SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ક છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૧ મું આપને ચરણે મારી વિનંતિ છે કે કુશના વંશજો લવના વંશને મદદરૂપ નિવડે. શિવાજી મહારાજે ભલભલા યવન સરદારને મહાત કર્યા છે. હિંદુત્વને છલ થઈ રહ્યો છે તેવે વખતે તેની પડખે રહેનારને નાશ કરવાનું કલંક, ક્ષત્રિયકુળભૂષણ મહારાજ ! આપ આપને શિરે ન લે. શિવાજી મહારાજનો નાશ એ હિંદુધર્મ ઉપર સમશેર ચલાવવા જેવું છે. શિવાજી મહારાજનો વિશ્વાસઘાત કરનાર હિંદને તો હજારો વર્ષ સુધી કલંકિત રહેવું પડશે. મહારાજ આ કલંક તે વારસામાં ઉતરે એવું છે. આપના ઉપર વિશ્વાસથી શિવાજી મહારાજે આપના ખોળામાં મસ્તક મૂકયું છે. તે મસ્તકના રક્ષણની અને તેમની ઈજત રાખવાની જવાબદારી આપની છે. હું તે આપનો સંદેશે મહારાજને અક્ષરશઃ કરી અને આપના હદયમાં મહારાજાએ સ્થાન મેળવ્યું છે તેની હું તેમને ખાતરી આપીશ, પણ જયસિંહ મહારાજ! મુસલમાનોએ હિંદુઓ ઉપર જે અત્યાચાર કર્યો છે અને દિલ્હીપતિ પણ હિંદુધર્મનું જે અપમાન કરી રહ્યા છે, તે જોતાં મુસલમાની સત્તાને મદદ કરવી એ હિંદુધર્મની છાતીમાં કટાર ભોંકવા જેવું આપને નથી લાગતું? આપ મહારાજ જેવા આકાશ પાતાલ એક કરી રહ્યા છે અને મુગલોની જામેલી સત્તાના કબજામાં અનેક સાધન છે, એટલે ઘડીવાર એમ માની લઈએ કે દિલ્હીપતિ જીતી જાય અને શિવાજી મહારાજને દાબી દેવામાં આપ ફળીભૂત નિવડે તે તેનું પરિણામ કેવું ભયંકર આવશે તેને વિચાર આપ કરશે તે આપને જણાશે કે આપને શિવાજી મહારાજ ઉપર મેકલવામાં મુગલપતિએ ભારે માન નથી આપ્યું, પણ એમાં તે દિલ્હીપતિ પરાણે પાસે સમય મરાવવાને દાવ ખેલી રહ્યો છે. મુસલમાનેએ હિંદુઓ ઉપર અત્યાચાર કર્યાનાં વર્ણને ભવિષ્યની પ્રજા વાંચશે, ત્યારે તેમનાં લેહી ઉકળશે, પણ હિંદુત્વને ઉખેડી નાંખવા માટે જે સત્તા ભારે પ્રયત્ન કરી રહી હતી, તે સત્તા સામે આત્મરક્ષણ માટે માથું ઉંચુ કરનાર નરવીરને રગદોળી હિંદુત્વને નષ્ટ કરવા મથી રહેલી સત્તાને મજબૂત કરવાનું કામ એક પ્રભાવશાળી અને પ્રતાપી હિંદુ નરકેસરીએ કર્યું એ વાત જ્યારે ભાવી હિંદુ પ્રજાના વાંચવામાં આવશે ત્યારે તે દરેક હિંદુ શરમથી માથું નીચું ઘાલશે. જયસિંહ મહારાજ આ બધું બોલવામાં હું વખતે મારી હદ ઓળંગી ગયો હોઈશ, પણ મને ખાતરી છે કે આપ મને આ ® લેવા માટે ક્ષમા કરશે. અમારા હૃદયને ઉભરો અમે આપની આગળ ન ઠાલવીએ તે બીજા કેની પાસે ઠાલવીએ. બહુ શાંતિથી અને ગંભીરપણે આપ મને સાંભળવા લાગ્યા એટલે મનને ઉભરો ઠાલવવા હું લલચાય છું. મહારાજ ! મારા બેલવામાં કંઈ વધારે પડતું બેલાયું હેય તે ક્ષમા કરશે.” - રધુનાથ પંતનું બધું બોલવું મિરઝારાજાએ બહુ શાંતિથી સાંભળી લીધું. પતે હદયને ઉભરો. ઠાલવ્યો હતો છતાં મિરઝારાજા જરાપણ ઉશ્કેરાયા ન હતા, ગુસ્સે પણ ન થયા. બધું સાંભળી લીધા પછી એમણે ગંભીરપણે જવાબ આપ્યો:–“ શિવાજી રાજાએ નિર્ભયપણે મને મળવું. મારા તરફથી કદી પણ વિશ્વાસઘાત થશે નહિ એની ખાતરી રાખજે. શિવાજી રાજાને વિશ્વાસઘાત કરવાનું નીચ કામ મારા હાથે નહિ જ થાય. રઘુનાથ પંત! તમારા રાજા પ્રત્યે મને માન છે અને પ્રેમ પણ છે. એ વાત તમે ન ભૂલતા. બાદશાહ સાથેના મેળાપની બાબતમાં વિગતવાર પત્ર લખવા શિવાજી રાજાને તમે જણાવશે.” આ પ્રમાણે બોલી રધુનાથ પંતને મિરઝારાજાએ રજા આપી. જસિહ રાજા ભારે મત્સદી હતું અને બાદશાહે દિલેરખાનને તેની સાથે કેમ મોકલ્યા હતા તે પણ એ સમજી ગયો હતો. બાદશાહને વહેમી સ્વભાવ અને તેના હિંદુઓ પ્રત્યેના અવિશ્વાસથી તે વાકેફ હતે. રઘુનાથ પંતની મુલાકાતના સંબંધમાં નાહક કાંઈ વહેમ ઉભું ન થાય તેથી અને દિલેરખાનની લાગણીને માન આપવા માટે જયસિંહે રઘુનાથપંતની તેમના જતાં પહેલાં દિલેરખાન સાથે મુલાકાત કરાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy