SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૨ મું મહેનતે, માણસેના ભેગ આપ્યા સિવાય આપણું કબજામાં આવે. શિવાજી પાસે એવા એવા મજબૂત કિલ્લાઓ છે કે તે છૂટા છૂટા લેતાં નાકે દમ આવી જાય એમ છે અને નાણાં, દાણું અને માણસને ખરદ કરાવીને પણ એ બધા કિલ્લાઓ આપણે કબજે કરી શકીશું કે કેમ તે તે હજી શંકાસ્પદ છે જ, આપણે તે શહેનશાહતને વધારે લાભકારક શું છે તે તપાસી કાઢવાનું છે અને તે પ્રમાણે કરવાનું છે. મુગલ સત્તાને કયો રસ્તો લાભકારક છે, શું કરે હાનિ થવાનો સંભવ છે અને કયા વર્તનથી એ સત્તાની હાંસી થાય તેમ છે. એ તપાસતી વખતે માણસે ક્ષણિક ક્રોધ. અમુક વ્યક્તિ માટેનું વેર વગેરે દૂર કરી વિચાર કરવું જોઈએ. દક્ષિણને વિચાર કરતી વખતે આપણે એકલા શિવાજીનો જ વિચાર કરવાનો નથી. આપણી નજર આગળથી બિજાપુ ખસી જાય તે ગણતરીમાં ભારે ભૂલ થવાનો સંભવ છે. શિવાજી જેવાને આપણે નાથીને આપણા કબજામાં રાખીએ તે તે બિજાપુરને કબજે કરવામાં આપણને ભારે મદદ રૂપ નિવડે એમ છે, એ વાત તરફ આપણે આપણી આંખે નથી મીચી શકતા. શિવાજીને જમીનદેસ્ત કરવો એ રમતવાત નથી. લાખે અને કરોડોનો ધુમાડો કરી, હજારો સૈનિકોને કપાવી, પછી તહનામાનો વિચાર કરવો તેના કરતાં આવેલી તક સાધવી એ વધારે ડહાપણું ભરેલું મને તે લાગે છે.” રાજા જયસિંહે અનેક રીતે દિલેરનું દિલ મનાવવાનો પ્રયત્ન કર્યો, પણ દિલેરખાન એકને બે ન થાય. એણે તે શિવાજી સાથે લડાઈ કરવાની જ જક પકડી હતી. શિવાજી સાથે કેઈપણ સંજોગોમાં ગમે તે ભોગે લડવું, લડવું અને લડવું એજ પૂંછડું પકડીને ખાન બેઠો હતો. રાજા જયસિંહ ઉપર દિલેરખાનને માઠું લાગ્યું અને એણે ગુસ્સે થઈને મિરઝારાજાને જણાવી દીધું કે ગમે તે થાય તે પણ પુરંદર કબજે કર્યા સિવાય કેઈપણ સંજોગોમાં એ પાછો ફરશે નહિ. મિરઝારાજાને પિતાને નિશ્ચય જણાવી દિલેરખાને પુરંદરના ઘેરાનું કામ વધારે જાસ્સાથી આગળ ચલાવ્યું. થાકેલા અમલદારની જગ્યાએ ખાને તાજા અમલદારો ગોઠવ્યો અને ઘેર બને તેટલું સખત કર્યો. આ કિલો શિવાજી મહારાજના વિશ્વાસુ સરદાર મુરારબાઝના કબજામાં હતા, દુશ્મનને સતાવવામાં મુરારબાજીએ બાકી રાખી ન હતી. શત્રુને અન્નસામગ્રી ન મળે તે માટે સરદાર મુરારબાજીએ અનેક ગોઠવણ કરી હતી, મુગલ લશ્કર ઉપર અનેક વખતે મરાઠાઓએ અચાનક હુમલાઓ કરીને મુગલોને થકવવાની એમની કશિશ ચાલુ જ હતી. દુશ્મનનો દારૂગોળો સળગાવી દેવાનો અખતરો પણ મરાઠાઓ અજમાવતા હતા. મુગલેની યુદ્ધસામગ્રીને નાશ કરવાના પણ મરાઠાઓએ પ્રયત્નો કર્યા. મરાઠાઓએ અનેક અખતરા અજમાવ્યા પણ મુગલેના અગણિત લકર આગળ એમનું કાંઈ ચાલતું નહિ. દિલેરખાન પણ મરણિયો થઈને પુરંદર આગળ અડગ બેઠે હતો. આખરે મુગલેએ પુરંદરના ઘરનું કામ બહુ સખ્તાઈથી લેવા માંડયું. ૨. સરદાર મુરારબાજીનું પિછાન, સરદાર મુરારબાજી જ્ઞાતે પ્રભુ હતા. શિવાજી મહારાજની કારકીર્દિમાં ઘણું પ્રભુ પુરુષનાં પરાક્રમે ઈતિહાસ પ્રસિદ્ધ છે. તેમા મુરારબાજીની ગણતરી થાય છે. શિવાજી મહારાજના જમાનામાં ઘણા પ્રભુ પુરુષોએ તલવારબહાદુરી કરીને અને ઘણાઓએ કલમ બહાદુરી કરીને અને કેટલાકે તે તલવાર અને કલમ એ બંનેમાં બહાદુરી કરીને કીર્તિ મેળવી છે. પનાળાના ઘેરામાંથી નાસીને શિવાજી મહારાજ વિશાળગઢના કિલ્લામાં જતા હતા ત્યારે દુશ્મન લશ્કર એમની પાછળ પડયું હતું ત્યારે બાજી પ્રભુ દેશપાંડેએ શિરસાટે બનાવેલી સ્વામી સેવા વાંચકે જાણે છે. સરદાર મુરારબાજી તે બાજી પ્રભુની જ્ઞાતને જ હતા. બિજાપુરની આદિલશાહીના માનીતા સરદાર જાળીવાળા ચંદ્રરાવ મેરેની પાસે બાજી મુરાર નામનો પ્રભુ ગૃહસ્થ લશ્કરી અમલદાર હતો. બિજાપુર અને મેગલને ઝગડે તે ઘણા જૂના વખતથી ચાલતો હતો. એક વખતે મુગલ અને બિજાપુરવાળાનો જંગ રંગે ચડ્યો હતો. તે વખતે બિજાપુરની આબરૂ જવાનો વખત આવી પહોંચ્યા હતા. એવે વખતે બાળમુરારે ભારે પરાક્રમ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy