SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૩ મું બાદશાહને કહેવડાવ્યું કે હવે જ્યારે મારે આગ્રેજ રહેવાનું નક્કી થયું છે ત્યારે અત્રેના અમીર ઉમરા વગેરેની સાથે મારે પરિચય કરવો એ જરૂર છે એટલે એમને મળવાની મને પરવાનગી આપવી.” બાદશાહે એવી પરવાનગી આપી અને શિવાજી મહારાજ દરબારના સરદારો અને વજનદાર માણસને મળવા લાગ્યા. પોતાના વાચાતુર્ય વડે મહારાજે ઘણાઓનું ધ્યાન પોતા તરફ ખેંચ્યું. એમની મીઠી વાણીએ બધા ઉપર સુંદર છાપ પાડી. વિનય અને વિવેકને લીધે એ બધાને પોતા તરફ આકર્ષી શક્યા. હતા. સમયસૂચકતા અને હાજરજવાબીપણાને લીધે એમણે ઘણાને પ્રેમ સંપાદન કર્યો. મહારાજમાં વિકાસ પામેલા સદગુણેમાં મહારાજે આ પ્રસંગે ઉપયોગ કર્યો અને દુશ્મનના ઘણા વજનદાર મુત્સદ્દીઓને પોતાના દસ્ત બનાવ્યા. મુગલ બાદશાહની વફાદારીથી સેવા કરવી છે અને હવે આગ્રેજ રહેવું છે તથા બાદશાહની મરજી સંપાદન કરીને પોતાનું ભાવિ ઉજજવળ કરવું છે, એવી રીતના વિચારો એ પોતાના નવા સ્નેહીઓ આગળ મૂકતા. બાદશાહની નજર બહુ ઝીણી હતી એટલે એણે શિવાજીના નવા સ્નેહીઓ મારફતે શિવાજીના વિચારે અને યુક્તિઓ જાણવાના પ્રયત્નો કરવા માંડયા. ઔરંગઝેબ જે કાબેલ હતો તેવાજ મહારાજ ચાલાક હતા. શિવાજી મહારાજ એના સકંજામાં આવી જાય એવા ન હતા. જેમ જેમ શિવાજી મહારાજને સંબંધ મુગલ દરબારના સરદાર અને વજનદાર મુત્સદીઓ સાથે વધતો ગયો તેમ તેમ એમના દિલની ખાતરી થતી ગઈ કે “ આ વીર પુરુષ બહુ પ્રતાપી છે. બાદશાહે એને અન્યાય કર્યો છે. વચનભંગ કરી ફસાવ્યો છે.” શિવાજી મહારાજ પ્રત્યે ઘણાને લાગણી પેદા થઈ, પણ બાદશાહ બહુ જલદ હતો એટલે કાઈપણ સરદાર મહારાજ તરફ પોતાની લાગણ, ચાહ કે સ્નેહ ખુલ્લી રીતે પ્રકટ કરી શકતા નહિ. આ પ્રમાણે સરદાર વર્ગમાં તેમજ અમલદાર વર્ગમાં મહારાજે પોતાને માટે લાગણી પેદા કરી. ત્યાર પછી શિવાજી મહારાજની તબિયત નરમ રહે છે એવી વાતો સંભળાવા લાગી. મહારાજે પોતાના વિશ્વાસુ અમલદાર નિરાજ રાવજી તથા બાળાજી આવજીની મારફતે મુગલાઈન એક વજનદાર અમલદાર રહુલ્લાખાનને બાદશાહ આગળ મહારાજની એક માગણ મંજૂર કરવા ભલામણ કરવા ગોઠવણ કરી. આ મહત્ત્વની માગણી તે એ હતી કે મહારાજની ઈચ્છા ગરીબ ભીખારી, સાધુ, ફકીર, વગેરેને દર ગુરુવારે મીઠાઈ વહેંચવાની છે, તે તે પ્રમાણે મીઠાઈ વહેંચવાની બાદશાહે શિવાજી મહારાજને પરવાનગી આપવી. બાદશાહે આ માગણી ઉપર વિચાર કર્યો અને ઝીણું નજર દોડાવતાં પણ એવી પરવાનગી આપવામાં કઈપણ જાતનું જોખમ છે એવું એને લાગ્યું નહિ એટલે બાદશાહે મહારાજને પરવાનગી આપી; મહારાજે મેવા મીઠાઈ ગરીબને અને સાધુ ફકીરોને વહેંચવાની શરુઆત કરી. મહારાજે આ ખેરાત કરવામાં હિંદુ મુસલમાનોને જરાએ ભેદભાવ રાખ્યો નહિ. ગરીબને મીઠાઈ મળવા લાગી. સાધુ ફકીર અને ગરીબોમાં મહારાજની વાહવાહ બોલાવા લાગી. આ દાનધર્મની મર્યાદા દર વખતે વધતી જ ગઈ. વધતાં વધતાં એટલી હદ સુધી વધી કે પછી તે મેવા મીઠાઈના કરંડિયાઓ, પેટીઓ, દરબારના સરદારે, સ્નેહીઓ, અમલદારો, પોતાના ઉપર મૂકવામાં આવેલા ચોકી પહેરાના અધિકારીઓ વગેરેને ઘેર પણ પહોંચાડવા માંડી, પહેરાવાળાઓને રોજ મીઠાઈઓ મળવા લાગી. બધે લોકો કહેવા લાગ્યા કે “ આ રાજા કાંઈ જે તે નથી. આ તે ધર્માત્મા છે. ગરીબોની આંતરડીઓ કારી રહ્યો છે. આવા દયાળને બાદશાહે કેદ કર્યો છે તે અન્યાયજ છે. એનો વાંક શો ? એને વચન આપ્યાં એ વચન ઉપર વિશ્વાસ રાખી બીચારી દરબારમાં આવ્યું, ત્યારે એને બંદીવાન બનાવ્યા. આવા સતપુરુષને ગિરફતાર કર્યાથી પરિણામ સારું નહિ આવે. બાદશાહ સલામતે એવાને તેને માન આપી છોડી દેવા જોઈએ અને એવાની સાથે મિત્રાચારી રાખવી ઘટે.” ચોકી પહેરા ઉપરના ગરીબ સિપાહીઓના છોકરાઓને પણ મહારાજ મીઠાઈઓ આપવા લાગ્યા. સિપાહીઓને પણ લાગ્યું કે “બાદશાહ જેનાથી આટલે ગભરાય છે તે શિવાજી બહુ દયાળુ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy