ સ્થિતિમાં છેડીને દેશ પાછા જવાના હુકમ આપે કર્યાં તે તેા અમારાથી કદી પણ માથે ચઢાવાશે નહિ. અમે। આપના ચરણુના દાસ છીએ. આપની કૃપા અને શીતળછાયા નીચે અમેએ અનેરાં સુખ ભાગવ્યાં છે. મહારાજ, આમારા ઉપર કૃપા કરી, આપ આવા હુકમેા ન કાઢો. આ ક્માન તેા અમારા કલેજામાં કારી ધા સમાન છે. આ હુકમ નથી, પર'તુ અમારે માટે તે એ ઝેરી ખજર છે. મહારાજ ક્ષમા કરો. અમારાથી મહારાજને અત્રે રાખીને કાઈ પણ સંજોગામાં પાછા જવાશે નિહ. '' શિવાજી મહારાજે જોયું કે એમના અમલદારા અને મુત્સદ્દીઓએ એમને છેડીને મહારાષ્ટ્રમાં નહિ જવાને નિશ્ચય કર્યો છે અને બધા પેાતાના નિશ્ચયમાં મક્કમ છે, ત્યારે એમણે સાથેનાં માણસામાંના ખાસ અમલદાર। અને ખાસ મુત્સદ્દીઓની સાથે ખાનગી સમલત કરી અને પ્રતાપરાવ ગુજ્જર વગેરેને પોતાની મુક્તિ માટે રચેલી ચેાજના સમજાવી અને પોતાનાં માણુસાના દિલની ખાતરી કરી આપી. આગ્રા છેાડી ટાળી ટાળીવાર ક્યાં ક્યાં જવું, શી શી ગાઢવા રાખવી વગેરેની ખરાબર સમજણુ પાડી દીધી. આગ્રંથી રવાના કરવામાં આવનાર માજીસોને પ્રતાપરાવે કામગીરી સોંપી દીધી અને મહારાજે ફક્ત પોતાને જરૂર જેટલા જ માણુસ્રો પોતાની પાસે રાખ્યાં અને ખીજાઓને આગ્રંથી જવાના હુકમ કર્યાં. શિવાજી મહારાજનાં માશુસોએ આગ્રા છેડયુ. અને સર સેનાપતિ પ્રતાપરાવ ગુજરે જે જે ગોઠવણી કરી હતી તે તે પ્રમાણે દરેક પોતાને સોંપેલા કામ ઉપર જોડાઈ ગયા. આગ્રા છોડીને મહારાષ્ટ્ર જવા માટેનું ખાનું કરીને નીકળેલા મરાઠાઓમાંના કેટલાકને વેશખદલીને આમાની આજીખાનુએ જ રાખવામાં આવ્યા હતા. કેટલાકને વેશ બદલીને જુદા જુદા ધંધામાં આગ્રાની નજીકમાં જ ગોઠવી દીધા હતા અને પ્રસંગ આવે સર્વેને સૂચનાઓ મળે એવી ગાઠવણા પણ કરી હતી. જેમને મહારાષ્ટ્રમાં માકલવાની જરુર હતી તેમને મહારાષ્ટ્રમાં રવાના કર્યા. મહારાજની ખખરા અને સંદેશાઓ જવાબદાર માણુસોને અને વેષબદલીને આજુબાજુ રાખવામાં આવેલા મરાઠા સરદારાને અને મુત્સદ્દીઓને મળે એવી ગેાઠવણુ કરવામાં આવી. પેાતાના વહાલા સ્વામીને આવે પ્રસંગે ઉપયોગી થઈ પડવાની દરેકની ખાસ ઈચ્છા હતી. મહારાજને મદદરૂપ નિવડવાની એમનામાં અજબ ધગશ હતી, એટલે સોંપવામાં આવેલી જવાબદારી સમજીને વષાદારીથી કાળજીપૂર્વક અને ચાલાકીથી પોતપોતાની ફરજ બજાવી રહ્યા હતા. આ પ્રસંગ તે। ભારેમાં ભારે હતા. મહારાજની જિંદગીને પ્રશ્ન હતો એટલે શિરસાટે કામ કરીને પણ મહારાજને સહીસલામત મહારાષ્ટ્રમાં લઈ જવા દરેક જણુ આતુર હતા. પોતાના માશુસોને ફૈકઠેકાણે માકલી મુક્તિની તૈયારીએ મહારાજે કરવા માંડી. શિવાજી મહારાજે જાણ્યું કે હવે અનુકૂળ વાતાવરણ તૈયાર કરવાની જરુર છે એટલે એમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy