SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ પ્રકર, ૧૨ મું ] છે. શિવાજી ચરિત્ર બિજાપુરની રેખ સાચવી હતી. આ પરાક્રમને લીધે બિજાપુર બાદશાહ બાજીમુરાર ઉપર ખુશ થયે અને એને ઉમરાવનો ઈલ્કાબ આપી ચંદ્રરાવ મોરે પાસેથી માગી લઈ, તેને બિજાપુર બાદશાહતમાં એક લશ્કરી અધિકારી બનાવ્યું. બાજી મુરારને મુરારબાજી, નિંબકબાજી, શંકરાજીબાજી, સંભાજીબાજુ, અને મહાદજીઆઇ, એમ પાંચ છોકરા હતા. ચંદ્રરાવ મોરેને ત્યાં બાળમુરારની ખાલી પડેલી જગ્યાએ તેના મોટા દિકરા મુરારબાજીની નિમણૂક કરવામાં આવી. શિવાજી મહારાજે જાવળી ઉપર ચડાઈ કરી ત્યારે મુરારબાજી બહુ જ બહાદુરીથી મહારાજ સામે લડ્યો હતે. મુરારબાજીનું રણકૌશલ્ય, એની હિંમત અને સ્વામીનિષ્ઠા જોઈ શિવાજી મહારાજ બહુ ખુશી થયા અને મારે કેદ પકડાયા પછી મહારાજે મેરેની મારફતે મુરારબાજીને મેળવી લીધે અને આવા હિંમતવાન બહાદુર સરદારને પિતાની નોકરીમાં યોગ્ય અધિકારે ચઢાવ્યો. મુરારબાજીની ઉંમર પુરંદરના ઘેરા વખતે આશરે ૫૦ વર્ષની હતી. ૩. સ્વામીનિષ્ઠ સરદારની રણનિદ્રા. દિલેરખાને પુરંદરના કિલ્લાને ઘેરે ઘાલ્યો ત્યારે કિલામાં સરદાર મુરારબાજી પાસે આશરે ૨૦૦૦ માણસો હતાં. દિલેરખાન પાસે મુરારબાજીના લશ્કરથી દસગણું લશ્કર હતું. મુગલો પાસે બહુ જબરી તે હતી. પુરંદર કિલ્લાના બે ભાગ છે. ઉપરને કોટ અને નીચેનો કેટ. કિલ્લાના રક્ષણ માટે નીચેના કેટમાં મહારાજે હથિયાર તથા દારૂગોળો વગેરે સામગ્રી તે ભરી મૂકી હતી પણ, મુગલોની સરખામણીમાં આ સામગ્રી કઈ હિસાબમાં ન હતી. જે સામગ્રી હતી તે વડે મુરારબાજીએ બળવાન મુગલોને સામને કર્યો. મુગલોનો ઘેરે સખત હતા, છતાં છુપે રસ્તે મુરારબાજીએ કિલ્લામાં સપડાયેલા લશ્કર માટે અનાજ વગેરેની બારોબાર વ્યવસ્થા કરી હતી. મુગલો સાથે લડતાં લડતાં મુરારબાજીએ પિતાનાં ઘણાં માણસો ખયાં. મુગલો પણ મરણિયા થઈને પસાર કરી રહ્યા હતા. મુગલનું સંખ્યાબળ અને પૂરેપુરી યુદ્ધસામગ્રી હેવાથી મુગલ સામે મુરારબાજી ન ટકી શકો અને મુગલેએ નીચેનો કેટ કબજે કર્યો. મુગલો નીચેના કટમાં ભરાઈ ગયા, એટલે મુરારબાજી ભારે ચિંતામાં પડ્યો. નીચેનો કેટ દુશમને કબજે કર્યો. એટલે ઉપલો કેટ દિલેરને હવાલે કરવો અને લશ્કર બચાવવું કે કેમ એ વિચારમાં મુરારબાજી હતે. મુરારબાજીની પતિવ્રતા સ્ત્રીએ પોતાના પતિને ચિંતામાં દેખીને પૂછ્યું - “ નાથ ! આજના કરતાં બહુ ભારે અને વિકટ પ્રસંગોમાંથી પસાર થતી વખતે પણ આટલા બધા ગમગીન અને ચિંતાતૂર નહોતા દેખાયા અને આજે આટલી બધી ચિંતા કેમ ? ભારે દુમિનેના સામના કેટલીએ વખતે આપે કર્યા છે, પણ આજે આપના મોં ઉપરની ગ્લાનિ કંઈ જુદા જ પ્રકારની દેખાય છે. મને તે આજે ભારે દુખ થાય છે. ચિંતાનું કારણ, નાથ! મને તે જણાવો.” મરારબાજીઃ- “ આજ સુધીના પ્રસંગે બહુ જાદા પ્રકારના હતા, આજને પ્રસંગ બહ ભારે છે. શિવાજી મહારાજને મારા ઉપર પૂરેપુર વિશ્વાસ છે. એમનું નિમક મેં ખાધું છે. મારે એ નિમક હલાલ કરવાનું છે. મહારાજના કાર્યમાં જરાપણ ઉણપ રહી જાય તે સ્વામીદ્રોહ, દેશદ્રોહ અને ધર્મદ્રોહ એ ત્રણે મહાર પાપોનું પાતક મારે શિરે આવે એમ છે. દુશ્મન ભારે પ્રબળ છે. આપણી પાસે માણસે પણ ખૂટયાં છે. નીચેના પેટમાં દુશ્મને આવી ભરાયા છે. હવે આ સંજોગોમાં ફ્લિો વધારે લડ્યા વગર દિલેરને હવાલે કરી દે કે કેમ તે વિચારમાં હું પડ્યો છું. કિલ્લે હવાલે નથી કરો તે પહેલા માણસની ખુવારી થઈ જશે. કિલો લડ્યા સિવાય દુશ્મનને આપી દેવામાં સ્વામીની ઈજ્જતને પ્રશ્ન છે. બીજું લડતાં લડતાં દુશ્મનને હાથે મારું મરણ થાય તે દુષ્ટ યવનોના હાથમાં કિલાનાં માણસે પડશે. તારા માટે પણ મને ભારે ફિકર રહે છે. મુસલમાનોના હાથમાં હિંદુ સ્ત્રીએ આવે તો તેમને છલ થવાને જ. એક તરફથી સ્વામી સેવા, દેશસેવા અને ધર્મસેવાને પ્રશ્ન દિલ ઉપર ભારે દબાણ કરી રહ્યો છે. મહારાજ અને મહારાષ્ટ્રના હિંદુઓની ઈજ્જતને સવાલ પણ નજર 4 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy