SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ છ૪ છે. શિવાજી ચરિત્ર _ પ્રકરણ ૧૩ મું આપ આ શું બોલે છો ? આપને આ હુકમ તે અમને કારી ઘા ને લાગે છે. અમે આપના સેવકે-આપના છત્ર નીચે અમે સત્તા ભેગવી, વૈભવવિલાસ ભેગવ્યા, એશઆરામ કર્યા. આપની શીતળ છાયા તળે અમે ફૂલ્યા ફાલ્યા, મેટા થયા. આપ અમારા શિરછત્ર છે. આપ લાખના પાલનકર્તા છે. આપ અમારા હિંદુ ધર્મના તારણહાર છે. આપના માટે અમે અમારા પંચપ્રાણ ન્યોછાવર કરી નાંખીએ તે પણ ઓછું છે. મહારાજ ! દક્ષિણ છેડી ઉત્તરમાં આવવાની આપે વાત કરી ત્યારે આપણું ઘણા સરદારોએ ઘણે વિરોધ કર્યો હતે. આપને બળતા ઘરમાં એટલે મુગલ રાજધાનીમાં નહિ જવા દેવા માટે ઘણું સરદારોએ સખત વિરોધ ઉઠાવ્યો હતો અને ઘણુઓએ તે યવન બાદશાહની દુષ્ટ નિષ્ઠાનું ભવિષ્ય પણુ ભાખ્યું હતું. મહારાજ ! એ બધું કરે મૂકીને અમોએ આપનું કહેવું માન્ય રાખીને આપને દુશ્મનના ઘરમાં જવા દીધા. પણ હવે આપ અમને એકલા મૂકીને પાછા જવાનો હુકમ ફરમાવશે તે તે આપનો હુકમ અમે કદી પણ માનવાના નથી. આપના ઈશારાની સાથે અમે અમારી ગરદન કપાવવા ખડે પગે તૈયાર છીએ. અપની ઈચ્છા જાણતાંની સાથે જ કોઈપણું જાત ને પ્રશ્ન પૂછવા સિવાય ઊંડામાં ઊંડી ખાઈમાં કુદી પડવા અમે તૈયાર છીએ. આપને હુકમ થતાંની સાથેજ અમારાથી હજાર ગણુ બળવાન લશ્કર ઉપર તૂટી પડવા અમે તૈયાર છીએ અને આપના હુકમને માન આપવા ખાતર અમારાં ઘરબાર અને બાળબચ્ચાં ને સળગાવી મૂકવા પણ તૈયાર છીએ. આપને હુકમ એ અમારે માટે તે ઈશ્વરી ફરમાન છે એ અમે જાણીએ છીએ અને આપના હુકમ માથે ચડાવવા અમે સર્વસ્વ ઉપર જળ મૂકીશું. પણ મહારાજ આજ આપનો હુકમ-આપને અને મૂકીને દક્ષિણમાં પાછા જવાને–નહિ માનવામાં અમે અમારો ધર્મ બજાવીએ છીએ એમ અમને તે લાગે છે. મહારાજ આપને કાળના જડબામાં મૂકીને અમારો જીવ બચાવી અમે મહારાષ્ટ્રમાં કયે મોઢે જઇએ? અમે તે આપ વડે જ ઉજળા છીએ. આપને દુશ્મનના ઘરમાં મૂકીને અમારાથી મહારાષ્ટ્રમાં જવાય જ કેમ! આપ વિનાના મહારાષ્ટ્ર તરફ જવા માટે અમારા પગ નહિ ઉપડે. આપ જયાં હશો. સાંજ અમને તે આનંદ, આપની હાજરી એજ અમારું મહારાષ્ટ્ર, આપ જયાં છે ત્યાં અમારુ દક્ષિણ, આપ જ્યાં છે ત્યાંજ અમારું સર્વસ્વ અમે માન્યું છે. મહારાજ ! આપને અહીં મૂકીને અમે પાછા જવા માટે એક પણ ડગલું ભરીએ તે અમારું મેં કાળું થશે. અમારાં એ કાળાં મેઢાં અમે મહારાષ્ટ્રને નહિ બતાવીએ. મહારાષ્ટ્રની પ્રજાને શું જવાબ આપીશું? માતા જીજાબાઈ પૂછશે કે “મારો શિવબા ક્યાં છે?” તો એમને અમે શું જવાબ આપીશું. અમારે ઘેર અમારાં સગાંઓ પૂછશે, છોકરાંઓ પૂછશે કે મહારાજ ક્યાં છે તે તેનો અમે શું જવાબ આપીશું? ઘરની સ્ત્રીઓ કહેશે કે “અન્નદાતાને અને માલીકને દુશ્મનના ઘરમાં મૂકીને આવતાં તમારો જીવ શી રીતે ચાલે?” સ્ત્રીઓના મેંના આ શબ્દ સાંભળીને તે ધરતી માગ આપે પસી જવું એવી અમારી દશા થાય. મહારાજ ! અ૫ અમારી માનસિક વેદનાની તે કલ્પના કરો. આપને છેડીને અમે જીવતા ઘેર જઈએ એને આપ આશા જ ન રાખતા. મહારાષ્ટ્રમાં જઈશું તે મહારાજની સાથે જ. જો તેમ ન બને તે આપની સેવામાં અહીં જિંદગી પૂરી કરીશું. યવન બાદશાહ મહારાજ ઉપર જુલમ ગુજાર્યા વિના નહિ રહે. એવે વખતે અમે આપના સેવકે આપના રક્ષણ માટે અમારું બલિદાન આપી, અમારી જિંદગીનું સાર્થક કરીશું. કૃપાનાથ! આપ એમ ચોક્કસ માનજે કે આપના દ્ધાઓએ ચૂડીઓ નથી પહેરી. મહારાજની પર સંકટ ભમી રહ્યું છે. મહારાજનો જીવ જોખમમાં છે. યવન બાદશાહની કરતા અમે જાણીએ છીએ. આવા સંજોગોમાં આપને મૂકીને પાછા જવા માટે એક પણ સિપાહી તૈયાર નહિ થાય. ખુદ પરમેશ્વર જાતે આવીને હુકમ કરે તે પણ આપને આ સ્થિતિમાં મૂકીને પાછા જવા અમે તૈયાર નથી. પાછા નહિ જવાનો અમારે નિશ્રય છે. શું હિંદની તવારીખમાં મહારાષ્ટ્રને માથે કાળી ટીલી લાગે એવાં ક આપ અમારી પાસે કરાવશે ? અમારા વડવાઓની આબરૂ અમને પણ વહાલી છે. શું હિદની તવારીખમાં એમ લખાશે કે હિંદુ ધર્મના તારણહાર શિવાજી મહારાજને દુશ્મને ગિરફતાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy