SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ પ્રકરણ ૧૧ મે ] છે. શિવાજી ચરિત્ર કેટલીક વાતચીત અને ખુલાસા થયા પછી રઘુનાથ પતે પાછા જવાની રજા લીધી. સર્વે તૈયારી કરી રઘુનાથપંત નીકળ્યા અને રાજા જયસિંહને મળ્યા. રાજાને એકાંતમાં મળીને રધુનાથપતે ખુલ્લે ખુલ્લી વાત કરી અને જણાવ્યું કે – “આપ તે બુદ્ધિમાન અને પંડિત છે. આપને હિંદુધર્મ અને હિંદુ સંસ્કૃતિનું અભિમાન છે. હિંદુત્વનું રક્ષણ કરવું એ તે આપને ધર્મ છે. જ્યારે હિંદુત્વ ઉપર આક્રમણ થઈ રહ્યાં છે, હિંદુ દેવમંદિર, હિંદુધર્મ અને હિંદુ સંસ્કૃતિ ભારે આફતમાં આવી પડી છે, યવને હિંદુસ્થાનમાંથી હિંદુઓને જડમૂળથી ઉખેડી નાંખવા ભારે અત્યાચાર ગુજારી રહ્યા છે, એવે વખતે જયસિંહ મહારાજ ! આપ હિંદુત્વનું રક્ષણ કરવા તૈયાર થશો તે ઇશ્વર આપનું અને આપના પુત્ર પૌત્રાદિકનું કલ્યાણ કરશે. યવનેએ ચારે તરફથી હિંદુધર્મ ઉપર હલ કરવા માંડ્યા છે. આપણી બહેનેનાં શિયળ લૂંટાઈ રહ્યાં છે. મુસલમાનોએ છલ કરવામાં કંઈ જ બાકી નથી રાખી. આપણાં જાત્રાઓનાં ધામ એમણે અનેક વખતે લૂટયાં છે. મુસલમાનોના અત્યાચારથી હિંદુ તીર્થસ્થાને, ક્ષેત્રા, ઉજ્જડ થઈ ગયાં છે. જયસિંહ મહારાજ ! આપ શ્રી રામચંદ્રજીના વંશજ છે. ધર્મરક્ષણુ અને અબલારક્ષણ એ જેનો ધર્મ, તે જ યવનસત્તા મજબૂત કરવા મંડી ગયા છે. સૂર્યવંશકુળભૂષણ શ્રી દશરથ રાજાના વંશજ હિંદુત્વની જડ ઉખેડનારની લેખંડી સત્તા બળવાન કરવા જમીન આસમાન એક કરી રહ્યા છે એ હિંદના હિંદુઓનું કમનસીબ કે બીજી કાંઈ? જે યવનસત્તા હિંદુત્વનાં મૂળ ઉખેડી નાંખવા દેશમાં ભારે અત્યાચાર મચાવી રહી છે, જે યવનસત્તા હિંદુ મંદિરને જમીનદોસ્ત કરી રહી છે, જે યવનસત્તા ઠેર ઠેર ગૌવધ કરી રહી છે, જે યવનસત્તા હિંદુ સ્ત્રીઓને જોરજુલમથી ઘસડી જઈ તેમને વટલાવવાનાં દુષ્ટ કર્મો કરી રહી છે, જે યવનસત્તાના જોરથી હિંદુ સ્ત્રીઓનાં પતિવ્રત લૂંટાઈ રહ્યાં છે, તે યવનસત્તાને છે તેનાથીએ ભારે બળવાન બનાવવાનું કામ પ્રભુ રામચંદ્રજીના પુત્ર કુશના વંરાજ કરે એ જોઈ કયા હિંદુની આંખે અશ્રુથી નહિ ભરાય? જયસિંહ મહારાજ ! જે બાદશાહ ગૌહત્યામાં ભૂષણ માને, જે યવન સુલતાન મૂર્તિ તેડવામાં માન સમજે, જે હિંદુધર્મનું અપમાન કરવું એ પિતાને ધર્મ છે એમ માને, તેને ક્ષત્રિયળભૂષણ પૂજ્ય માને અને હિંદુત્વ ઉપર અત્યાચાર કરતી સત્તાને તેડવા મરણને નેતરી જે વીર આર્યધર્મના ઉદ્ધાર માટે બહાર પડ્યો છે તેને દાબી દેવા તૈયાર થાય એ પણ વખતની જ બલિહારી છે. મહારાજ હું બીજું આપને શું કહું? આપ પંડિત છે, આપ વીર છે, આપ નરકેસરી છે પણ આપના શૌર્યને, ધીરજ, હિંમતને, સમરકૌશલને, મુત્સદ્દીપણાને, કાર્યદક્ષતાને અને દીર્ધદષ્ટિને ઉપયોગ આજ સુધી મુસલમાની સત્તા પિષવામાં, મજબૂત કરવામાં, બળવાન બનાવવામાં થયો છે અને આજે એને ઉપયોગ હિંદુત્વને હાનિ કરનારી સત્તા તેડવા માટે શિવાજી મહારાજે માથું ઊંચું કર્યું, ત્યારે તે હિંદુત્વના તારણહારની સત્તા દાબી દેવા માટે, ઉભી થતી હિંદુસત્તા કચડી નાંખવા માટે, શિવાજી મહારાજનો નાશ કરવા માટે થઈ રહ્યો છે. મહારાજ ! વાડ ચીભડાં ગળે તે ફરિયાદ કયાં થાય? હિંદુત્વરક્ષણ કરવા માટે ઉભી થતી સત્તા ઉપર ઘા કરવા માટે યવને તરફથી મ્લેચ્છોની મદદમાં ઉભા રહી મહાક્ષત્રી આજે દક્ષિણમાં યવનેને દિગ્વિજય કરાવવા કમરકસી રહ્યો છે, એ જોઈ હિંદુત્વની લાગણીવાળા હિંદુઓ તે કપાળ ઉપર હાથ દઈ ઉંડો નિસાસે મૂક્યા સિવાય બીજું શું કરે? હિંદુધર્મના રક્ષણ માટે જેની સમશેર ચમકવી જોઈએ તે જયપુરનરેશ હિંદુધર્મના રક્ષણ કરનારને તોડવા મથી રહ્યા છે, એ જોઈ હિંદુઓમાં નિરાશાજ ઉત્પન્ન થાય કે બીજું કાંઈ ? મહારાજ ! આપને આ વાત કહેવાનું મારું ગાં નથી એ હું જાણું છું છતાં આપના વડવાઓને અતિ પ્રિય અને મને પણ પ્રાણુથી વધારે વહાલા એવા હિંદુધર્મની હયાતીને પ્રશ્ન આવીને ઉભે છે એટલે આટલું કહેવાની મેં હિંમત કરી છે. શિવાજી મહારાજને આપ આપને પુત્ર માને છે. તે એમની મારફતે આપણું ધર્મનું રક્ષણ કરાવો. શિવાજી મહારાજનું કલ્યાણ કરવામાં હિંદુધર્મને ઉહાર છે. શિવાજી મહારાજનો માર્ગ સરળ કરવામાં હિંદુધર્મની સેવા છે. એમના માર્ગમાં આવતાં વિડ્યો ટાળવામાં હિંદુધર્મની સલામતી છે. શિવાજી મહારાજને યશ અપાવવામાં હિંદુત્વની મજબૂતી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy